AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાગલાવાદી ઇલ્તિજા મુફ્તીનું X એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધ, ભડકાઉ ભાષણનો વીડિયો કર્યો હતો શેર

ભારતમાં ઇલ્તિજા મુફ્તીના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમના પર સૈયદ અલી શાહ ગિલાની દ્વારા ભડકાઉ ભાષણ શેર કરવાનો આરોપ છે, જે અલગતાવાદી લાગણીઓને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ કાર્યવાહી તેમની સામે કેસ નોંધાયા બાદ કરવામાં આવી છે.

ભાગલાવાદી ઇલ્તિજા મુફ્તીનું X એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધ, ભડકાઉ ભાષણનો વીડિયો કર્યો હતો શેર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2026 | 6:24 PM
Share

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તીનું X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ ભારતમાં સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. મરહૂમ અલગતાવાદી નેતા, સૈયદ અલી શાહ ગિલાની દ્વારા અપાયેલ પ્રવચન સોશિયલ મીડિયા X શેર કરવા બદલ તેમની સામે કેસ નોંધાયાના થોડા દિવસો બાદ જ આ પગલું લેવામાં આવ્યું છે.

અહેવાલો અનુસાર, ઇલ્તિજા મુફ્તી પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સૈયદ અલી શાહ ગિલાની દ્વારા કથિત ભડકાઉ ભાષણનો વીડિયો શેર કરવાનો આરોપ છે. જે અલગતાવાદી લાગણીઓને પ્રોત્સાહન આપવા માટે માનવામાં આવતું હતું. સુરક્ષા એજન્સીઓએ આ બાબતની ગંભીર નોંધ લીધી હતી. તેમની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ઇલ્તિજાનું X એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું

ભારતમાં હવે તેમનું સોશિયલ મીડિયા X એકાઉન્ટ સસ્પેન્ડ થતાં, રાજકીય વર્તુળોમાં આ મુદ્દાને લગતી ચર્ચાઓ તેજ બની છે. જોકે, ઇલ્તિજા મુફ્તી કે તેમના રાજકીય પક્ષે અત્યાર સુધી આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.

ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ સોશિયલ મીડિયા પર શેર થતી સામગ્રી, ખાસ કરીને અલગતાવાદ, આતંકવાદ અથવા કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ સાથે જોડાયેલી પોસ્ટ્સ અંગે સતત સતર્ક રહે છે.

ઈલ્તિજા મુફ્તિનુ સસ્પેન્ડ થયેલ સોશિયલ મીડિયા X એકાઉન્ટ

અલગતાવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવાના આરોપો

જમ્મુ અને કાશ્મીરમાં અધિકારીઓએ “ભાગલાવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવા, ખોટી માહિતી ફેલાવવા અને ભારતની શાંતિ, સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે હાનિકારક ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઉશ્કેરવાના હેતુથી” અજાણ્યા વ્યક્તિઓ સામે FIR નોંધ્યાના થોડા દિવસો પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

29 એપ્રિલના રોજ, ઇલ્તિજા મુફ્તીએ X પર મરહૂમ હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ (UT) માં મહેસૂલ સેવાઓમાંથી ઉર્દૂ ભાષાને દૂર કરવાના J&K સરકારના નિર્ણયના સંદર્ભમાં ઇલ્તિજા મુફ્તીએ, આ વીડિયો ઓનલાઈન પોસ્ટ કરતી વખતે, મુફ્તીએ ટિપ્પણી કરી હતી કે, ગિલાની સાહેબની વિચારધારા સાથે સહમત નથી શક્તિ પરંતુ ઉર્દૂના મહત્વ ઉપર ભાર મૂકતો ગિલાનીનો આ જૂનો વીડિયો વિવિધ કારણોસર અર્થપૂર્ણ છે અને જોવા યોગ્ય છે. ઇલ્તિજા મુફ્તીએ X પર મરહૂમ હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીનો એ વીડિયો પોસ્ટ કર્યા બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો. આના પગલે જમ્મુ અને કાશ્મીર સરકારે ઉપરોક્ત કાર્યવાહી કરી છે.

ભારતમાં ઘૂસણખોરી રોકવા માટે સુવેન્દુ અધિકારીની સરકારનો મોટો નિર્ણય, સરહદની જમીન BSFને આપી દેવાશે, જાણો બીજા મહત્વના નિર્ણયો

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">