મોટા લોન ડિફૉલ્ટર્સ નામ જાહેર કરશે RBI, કેન્દ્રીય સુચના આયોગે આપ્યો આદેશ
કેન્દ્રીય સૂચના આયોગે (CIC)ના આદેશ પછી રિઝર્વ બૅંક મોટા લોન ડિફૉલ્ટર્સના નામ જાહેર કરશે. એક સામાજીક કાર્યકર્તાની અપીલ પર CICએ સમાધાન પ્રક્રિયા માટે મોકલેલા લોન ડિફૉલ્ટર્સના નામો જાહેર કરવાનો આદેશ આપ્યો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ : 06-10-2024 IPL 2025માં MS ધોનીના રમવા […]
કેન્દ્રીય સૂચના આયોગે (CIC)ના આદેશ પછી રિઝર્વ બૅંક મોટા લોન ડિફૉલ્ટર્સના નામ જાહેર કરશે. એક સામાજીક કાર્યકર્તાની અપીલ પર CICએ સમાધાન પ્રક્રિયા માટે મોકલેલા લોન ડિફૉલ્ટર્સના નામો જાહેર કરવાનો આદેશ આપ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વર્ષ 2017માં RBIના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યે કહ્યું હતું કે ઘણાં લોન ડિફૉલ્ટર્સના એકાઉન્ટના સમાધાન માટે બૅંકની પાસે મોકલવામાં આવ્યા છે. RBIએ બેન્કોને 12 મુખ્ય ખાતાઓ સામે NPAના કુલ 25 ટકા સાથે નાદારી અરજી દાખલ કરવાની સૂચના આપી હતી.
બૅંકને હવે સલાહ આપવામાં આવે છે કે અન્ય ખાતાના પણ સમાધાન કરે જો બૅંક સમય-સીમાની અંદર યોજનાને લાગૂ કરવામાં નિષ્ફળ રહેશે તો આ મામલે IBC હેઠળ દેવું સમાધાન માટે સામેલ કરવામાં આવી શકે છે. તેની પર સામાજીક કાર્યકર્તાએ તે લોન ડિફૉલ્ટર્સના નામની યાદી જોઈ જેનો ઉલ્લેખ ડેપ્યુટી ગર્વનરે કર્યો છે.
આ પણ વાંચો: અમૂલ અને મધર ડેરીએ વધાર્યા દૂધમાં ભાવ તો બાબા રામદેવે સસ્તુ પતંજલિનું ટોન્ડ મિલ્ક લોન્ચ કર્યુ
કેન્દ્રીય બૅંકે સામાજીક કાર્યકર્તાને ગોપનીયતાનો હવાલો આપતા જાણકારી આપવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ કાર્યકર્તાએ CICમાં તપાસ કરી, જ્યાં સુચના અધિકારી સુરેશ ચંદ્રાએ કહ્યું કે આ મામલો RBIના કાયદાની કલમ 45સી અને ઈ હેઠળ આવે છે. જેમાં બધા જ બૅંકોની જમા ક્રેડિટની જાણકારી ગુપ્ત માનવામાં આવશે પણ RBIને આવા મોટા લોન ડિફૉલ્ટર્સના નામ જાહેર કરવા પડશે, જેના કારણે તેમને સમાજને નુકસાન પહોંચાડયું હોય.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]