AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત ફરી ખરીદવા જઈ રહ્યું છે કરોડના શસ્ત્રો, ભારતીય સેનાની તાકાત વધારવા 1 લાખ કરોડના સંરક્ષણ સોદાને મંજૂરી !

ભારતીય સેનાને વધુ મજબૂત કરવા માટે ભારત સરકારે 1 લાખ કરોડ રૂપિયાના શસ્ત્રોની ખરીદીને મંજૂરી આપી છે. ચાલો જાણીએ કે ભારતીય સેનામાં અન્ય કયા કયા ખતરનાક હથિયારો સામેલ થવા જઈ રહ્યા છે.

ભારત ફરી ખરીદવા જઈ રહ્યું છે કરોડના શસ્ત્રો, ભારતીય સેનાની તાકાત વધારવા 1 લાખ કરોડના સંરક્ષણ સોદાને મંજૂરી !
India is going to buy weapons
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 1:07 PM
Share

રક્ષા મંત્રાલયે ભારતીય સેનાની તાકાત વધારવા માટે માર્ચ મહિનામાં 1 લાખ કરોડના સંરક્ષણ સોદાને મંજૂરી આપી છે. સ્વદેશી કંપનીઓ પાસેથી રૂ. 30,000 કરોડના સંરક્ષણ સોદાને મંજૂરી આપવામાં આવી છે, જેમાં એર ડિફેન્સ સિસ્ટમ્સ માટે રૂ. 6,000 કરોડની ડીલ કરવામાં આવી છે. અગાઉ 17 માર્ચે 70 હજાર કરોડના સંરક્ષણ સોદાને મંજૂરી આપવામાં આવી હતી.

સંરક્ષણ મંત્રાલયે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ મેક ઇન ઇન્ડિયાને વધુ મજબૂત કરવા માટે ભારતીય કંપનીઓ સાથે 30 હજાર કરોડ રૂપિયાથી વધુની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત સેના માટે હથિયારો, દરિયાઈ જહાજો, મિસાઈલ સિસ્ટમ અને અન્ય સાધનો ખરીદવાના જેવા અનેક શસ્ત્રો ખરીદવામાં આવશે. ત્યારે આ શસ્ત્રો ખરીદાતા ભારતીય સેના વધુ મજબુત બનશે.

ભારત ખરીદશે 1 લાખ કરોડના શસ્ત્રો

જણાવી દઈએ કે નેવી માટે 11 નેક્સ્ટ જનરેશન પેટ્રોલ વેસલ્સ અને 6 નેક્સ્ટ જનરેશન મિસાઈલ વેસલ્સની ખરીદી માટે 19,600 કરોડ રૂપિયાની સૌથી વધુ ડિફેન્સ ડીલ કરવામાં આવી છે. તે જ સમયે, સેનાએ 6000 કરોડ રૂપિયાની આકાશ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની બે રેજિમેન્ટ ખરીદવા માટે ભારત ડાયનેમિક્સ લિમિટેડ સાથે કરાર કર્યો છે.

સંરક્ષણ મંત્રાલયે ડીલને આપી મંજૂરી

ઉપરાંત, સંરક્ષણ મંત્રાલયે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથે રૂ. 1700 કરોડની કિંમતની 13 Linux-U2 ફાયર કંટ્રોલ સિસ્ટમ્સ માટે કરાર કર્યા છે. 11 પેટ્રોલ વેસલ્સ બનાવવાનો કોન્ટ્રાક્ટ ગોવા શિપયાર્ડ લિમિટેડ અને ગાર્ડન રીચ શિપબિલ્ડીંગ એન્ડ એન્જિનિયર્સ કોલકાતાને આપવામાં આવ્યો છે. આ ડીલ 9,781 કરોડ રૂપિયામાં થઈ છે.

બ્રહ્મોસ , યુદ્ધ જહાજ જેવા અનેક શસ્ત્રો ખરીદશે

નોંધપાત્ર રીતે, આમાંથી 7 જીએસએલ દ્વારા બનાવવામાં આવશે જ્યારે 4 જીઆરએસી દ્વારા કરવામાં આવશે અને આ સંપૂર્ણપણે સ્વદેશી જહાજો હશે. તેમનો સપ્લાય સપ્ટેમ્બર 2026 મહિનાથી શરૂ થશે. આ ડિફેન્સ ડીલમાં બ્રહ્મોસ મિસાઈલ, યુદ્ધ જહાજ અને એર ડિફેન્સ સિસ્ટમની ખરીદીનો સોદો પણ સામેલ છે. ભારતની આ ખાસ તૈયારી જોઈને દુશ્મન દેશો સરહદ પર આંખ ઉંચી કરી શકશે નહીં.

ભારતીય સેનાને વધુ મજબૂત કરવા માટે ભારત સરકારે 1 લાખ કરોડ રૂપિયાના શસ્ત્રોની ખરીદીને મંજૂરી આપી છે. ત્યારે ખરીદાવા જઈ રહેલ શસ્ત્રોમાં અનેક જળ જમીન અને વાયુને સુરક્ષા પુરી પાડતા અનેક શસ્ત્રો ખરીદવાના છે. જો કે આ અગાઉ પર ભારતએ આવી જ ઘણી મોટી ડિલ કરી હતી જેમાં ખતરનાક હથિયારો પણ સામેલ હતા છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">