ધાર્મિક મેળાવડા, ખેડૂત આંદોલન અને રાજકીય રેલીઓ છે સુપર સ્પ્રેડર: જાણો કોણે આપ્યું આ મોટું નિવેદન

ધાર્મિક મેળાવડા, ખેડૂત આંદોલન અને રાજકીય રેલીઓ છે સુપર સ્પ્રેડર: જાણો કોણે આપ્યું આ મોટું નિવેદન
જનમેદની (File Image - PTI)

કોરોના અતિશય વધી રહ્યો છે ત્યારે એક રાષ્ટ્રીય સલાહકાર કોરોના ફેલાવવાના કારણો પર મોટું નિવેદન આપ્યું છે. આ ઉપરાંત લોડડાઉનના સમર્થનમાં પણ સુર છેડ્યા છે.

Gautam Prajapati

|

Apr 15, 2021 | 10:41 AM

રાજકીય રેલીઓ, ધાર્મિક મેળાવડા અને ખેડૂત આંદોલન કોરોના વાયરસના સુપર સ્પ્રેડર તારીકી સાબિત થઈ રહ્યા છે. આ કહેવું છે રસીકરણ અંગે રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથ (એનટીએફઆઈ) ના અધ્યક્ષ ડો. એનકે અરોરાનું. ડો અરોરાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંગાળમાં ચૂંટણી, હરિદ્વારમાં કુંભ મેળો અને દિલ્હીની સરહદો પર ખેડૂત આંદોલન ચાલી રહ્યા છે. જોકે, તેમણે કોઈ વિશેષ ઘટનાનું નામ નથી લીધું.

વધુ બેદરકાર થઇ ગયા યુવાનો

તેમણે કહ્યું, ‘અમે જોઈ રહ્યા છીએ કે યુવા વર્ગના લોકો વધુ બેદરકાર બની ગયા છે. તેઓ નાના-નાના જૂથોમાં ભેગા થઈ પાર્ટીઓ કરી રહ્યા છે. આપણે સામાજિક, ધાર્મિક મેળાવડા, ખેડૂત આંદોલન અને રાજકીય રેલીઓ પણ જોઈ રહ્યા છીએ. તે બધા કોવિડના સુપર સ્પ્રેડર્સ છે. આ બંધ ન થાય ત્યાં સુધી કોઈપણ આપણી મદદ કરી શકે છે. આપણે આ વિશે ખૂબ ગંભીર બનવાની જરૂર છે અને અંતે હું કહીશ કે આ બધું રાજકીય અને અમલીકરણ સત્તાના સમર્થનથી કરવામાં આવવું જોઈએ. ‘

લોકડાઉન કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે

ડો.અરોરાએ સ્થાનિક પરિસ્થિતિઓને આધારે લોકડાઉન લાદવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જો કે દેશવ્યાપી લોકડાઉનને સમર્થન આપ્યું નથી. તેમણે કહ્યું કે આપણે ગયા વર્ષે લોકડાઉન લગાવી દીધું હતું. આપણે જાણ્યું કે મહામારીને કઈ રીતે રોકી શકાય. અમે લોકડાઉનની અસરોથી કરી રીતે બહાર આવવું એ પણ જોયું છે.

પસંદ કરેલા વિસ્તારોમાં લોકડાઉન કરવાની જરૂર છે

ડો.અરોરાએ કહ્યું કે હવે જ્યારે નવા કેસોની સંખ્યા દરરોજ લગભગ બે લાખ થઈ ગઈ છે, તો આપણે આપણા અનુભવોના આધારે આગળ વધવું જોઈએ. લોકો વચ્ચેનો સંપર્ક ઘટાડીને કોરોના વાયરસનો ફેલાવો ઘટાડી શકાય છે. આપણે પસંદગીના વિસ્તારોમાં લોકડાઉન કરવાની જરૂર છે. તેમણે મહારાષ્ટ્રનું ઉદાહરણ પણ ટાંક્યું, જેમાં 15 દિવસ માટે કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કોરોનાનો કહેર: શરદી-ખાંસી-તાવ નહીં, હવે કોરોનાના નવા વેરિયન્ટમાં છે આ લક્ષણો, જાણો વિગત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati