પાકિસ્તાનથી ગેરકાયદે રીતે ભારત આવેલી સીમા હૈદરને હવે હુમલા બાદ પાકિસ્તાન પરત મોકલાશે? શું કહે છે કાયદો ?
પહલગામમાં બર્બરતાપૂર્ણ આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના વીઝા રદ કરી દીધા છે. ત્યારે સીમા હૈદરની નાગરિક્તા પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. જો કે તેના વકીલે દાવો કર્યો છે કે ભારત સરકારના નિર્ણયની સીમા હૈદર પર કોઈ અસર નહીં થાય. સીમાનો કેસ બિલકુલ અલગ છે. સીમાને જામીન મળ્યા છે અને શરણાર્તીના રૂપમાં તેની અરજી લંબિત છે.

પહલગામમાં બર્બરતાપૂર્ણ આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના વીઝા રદ કરી દીધા છે. ત્યારે સીમા હૈદરની નાગરિક્તા પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. જો કે તેના વકીલે દાવો કર્યો છે કે ભારત સરકારના નિર્ણયની સીમા હૈદર પર કોઈ અસર નહીં થાય. સીમાનો કેસ બિલકુલ અલગ છે. સીમાને જામીન મળ્યા છે અને શરણાર્તીના રૂપમાં તેની અરજી લંબિત છે.
સીમાને યુપીની કોર્ટે આપ્યા છે જામીન
પહલગામમાં થયેલા નિર્દોષ પ્રવાસીઓ પર કરાયેલા બર્બરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે અહીં રહેતા તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દીધા છે. તેમને 48 કલાકની અંદર દેશ છોડવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, મોટો પ્રશ્ન એ છે કે શું પાકિસ્તાનથી ગેરકાયદે રીતે ભારત આવેલી સીમા હૈદરને પણ પાકિસ્તાન પરત મોકલી દેવાશે? આ પ્રશ્નનો જવાબ સીમા હૈદરના વકીલ અને દત્તક લીધેલા ભાઈ એપી સિંહે આપ્યો છે. તેમણે કહ્યું કે આ કેસ તદ્દન અલગ છે. એપી સિંહે કહ્યું કે સીમા હૈદરને ઉત્તર પ્રદેશ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.સીમાએ અહીં સચિન મીણા સાથે લગ્ન કર્યા છે અને તે સચિનના એક બાળકની માતા પણ છે.
“સીમાનો કેસ અલગ, સીમા અહીં શરણાર્થી”
વકીલ એપી સિંહના મતે, સીમા હૈદરના તમામ દસ્તાવેજો કેન્દ્રીય તપાસ એજન્સીઓ પાસે છે. એટલું જ નહીં, સીમા હૈદર દેશમાં શરણાર્થી તરીકે રહે છે અને આ અંગેની તેમની અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં, તેને હાલમાં દેશ છોડવાની જરૂર નથી. પહલગામ હુમલા પછી ભારત સરકારે લીધેલા નિર્ણયની વાત કરીએ તો, આ નિર્ણય સીમા હૈદરના કિસ્સામાં લાગુ પડતો નથી. આ કેસ સંપૂર્ણપણે અલગ છે અને તેથી આ નિર્ણયની સીમા હૈદરના કેસ પર કોઈ અસર થશે નહીં.
સચિન મીણા સાથે લગ્ન કર્યા
તમને જણાવી દઈએ કે સીમા હૈદર મૂળ પાકિસ્તાનની છે. PUBG રમતી વખતે, તે ગ્રેટર નોઈડાના રબુપુરાના રહેવાસી સચિન મીણાના સંપર્કમાં આવી. PUBG રમતી વખતે બંને પ્રેમમાં પડ્યા અને પછી સીમા હૈદરે તેના પતિ ગુલામ હૈદરને છોડી દીધો અને તેના ચાર બાળકો સાથે નેપાળ થઈને ગેરકાયદે રીતે ભારત આવી ગઈ. અહીં, વકીલ એપી સિંહની મદદથી, તેણીએ સચિન મીણા સાથે લગ્ન કર્યા અને તાજેતરમાં, તેણીએ સચિન મીણાથી એક બાળકને જન્મ પણ આપ્યો છે.
ગુલામે પણ વિનંતી કરી
એપી સિંહે કહ્યું કે સીમા હૈદર ભારત આવી ત્યારથી જ ભારતીય કાયદાઓનું પાલન કરી રહી છે. તેમણે કહ્યું કે સીમા હૈદરને ઉત્તર પ્રદેશ અને દેશની સરકાર પાસેથી સંપૂર્ણ આશા છે. બીજી તરફ, સીમા હૈદરના પહેલા પતિ ગુલામ હૈદરે પણ ભારત સરકારને અપીલ કરી છે. ગુલામે કહ્યું કે સીમા હૈદરને ભારતમાંથી બહાર કાઢવાની આ યોગ્ય તક છે. જો તેને દેશનિકાલ ન કરવામાં આવે, તો તેને ભારતમાં જ સજા થવી જોઈએ, પરંતુ તેના ચાર બાળકોને તેની પાસે મોકલવા જોઈએ.
