Rajasthan: REET કેસ મામલે ભાજપ રસ્તા પર ઉતરી, પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડ્યા, પોલીસે વોટર કેનનનો મારો ચલાવ્યો

|

Feb 15, 2022 | 6:14 PM

ભાજપના આ વિધાનસભા ઘેરાવમાં પ્રદેશ પ્રભારી અરુણ સિંહ, નેતા પ્રતિપક્ષ ગુલાબ ચંદ કટારિયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયા, કિરોડીલાલ મીણા સહિત તમામ નેતા અને હજારોની સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા.

Rajasthan: REET કેસ મામલે ભાજપ રસ્તા પર ઉતરી, પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડ્યા, પોલીસે વોટર કેનનનો મારો ચલાવ્યો
REET paper leak case: BJP holds protest outside Rajasthan Assembly

Follow us on

રાજસ્થાન સરકાર તરફથી આયોજિત રીટ પરીક્ષા (REET Exam 2021) માં પેપર લીક (REET exam paper leak) થયાના કેસમાં સીબીઆઈ (CBI) તપાસ કરવાની માંગને લઈ ભાજપે આજે પોતાના કાર્યાલયથી વિધાનસભા તરફ કુચ કરી. ભાજપના આ વિધાનસભા ઘેરાવમાં પ્રદેશ પ્રભારી અરુણ સિંહ, નેતા પ્રતિપક્ષ ગુલાબ ચંદ કટારિયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયા, કિરોડીલાલ મીણા સહિત તમામ નેતા અને હજારોની સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા. જણાવી દઈએ કે ભાજપના પ્રદર્શનમાં ભાજપ યુવા મોર્ચાના પણ હજારો કાર્યકર્તા સામેલ થયા છે. ભાજપે લગભગ બપોરે 2.30 વાગ્યે હજારો કાર્યકર્તાઓની સાથે વિધાનસભા ઘેરાવ માટે કૂચ કરવાનું શરૂ કર્યુ.

મીડિયા રિપોર્ટ મુજબ ભાજપ કાર્યકર્તાઓને પોલીસે રસ્તા વચ્ચે જ જબરજસ્તી અટકાવી દીધા. ત્યારે વિરોધ પ્રદર્શન દરમિયાન ધક્કામુકીમાં પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાના પગમાં ઈજા થઈ છે. ત્યારે ઘણા અન્ય ધારાસભ્યો અને કાર્યકરો પણ ઘાયલ થવાની આશંકા છે. આ સિવાય પોલીસે પ્રદર્શનકારીઓને હટાવવા માટે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો છે. પોલીસે વિધાનસભા સુધી પહોંચવાના દરેક રસ્તામાં ત્રણ સ્તરીય બેરિકેડિંગ લગાવી. પોલીસે આ દરમિયાન ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓને કસ્ટડીમાં પણ લીધા.

પોલીસે રસ્તામાં 4 હજાર જવાનોને ગોઠવ્યા

ભાજપના વિધાનસભા ઘેરાવને જોતા પોલીસે રાજધાની જયપુરને છાવણીમાં ફેરવી દીધું. વિધાસભાની ચાલી રહેલી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને પોલીસે 22 ગોડાઉન કલ્વર્ટની પાસે ત્રણ-સ્તરીય બેરિકેડ કરીને પ્રદર્શનકારીઓને રોકવાની વ્યવસ્થા કરી. પોલીસે 4 હજાર પોલીસ કર્મચારીઓ અને 10 IPS અધિકારીઓને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે ફાયર બ્રિગેડના વાહનો અને એમ્બ્યુલન્સને તમામ રસ્તા પર સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.

બીજી તરફ વિધાનસભા તરફ કૂચ કરતા પહેલા સતીશ પુનિયાએ REET કેસ પર સરકાર પર સીધો પ્રહાર કરતા કહ્યું કે અમારી એક જ માંગ છે કે સરકાર આ લીક કેસમાં CBI તપાસ કરાવે. આ દરમિયાન પ્રદેશ પ્રભારી અરુણ સિંહ અને અન્ય ઘણા નેતાઓએ પણ સંબોધન કર્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીને લઇને કોંગ્રેસનો સરકાર પર ગંભીર આક્ષેપ, આંદોલનની ચીમકી

આ પણ વાંચો: ભંડારામાં હાજરી આપવા માટે પહોંચેલા સાધ્વીને બંધક બનાવીને દુષ્કર્મ, મંદિરના મહંત અને ત્રણ સેવકો સામે ગુનો દાખલ

Published On - 6:04 pm, Tue, 15 February 22

Next Article