Robert Vadra કોરોના પોઝીટીવ, પ્રિયંકા ગાંધીએ રદ કર્યા તમામ ચૂંટણી પ્રવાસ

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને દેશના જાણીતા ઉદ્યોગપતિ અને રોબર્ટ વાડ્રાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પ્રિયંકા ગાંધીએ એક વીડિયો શેર કરીને આ વિશે માહિતી આપી છે.

  • tv9 webdesk33
  • Published On - 14:42 PM, 2 Apr 2021
Robert Vadra કોરોના પોઝીટીવ, પ્રિયંકા ગાંધીએ રદ કર્યા તમામ ચૂંટણી પ્રવાસ
Robert Vadra કોરોના પોઝીટીવ

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને દેશના જાણીતા ઉદ્યોગપતિ અને Robert Vadra નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પ્રિયંકા ગાંધીએ એક વીડિયો શેર કરીને આ વિશે માહિતી આપી છે. જોકે, પ્રિયંકા ગાંધીનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે રોબર્ટ પોઝિટિવ આવ્યા બાદ મેં મારો આસામ પ્રવાસ રદ કર્યો છે. હું હવે આઈસોલેશનમાં રહીશ.

પ્રિયંકાનો આસામ, તમિલનાડુ અને કેરળનો પ્રવાસ રદ 

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, તાજેતરમાં કોરોના ચેપના સંપર્કમાં આવવાને કારણે મે મારો આસામ, તામિલનાડુ અને કેરળનો પ્રવાસ રદ કર્યો છે. મારો ગઈ કાલનો કોરોના રીપોર્ટ અહ નેગેટીવ આવ્યો છે, પરંતુ ડોકટરોની સલાહથી, હું આગામી થોડા દિવસોથીઆઈસોલેશનમાં રહીશ. આ અસુવિધા બદલ હું તમારા બધાની માફી માંગું છું. હું કોંગ્રેસની જીત માટે પ્રાર્થના કરું છું.

ઉલ્લેખનીય છે છે કે, પ્રિયંકા ગાંધી આજે આસામમાં ત્રણ ઈલેકશન રેલી યોજાવાના હતા. પ્રિયંકા બપોરે 12 વાગ્યે ગોલપરા પૂર્વમાં, ગોલકગંજમાં બપોરે 1.30 વાગ્યે અને સરુક્ષેત્રી બપોરે સાડા ત્રણ વાગ્યે જાહેર સભાને સંબોધિત કરવાના હતા.

દેશમાં કોરોનાના 81, 466 નવા કેસ નોંધાયા

દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે આજે દેશમાં કોરોનાના 81, 466 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા છ મહિનામાં સૌથી વધુ છે. નવા કેસો આવ્યા બાદ હવે દેશમાં ચેપનો કુલ આંક એક કરોડ ત્રેવીસ લાખને પાર કરી ગયો છે . જેમાં મળતી માહિતી પ્રમાણે દેશમાં 2 ઓક્ટોબર 2020 ના રોજ એક જ દિવસમાં 81 હજાર 484 નવા ચેપ નોંધાયા હતા. મોટી વાત એ છે કે ગઈકાલે 469 લોકોના કોરોનાના લીધે મોત થયા હતા,. આ અગાઉ 6 ડિસેમ્બરે ૨૦૨૦ના રોજ 24 કલાકમાં ચેપથી મૃત્યુના 482 કેસ નોંધાયા હતા.

આઠ રાજયોમાં કોરોનાના 84.61 ટકા કેસ 

ભારતમાં કોરોનાએ ફરીથી તેની ગતિ વધારી છે. જેના પગલે કેન્દ્ર સરકાર શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કેબિનેટ સચિવની બેઠક કરી રહી છે. કેબિનેટ સચિવો વિડીયો કોન્ફરન્સ દ્વારા અસરગ્રસ્ત રાજ્યો સાથે વાતચીત કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બેઠક બાદ કેન્દ્ર રાજ્યો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડશે.

દેશના આઠ રાજયોમાં કોરોનાના નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, કેરળ, પંજાબ, તમિલનાડુ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. આ રાજ્યોમાં કોરોનાના 84.61 ટકા કેસ નોંધાયા છે.