120 વર્ષમાં બીજી વાર February માસમાં જોવા મળી આટલી ગરમી, તો શું આ વર્ષે તૂટશે ગરમીનો રેકોર્ડ

120 વર્ષમાં બીજી વાર February  માસમાં જોવા મળી આટલી ગરમી, તો શું આ વર્ષે તૂટશે ગરમીનો રેકોર્ડ

હવામાન વિભાગે ફેબ્રુઆરી માસના હેરાન કરનારા આંકડા જાહેર કર્યા છે. જેમાં જણાવવામાં આવ્યું કે ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધારે તાપમાન જોવા મળ્યું છે.

Chandrakant Kanoja

| Edited By: Utpal Patel

Mar 01, 2021 | 6:14 PM

હવામાન વિભાગે February  માસના હેરાન કરનારા આંકડા જાહેર કર્યા છે. જેમાં જણાવવામાં આવ્યું કે ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધારે તાપમાન જોવા મળ્યું છે. જે 120 વર્ષમાં બીજી વાર આટલી ગરમી February માસમાં જોવા મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વર્ષ 1901 ના લઇને અત્યાર સુધીના ડેટાના આધારે કહ્યું હતું કે આ પૂર્વે વર્ષ 1960 માં February મહિનામાં સરેરાશ તાપમાન 27.9 ડિગ્રી રહ્યું હતું. તેની સાથે આઇએમડીએ જણાવ્યું કે 120 વર્ષમાં આ બીજી વાર જોવા મળ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે રાજધાનીના લધુત્તમ તાપમાન 15.6 ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. જે સરેરાશ તાપમાન કરતાં ત્રણ ડિગ્રી વધારે હતું. જયારે મહત્તમ તાપમાન 32.3 ડિગ્રી સેલ્સિયસ હતું.

હવામાન વિભાગે સોમવારે સવારે ઝાકળ સાથેના ચોખ્ખા હવામાનની આગાહી કરી હતી. જેમાં મહત્તમ અને લધુત્તમ તાપમાન ક્રમશ 31 અને 13 ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહેવાની સંભાવના હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે વાસ્તવિક આંકડામાં દિલ્હીના AQI 211 નોંધાયું છે. તેમજ તેની સાથે દિલ્હીની વાયુ ગુણવત્તા સમગ્ર દિવસ ખરાબ શ્રેણીમાં રહી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati