વર્ચ્યુઅલ ભણતર પર માતા-પિતાને આવશે રીયલ આંસુ, સુપ્રીમ કોર્ટે કહ્યું ભરવી પડશે 100 ટકા શાળા ફી

લોકડાઉનમાં શાળા બંધ હોવા બાદ પણ પણ માતા-પિતાએ શાળામાં પૂરે પૂરી ફી ચૂકવવી પડે છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની બિન-સહાયિત પ્રાઈવેટ શાળાઓના સંચાલનને 100% ફી વસૂલવાની મંજૂરી આપી છે.

  • Updated On - 2:29 pm, Wed, 10 February 21 Edited By: Bipin Prajapati
વર્ચ્યુઅલ ભણતર પર માતા-પિતાને આવશે રીયલ આંસુ, સુપ્રીમ કોર્ટે કહ્યું ભરવી પડશે 100 ટકા શાળા ફી
સુપ્રીમનો ચુકાદો

કોરોના મહામારીમાં સુપ્રીમ કોર્ટે શાળાઓની ફી ન ભરનારા માતા-પિતાને આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં કહ્યું છે કે કોરોના દરમિયાન લોકડાઉનમાં શાળા બંધ હોવા બાદ પણ પણ માતા-પિતાએ શાળામાં પૂરે પૂરી ફી ચૂકવવી પડે છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની બિન-સહાયિત પ્રાઈવેટ શાળાઓના સંચાલનને ગયા વર્ષે લોકડાઉન દરમિયાન 100% ફી વસૂલવાની મંજૂરી આપી છે. શાળા 6 માસિક હપ્તામાં ફી લઈ શકે છે.

પરંતુ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે જે વિદ્યાર્થીઓ શાળાની ફી જમા કરાવી શકતા નથી, તેઓને શાળામાંથી કાઢી શકાશે નહીં તેમજ તેમનું રીઝલ્ટ પણ નહીં રોકી શકશે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના એ નિર્ણય પર સ્ટે મુક્યો છે જેમાં હાઈ કોર્ટે કહ્યું હતું કે સ્કૂલ મેનેજમેંટને ટ્યુશન ફીના 60-70 ટકા લેવાની છૂટ આપવામાં આવે હતી.

જ્યારે લોકડાઉન દરમિયાન તમામ વ્યવસાયો બંધ કરવામાં આવ્યા હતા, ત્યારે હજારો લોકો બેરોજગાર બન્યા. તે સમયે તમામ રાજ્યોની સરકારોએ ખાનગી શાળાઓની ફી ઘટાડવાના આદેશો જાહેર કર્યા હતા. રાજ્ય સરકારોએ ખાનગી શાળાઓને ઓનલાઈન વર્ગો માટેની ટ્યુશન ફી લેવા અને ટ્યુશન ફીમાં પણ ઘટાડો કરવાનો આદેશ પણ આપ્યા હતા.

આ આદેશો સામે જુદા જુદા રાજ્યોના શાળા સંગઠનોએ કોર્ટનો સંપર્ક કર્યો. ઘણાં રાજ્યોની હાઇકોર્ટે માતા-પિતાને રાહત આપીને તેમના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. રાજસ્થાનની ખાનગી શાળાના સહયોગીઓએ હાઇકોર્ટમાંના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

હવે સુપ્રીમ કોર્ટે તેમના પક્ષમાં ચુકાદો આપ્યો છે. રાજસ્થાનની વિદ્યા ભવન સોસાયટી, સવાઇ માનસિંહ વિદ્યાલય, ગાંધી સેવા સદન અને કેથોલિક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન સોસાયટી ઓફ રાજસ્થાન. આ બધી સ્કૂલોએ ફી નિયમન અધિનિયમ 2016 ને કોર્ટમાં પડકાર્યો હતો.

Click on your DTH Provider to Add TV9 Gujarati