AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : કેન્સરના ઇલાજ દરમિયાન મિત્ર બન્યા આ ભુલકાઓ, તેમની મુલાકાતનો વીડિયો જોઇ લોકોની આંખો થઇ ભીની

સોશિયલ મીડિયા પર રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ થાય છે. કેટલાક વીડિયો લોકોને મજા કરાવી દે છે તો કેટલાક વીડિયો લોકોને ભાવુક પણ કરી દે છે. ઇન્ટરનેટના આ યુગમાં કોઇ પણ કોન્ટેન્ટને વાયરલ થતા વધારે સમય નથી લાગતો.

Viral Video : કેન્સરના ઇલાજ દરમિયાન મિત્ર બન્યા આ ભુલકાઓ, તેમની મુલાકાતનો વીડિયો જોઇ લોકોની આંખો થઇ ભીની
Two kids become friends during cancer treatment
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 12:22 PM
Share

કેન્સર એક ખતરનાક બિમારી છે તે લોકોની જીંદગીને નર્ક બનાવી દે છે. આ બિમારી ફક્ત દર્દીને જ પ્રભાવિત નથી કરતી પરંતુ તેમના આખા પરિવારને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેન્સર સામેની જંગ લડ્યા બાદ 3 વર્ષના મૈક પોર્ટરની એક ઇચ્છા હતી કે તે પોતાના દોસ્ત પેસન એલ્ટિસને મળે. મૈક અને પેસન બંનેએ એકસાથે કેન્સર સામે લડાઇ લડી છે. તેમની મુલાકાતનો આ વીડિયો જોઇને લોકોની આંખો ભીની થઇ ગઇ. આ નાના ભુલકાઓનો વીડિયો જોઇને દરેક વ્યક્તિમાં નવો જોશ આવી જશે.

સોશિયલ મીડિયા પર હવે આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એ લોકોને ખૂબ તાકાત આપશે જે પોતાના જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે પેસન એલ્ટિસ અને મૈક પોર્ટર પોતાના કેન્સરના ઇલાજ દરમિયાન હોસ્પિટલમાં મળ્યા હતા. અઠવાડિયાઓ સુધી એકબીજાથી દૂર રહ્યા બાદ બંને ફરીથી બહાર મળ્યા. તેમની મુલાકાતનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને મૈકી.સ્ટ્રોન્ગ નામના એક ઇન્સ્ટા પેજ પર શેયર કરવામાં આવ્યો છે.

View this post on Instagram

A post shared by Macky! (@macky.strong)

પેસન અને મૈક ફોરએવર કેપ્શન સાથે શેયર કરવામાં આવેલા આ વીડિયોમાં મૈક હાથમાં ફૂલ લઇને ધીમે ધીમે પૈસન તરફ આગળ વધે છે. પેસન ખુશીથી પોતાના મિત્રને ફૂલ આપે છે અને પછી બંને એકબીજાને ગળે મળે છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે બંને સાથે મળીને ડાન્સ પણ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર એક યૂઝરે લખ્યુ કે, આ ખૂબ સુંદર પળ છે. તો બીજા યૂઝરે લખ્યુ કે, આ વીડિયો જોઇને મારી આખોમાં આંસુ આવી ગયા. આ સિવાય અન્ય લોકોએ પણ વીડિયો પર કોમેન્ટ્સ કરી છે.

સોશિયલ મીડિયા પર રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ થાય છે. કેટલાક વીડિયો લોકોને મજા કરાવી દે છે તો કેટલાક વીડિયો લોકોને ભાવુક પણ કરી દે છે. ઇન્ટરનેટના આ યુગમાં કોઇ પણ કોન્ટેન્ટને વાયરલ થતા વધારે સમય નથી લાગતો. લોકો વીડિયોને ખૂબ શેયર કરે છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપે છે. અને અમે તમારા માટે એવા ખાસ વીડિયો લઇને આવ્યે છીએ જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા હોય.

આ પણ વાંચો –

કર્મચારીઓ માટે સારા સમાચાર ! નિવૃત્તિની ઉંમર અને પેન્શનની રકમ વધવાના મળી રહ્યા છે સંકેત, જાણો શું છે સરકારની યોજના

આ પણ વાંચો –

Funny Video : કોરોનાની વેક્સિન લગાવવા યુવાને બાળકોની જેમ કર્યુ નાટક, વિડીયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો !

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">