હોસ્ટેલમાંથી અપહરણ કર્યુ, ચાર દિવસ સુધી કર્યો સામુહિક બળાત્કાર, જાહેર રોડ પર ફેંક્યો મૃતદેહ, 35 વર્ષ બાદ હાથ ધરાઈ સરલા ભટ્ટ કેસની તપાસ
આતંકવાદીઓએ બંદૂકની અણીએ નર્સ સરલા ભટ્ટનું અપહરણ કર્યું હતું. પાંચ દિવસ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. એવો આરોપ છે કે આ સમય દરમિયાન સરલા ભટ્ટ પર ઘણી વખત સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. સરલાના શરીર પર કાપાના, સિગારેટના ડામના નિશાન હતા. કાશ્મીરી પંડિતોમાં આતંક ફેલાવવા માટે, સરલાના શરીરને વિકૃત કરીને ફેંકી દેવામાં આવ્યું હતું.

Sarla Bhatt murder case : કાશ્મીરના ખીણ પ્રદેશમાં વસતા કાશ્મીરી પંડિતોમાં આતંક ફેલાવવા માટે સરલા ભટ્ટની હત્યા કરવામાં આવી હતી. તેમનું હોસ્પિટલની હોસ્ટેલમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ પછી તેમનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો. 35 વર્ષ પછી સરલા ભટ્ટ હત્યા કેસની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં જમ્મુ કાશ્મીરની તપાસ એજન્સીએ અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.
જમ્મુ કાશ્મીર રાજ્યની તપાસ એજન્સી (SIA) એ શ્રીનગરમાં 35 વર્ષ જૂના સરલા ભટ્ટ હત્યા કેસમાં ફરી તપાસ શરૂ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે, એજન્સીએ કાશ્મીરી પંડિત સરલા ભટ્ટની હત્યા કેસમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. 1990માં હોસ્પિટલમાં નર્સ સરલા ભટ્ટ હત્યાના બનાવે સમગ્ર કાશ્મીર ખીણ ક્ષેત્રમાં સનસનાટી મચાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, તપાસ એજન્સીએ મધ્ય કાશ્મીરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે, પ્રતિબંધિત સંગઠન જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ સાથે સંકળાયેલા લોકોના ઘરે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પીટીઆઈના અહેવાલ મુજબ, JKLF નેતા પીર નૂરુલ હક શાહ એટલે કે એર માર્શલના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે.
કોણ હતા કાશ્મીરી પંડિત સરલા ભટ્ટ
સરલા ભટ્ટ અનંતનાગના રહેવાસી હતા. તેઓ શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં નર્સ હતી. 19 એપ્રિલ 1990ના રોજ તે અચાનક તેમની હોસ્ટેલમાંથી ગાયબ થઈ ગઈ. બાદમાં, તેનો મૃતદેહ શ્રીનગરના એક નિર્જન વિસ્તારમાં મળી આવ્યો. તેના આખા શરીર પર ગોળીઓના નિશાન હતા. આ વાત દર્શાવે છે કે તેની હત્યા કેટલી ક્રૂરતાથી કરવામાં આવી હતી. આ સમાચાર બહાર આવ્યા પછી, સમગ્ર ખીણમાં તણાવ ફેલાઈ ગયો.
આ તે સમય હતો, જ્યારે કાશ્મીરમાં ટાર્ગેટ કિંલીગ સ્વરૂપે હત્યાકાંડનો માહોલ સર્જાયેલા હતો. મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો પોતાના ઘર છોડીને સ્થળાંતર કરી રહ્યા હતા. દરમિયાન, સરલા ભટ્ટની હત્યાએ સનસનાટી મચાવી હતી. આ ઘટનાને પણ ટાર્ગેટ કિલિંગનો ભાગ માનવામાં આવી રહી હતી. તાજેતરમાં, સરલા ભટ્ટ હત્યા કેસ SIA ને સોંપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, એજન્સીએ નવેસરથી તપાસ શરૂ કરી છે.
માહિતી અનુસાર, આતંકવાદીઓએ બંદૂકની અણીએ સરલા ભટ્ટનું અપહરણ કર્યું હતું. પાંચ દિવસ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. એવો આરોપ છે કે આ સમય દરમિયાન સરલા ભટ્ટ પર ઘણી વખત સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. સરલાના શરીર પર કાપાના, સિગારેટના ડામના નિશાન હતા. કાશ્મીરી પંડિતોમાં આતંક ફેલાવવા માટે, સરલાના શરીરને વિકૃત કરીને ફેંકી દેવામાં આવ્યું હતું. જ્યારે લાશ મળી ત્યારે સરલાના હાથ-પગ બાંધેલા હતા અને તેનું મોં કપડાથી ભરેલું હતું. આ ઉપરાંત, તેના શરીર પર ગોળીઓના ઘા હતા.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો