શહીદ-એ-આઝમ ભગતસિંહનું પૈતૃક ઘર આજે પણ પાકિસ્તાનમાં છે, જાણો તેની હાલત કેવી છે અને ત્યાં કોણ રહે છે?

|

Mar 23, 2022 | 11:43 AM

ભલે અંગ્રેજોએ ભગતસિંહને આપણી પાસેથી છીનવી લીધા પરંતુ આજે પણ આપણા દિલમાં તેમનું સ્થાન અકબંધ છે. ભગતસિંહનાં ચાહકો ના માત્ર ભારતમાં પણ પાકિસ્તાનમાં પણ ઉપલબ્ધ છે, તેમનું પૈતૃક ઘર આજે પણ પાકિસ્તાનમાં છે. 

શહીદ-એ-આઝમ ભગતસિંહનું પૈતૃક ઘર આજે પણ પાકિસ્તાનમાં છે, જાણો તેની હાલત કેવી છે અને ત્યાં કોણ રહે છે?
Shaheed-e-Azam Bhagat Singh's ancestral home is still in Pakistan

Follow us on

Bhagat Singh: જ્યારે પણ દેશની આઝાદી વિશેની વાત કરવામાં આવે છે ત્યારે શહીદ એ આઝમ ભગતસિંહનું નામ જ સામે આવે છે. ભગતસિહે આઝાદી માટે પોતાની જીંદગી ન્યોછાવર કરી દીધી હતી. આજે એટલે કે 23 માર્ચ 1931નાં રોજ ભગતસિંહ(Bhagat Singh Death Anniversary), રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. આજના દિવસને શહીદ દિવસ(Shaheed Diwas) તરીકે મનાવવામાં આવે છે. ભલે અંગ્રેજોએ ભગતસિંહને આપણી પાસેથી છીનવી લીધા પરંતુ આજે પણ આપણા દિલમાં તેમનું સ્થાન અકબંધ છે.

ભગતસિંહનાં ચાહકો ના માત્ર ભારતમાં પણ પાકિસ્તાનમાં પણ ઉપલબ્ધ છે, તેમનું પૈતૃક ઘર આજે પણ પાકિસ્તાનમાં છે. આ જ ઘરમાં શહીદ એ આઝમનો જન્મ થયો હતો અને બાળપણ પણ અહીં વિત્યુ હતું. આ હવેલી પંજાબ પ્રાંતના ખટકડકલા ગામમાં છે અને તે ફગવાડા-રોપડ નેશનલ હાઈવે સ્થિત બંગાથી ત્રણ કિલોમીટર દુર છે.

ઘરની દેખરેખનું કામ કરવામાં આવે છે

પુરાતત્વ અને સંસ્કૃતિ વિભાગે તેનું સમારકામ કરવા સાથે દેખરેખની જવાબદારી પણ ઉપાડી છે. જ્યારે દેશનાં બાગલા થયા ત્યારે તેમની માતાજી વિધ્યાવતી અને પિતા કિશનસિંહ અહીં જ રહેવા લાગ્યા હતા. કિશનસિંહનું મૃત્યુ અહીં જ થયુ ગયુ હતું તો ભગતસિહની માતાજી 1975ની સાલમાં આ દુનિયાને છોડી ગઈ હતી. જો કે પછી આ ઘરને મ્યૂઝિયમમાં પેરવી નાખવામાં આવ્યુ કે જેમાં જુનો ખાટલો છે, એક રૂમમાં લાકડામાંથી બનેલું કબાટ છે અને થોડો ખેતીમાં વપરાતો સામાન પણ છે. તેમની યાદ સ્વરૂપમાં અમુક જુના વાસણો પણ સાચવી રાખવામાં આવ્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી છે

ભગતસિંહનાં ઘરના સાઈટને હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી છે. આ સાઈટને સુરક્ષિત કરીને થોડો સમય પહેલાજ પર્યટકો માટે ખોલવામાં આવ્યું છે. ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશન સંગઠન ઘણા વર્ષોથી ભગતસિંહની યાદોની તાજા અને સાચવી રાખવાનું કામ કરે છે. એમ પણ કહેવામાં આવે છે કે ભગતસિંહનાં દદાએ આશરે 124 વર્ષ પહેલા અહીં કેરીનો આંબો લગાડેલો જે આજે પણ અહીં છે.

 

આ પણ વાંચો-Bhagat Singh Birth Anniversary: શહીદ ભગત સિંહ પર બનેલી છે આ બોલીવુડ ફિલ્મો, દરેકને પ્રેક્ષકોનો મળ્યો જબરદસ્ત પ્રેમ

 

આ પણ વાંચો-જમ્મુ કાશ્મીર: 23 માર્ચથી ખુલી રહ્યું છે એશિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન, 15 લાખ ફૂલોથી સજ્યો બાગ, જુઓ તસ્વીરો

 

Next Article