Ahmedabad: લો બોલો! હોંશેહોંશે શરુ કરેલું સી-પ્લેન બંધ, હેલિપેડ બનાવવા અને 2 નવા સી-પ્લેન ખરીદવાની તૈયારીઓ!

Ahmedabad: પ્રધાનમંત્રીના હસ્તે ધામધૂમથી કાર્યક્રમ કરીને શરુ કરેલું સી-પ્લેન વર્ષ દરમિયાન મોટાભાગે બંધ રહ્યું છે. તો બીજી તરફ બર્ડહિટ રોકવા સહિત કરોડોના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 6:33 AM

અમદાવાદથી કેવડિયા માટે ધામધૂમથી સી પ્લેનનું ઉદ્દઘાટન કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ ભાગ્યે જ એ પ્લેન ગુજરાતના ગગનમાં અને સાબરમતી કિનારે જોવા મળ્યું. બાકીનો સમય પ્લેનની બસ મરામત જ કરવામાં આવી છે. આવામાં આહેવાલ આવી રહ્યા છે કે, સી પ્લેનના પાર્કિંગના સ્થળ પાસે નવું હેલિપેડ બની રહ્યું છે.જ્યાંવોટર એરોડ્રામ પાસે હેલિપેડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જાહેર છે કે લાંબા સમયથી ખોરંભે ચઢેલી સી-પ્લેન સુવિધા વચ્ચે હેલિપેડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

ત્યારે બર્ડહિટ રોકવા, રેસ્ક્યુ કરવા, લિફ્ટ કરવા અને રેમ્પ માટેનું આ આયોજન કરવામાં આવ્યું છે. આ કામ માટે ટેન્ડર સહિત હેલિપેડ બનાવવા અને ટ્રાયલ લેવા સહિતની પ્રક્રિયા કરવામાં આવી છે. તો હેલિપેડની ટેન્ડર પ્રક્રિયાને લઈને સવાલ પણ ઉઠ્યા છે. ટ્રાયલ લઈને હેલિપેડ અંગેની સુવિધા માટે જાહેરાત પણ કરવામાં આવી શકે છે. તો બીજી તરફ સી-પ્લેન મેઇન્ટેનન્સ વધુ માગતુ હોવાથી બંધ હાલતમાં છે. અને સરકાર બે નવા સી-પ્લેનની ખરીદી કરશે એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે પ્રધાનમંત્રીએ 2020 માં 31 ઓક્ટોબરના દિવસે સી-પ્લેનની શરૂઆત કરાવી હતી. જેને હવે એક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. ત્યારે અહેવાલો અનુસાર આ પ્લેનમાં માત્ર 2,500 લોકોએ જ ઉડાન ભરી છે. સરેરાશ જોઇએ તો રોજનાં 6થી 7 લોકોનો જ આંકડો બેસે છે. તો વારંવાર આ પેન મેન્ટેનન્સમાં જ જોવા મળે છે. અમદાવાદ કેવડિયા કરતા આ પ્લેન વધુ માલદિવ્સ જતું રહે છે. આ સંજોગોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કેટલે અંશે યોગ્ય તે વાત હવે દરેક જગ્યાએ ચર્ચાઇ રહી છે.

 

આ પણ વાંચો: ગુજરાતમાં LRD ની 10,459 જગ્યા માટે સવા લાખ અરજી, 09 નવેમ્બર સુધી અરજી કરી શકાશે

આ પણ વાંચો: સાબરમતી નદીમાં છોડવામાં આવતા પાણીના રેકોર્ડમાં ગડબડ ચિંતાનો વિષય: ગુજરાત હાઈકોર્ટ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">