સત્તા માટે અંગ્રેજો સાથે મિલાવી શકે છે હાથ, RSSના ઈન્દ્રેશ કુમારે રાહુલ ગાંધી પર કર્યા પ્રહારો

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 6:50 PM

હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના લંડનમાં ભાષણ પર RSS નેતાનું નિવેદન આવ્યું છે. સંગઠનના નેતા ઈન્દ્રેશ કુમારે કહ્યું કે, રાહુલ ગાંધી સત્તા મેળવવા માટે અંગ્રેજો સાથે હાથ મિલાવી શકે છે. આરએસએસનું કોઈ કાંઈ બગાડી નહીં શકે. સંઘનો ગમે તેટલી ગાળો આપવાની કોશિશ કરો, પણ સંઘ ન તો બદનામ થયો છે કે ન તો ગંદો થયો છે.

સત્તા માટે અંગ્રેજો સાથે મિલાવી શકે છે હાથ, RSSના ઈન્દ્રેશ કુમારે રાહુલ ગાંધી પર કર્યા પ્રહારો
Image Credit source: Google

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઈન્દ્રેશ કુમારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અજ્ઞાનતાના માસ્ટર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ સ્વતંત્રતા સેનાની અને કોંગ્રેસનું જ અપમાન કર્યું છે. RSS નેતા રાહુલના લંડનના ભાષણનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જ્યાં તેમણે કહ્યું હતું કે તે સત્તા મેળવવા માટે અંગ્રેજો સાથે હાથ મિલાવી શકે છે. લોકશાહી, દેશની રાજકીય પરિસ્થિતિ, RSS અને મોદી સરકારની કાર્ય પદ્ધતિ વિશે વાત પણ વાત કરી હતી.

આ પણ વાચો: રાહુલ ગાંધીનો RSS પર સૌથી મોટો હુમલો, કહ્યુ- માથું કપાવી નાખીશ, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઓફિસે જઈશ નહીં

રાહુલ ગાંધીના ભાષણ પર દેશના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો અને ભાજપના નેતાઓ અને કેન્દ્ર સરકારના મંત્રીઓએ રાહુલ પર વિદેશ જઈને દેશને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તરફથી રાહુલ ગાંધીને જવાબ આપવામાં આવ્યો છે. સંસ્થાના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય અને સંગઠનની મુસ્લિમ પાંખના પ્રમુખ ઈન્દ્રેશ કુમારે કહ્યું કે ભગવાન તેમને જ્ઞાન આપે, નહીં તો તેઓ જય શ્રી રામ અને જય સિયા રામ વચ્ચે તફાવત કરતા રહેશે.

સંઘ ન બદનામ થયો કે ન ગંદો થયો: ઈન્દ્રેશ કુમાર

ઇન્દ્રેશ કુમારે કહ્યું હતું કે અમે જેની સાથે આઝાદી માટે લડ્યા હતા, તે વિદેશી પાસેથી મદદ લેવી એ માત્ર સ્વતંત્રતા સેનાનીનું અપમાન નથી, પરંતુ તે કોંગ્રેસનું પણ અપમાન છે અને તેઓ સત્તા માટે અંગ્રેજો સાથે હાથ પણ મિલાવી શકે છે. લંડન સ્થિત થિંક-ટેંક ચથમ હાઉસમાં બોલતા કોંગ્રેસના નેતાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કટ્ટરવાદી અને ફાસીવાદી સંગઠન ગણાવ્યું હતું. ઈન્દ્રેશ કુમારે કહ્યું કે આરએસએસનું કોઈ કાંઈ બગાડી નહીં શકે. સંઘનો ગમે તેટલી ગાળો આપવાની કોશિશ કરો, પણ સંઘ ન તો બદનામ થયો છે કે ન તો ગંદો થયો છે.

રાહુલે RSSને ફાસીવાદી ગણાવ્યું હતું

રાહુલે ચથમ હાઉસમાં કહ્યું કે, ભારતમાં લોકતાંત્રિક મૂલ્યો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે અને તેનું કારણ RSS નામનું સંગઠન છે, જે એક કટ્ટરવાદી અને ફાસીવાદી સંગઠન છે, જેને ભારતની લગભગ સંસ્થાઓને ‘કબજે’ કરી લીધી છે. આશ્ચર્ય વ્યક્ત કરતા રાહુલે કહ્યું કે, મીડિયા, ન્યાયતંત્ર, સંસદ અને ચૂંટણી પંચ બધા ભયના પડછાયા હેઠળ છે અને તેના પર સીધા અથવા અન્ય માધ્યમથી નિયંત્રણ કરવામાં આવે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati