Delhi Sero Survey : 97 ટકા લોકોમાં મળી એન્ટિબોડી, ટૂંક સમયમાં થશે નવો સર્વે, જાણો શું છે કારણ

સીરો સર્વે સેરોલોજી ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ટેસ્ટમાં વ્યક્તિના શરીરમાં ચોક્કસ સંક્ર્મણ સામે બનેલા એન્ટિબોડીઝની હાજરી શોધી કાઢવામાં આવે છે. આ ટેસ્ટમાં તે જોવામાં આવે છે કે શું વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિએ ઇન્ફેક્શન સામે લડયા છે કે નહીં.

Delhi Sero Survey : 97 ટકા લોકોમાં મળી એન્ટિબોડી, ટૂંક સમયમાં થશે નવો સર્વે, જાણો શું છે કારણ
Satyendra Jain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 8:31 AM

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને (Health Minister Satyendra Jain) ગુરુવારે જણાવ્યું હતું કે રાજધાનીમાં 97 ટકા લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી છે. તેમણે કહ્યું કે તમામ જિલ્લાઓમાં 95 ટકાથી વધુ લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી છે.

સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે છઠ્ઠા સીરો સર્વેમાં (Sero Survey) સેમ્પલ લેવાનું કામ 24 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યું હતું. આ માટે સમગ્ર દિલ્હીમાંથી કુલ 28 હજાર સેમ્પલ લેવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈને કહ્યું કે દરેક જિલ્લામાંથી સેરો પોઝીટીવીટી રેટ 95 ટકાથી વધુ છે. તે જ સમયે, પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ એન્ટિબોડીઝ મળી આવી છે. જાન્યુઆરીમાં કરવામાં આવેલા પ્રથમ સેરો સર્વેમાં 56 ટકાથી વધુ લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી હતી.

આ માટે ટૂંક સમયમાં સીરો સર્વે કરવામાં આવશે સૂત્રોના જણાવ્યા અનુસાર, વાયરસના યોગ્ય પ્રકારને શોધવા માટે ફરીથી એક નવો સર્વે શરૂ થશે. ગયા અઠવાડિયે, ICMR તરફથી સર્વે કરવા માટે સૂચનાઓ પણ મળી હતી. પાંચમા સીરો સર્વેમાં 56 ટકા લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી હતી. પરંતુ આ પછી દિલ્હીમાં કોરોના વાયરસની બીજી લહેર આવી. બીજી લહેરમાં દિલ્હીમાં રેકોર્ડ કેસ નોંધાયા હતા.

3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી

સીરો સર્વે સેરોલોજી ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ટેસ્ટમાં વ્યક્તિના શરીરમાં ચોક્કસ સંક્ર્મણ સામે બનેલા એન્ટિબોડીઝની હાજરી શોધી કાઢવામાં આવે છે. આ ટેસ્ટમાં તે જોવામાં આવે છે કે શું વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિએ ઇન્ફેક્શનને પ્રતિક્રિયા આપી છે. માનવ શરીરમાં બે પ્રકારના એન્ટિબોડીઝ હોય છે.

આમાં IgM અને IgG નો સમાવેશ થાય છે. આ બંને ચેપ સામે કામ કરે છે. IgG એન્ટિબોડીઝ લાંબા સમય સુધી શરીરમાં રહે છે. સીરો સર્વે બે બાબતો દર્શાવે છે. પ્રથમ, વસ્તીના કેટલા ટકા લોકો વાયરસથી પ્રભાવિત થયા છે. બીજી બાજુ, કયા ગ્રુપમાં વાયરસના વધુ લક્ષણો છે?

દિલ્હીમાં કોરોના વાયરસ ગુરુવારે દિલ્હીમાં કોરોના વાયરસના સંક્ર્મણના 42 નવા કેસ નોંધાયા હતા અને સંક્ર્મણનો દર 0.07 ટકા નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે કોઈ મૃત્યુ થયું નથી. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ માહિતી સામે આવી છે.

ઓક્ટોબરમાં દિલ્હીમાં કોવિડથી અત્યાર સુધીમાં માત્ર ચાર દર્દીઓના મોત થયા છે. ગયા મહિને રોગચાળાને કારણે પાંચ દર્દીઓના મોત થયા હતા. બુલેટિન મુજબ, 24 કલાકમાં 45 લોકોએ કોરોનાને હરાવ્યો છે.

દિલ્હીમાં અત્યાર સુધીમાં 14,39,751 કેસ નોંધાયા છે. તેમાંથી 14.14 લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે મહામારીને કારણે અત્યાર સુધીમાં 25,091 દર્દીઓના મોત થયા છે અને હાલમાં 345 દર્દીઓ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો : Facebook Name Change: ફેસબુકે બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામથી ઓળખાશે

આ પણ વાંચો : Ahmedabad: લો બોલો! હોંશેહોંશે શરુ કરેલું સી-પ્લેન બંધ, હેલિપેડ બનાવવા અને 2 નવા સી-પ્લેન ખરીદવાની તૈયારીઓ!

Latest News Updates

સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
"UAEમાં મંદિર નિર્માણમાં પીએમ મોદીનો સહકાર મહત્વપૂર્ણ સાબિત થયો"
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
g clip-path="url(#clip0_868_265)">