RBI 2000 Note News: સરકાર 1000ની નોટ ફરી રજૂ કરે તો નવાઈ નહીં: પી ચિદમ્બરમ

RBI 2000 Note News: RBI એ આજે ​​બજારમાંથી બે હજાર રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે 2000 રૂપિયાની નોટ છાપવામાં નહીં આવે. હવે આરબીઆઈના આ નિર્ણયને લઈને વિપક્ષ મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.

RBI 2000 Note News: સરકાર 1000ની નોટ ફરી રજૂ કરે તો નવાઈ નહીં: પી ચિદમ્બરમ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 10:44 PM

RBI 2000 Note News: લોકોને ફરી એકવાર 8 નવેમ્બર, 2016નો એ દિવસ યાદ આવ્યો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને પોતાના સંબોધનમાં 500 અને 1000ની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. 2016 પછી 2023માં ફરી એકવાર નોટબંધી થઈ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આજે ​​બજારમાંથી રૂ. 2,000ની તમામ નોટો પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે. લોકો 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં 2000ની નોટ બદલી શકશે. આરબીઆઈના આ નિર્ણયને લઈને હવે વિપક્ષ મોદી સરકાર પર આક્રમક બન્યો છે.

પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમે ટ્વીટ કર્યું કે અમે નવેમ્બર 2016માં જે કહ્યું હતું તે સાચું સાબિત થયું. 500 અને 1000ની નોટો બંધ કરીને સરકાર 2000 રૂપિયાની નોટ લાવતી હતી, જે એક મૂર્ખામીભર્યો નિર્ણય હતો. જો આગામી સમયમાં સરકાર ફરીથી 1000 રૂપિયાની નોટ રજૂ કરે તો મને આશ્ચર્ય થશે નહીં. 2000 રૂપિયાની નોટ ક્યારેય સ્વચ્છ નોટ નહોતી. મોટાભાગના લોકો આ નોટનો ઉપયોગ કરતા ન હતા. લોકો આ નોટનો ઉપયોગ કાળા નાણા માટે જ કરતા હતા.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

ઘણા લોકોને તેમની ભૂલો મોડેથી સમજાય છે – અખિલેશ

ઘણા લોકો તેમની ભૂલો મોડેથી સમજે છે. 2000ની નોટ સાથે પણ આવું જ થયું. આજે તે નિર્ણયની સજા દેશની અર્થવ્યવસ્થા અને લોકો ભોગવી રહ્યા છે. અખિલેશે કહ્યું કે શાસન મનસ્વી રીતે નથી ચાલતું, પરંતુ ઈમાનદારી અને સમજણથી ચાલે છે.

નોટબંધી એક વિનાશક તુઘલક હુકમનામું હતું – જયરામ રમેશ

પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વિટર પર લખ્યું છે કે અમારા સ્વ-ઘોષિત વિશ્વ ગુરુની વિશેષતા જુઓ. નોટબંધીના વિનાશક તુઘલકી હુકમ બાદ રજૂ કરવામાં આવેલી રૂ. 2000ની નોટ હવે પાછી ખેંચી લેવામાં આવશે.

આ પણ વાંચો : How to Identify Fake Currency : 2000 રૂપિયાની નોટ અસલી છે કે નહીં તેની તપાસ કેવી રીતે કરવી ?

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે પહેલા તેમણે કહ્યું હતું કે બે હજાર રૂપિયાની નોટ લાવીને ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. હવે તેઓ કહી રહ્યા છે કે 2000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવવાથી ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે. અમે કહીએ છીએ કે વડાપ્રધાન શિક્ષિત હોવા જરૂરી છે. અભણ પીએમ કંઈ પણ બોલે છે અને જનતા ભોગવે છે.

આરબીઆઈએ જણાવ્યું છે કે નવેમ્બર 2016માં રજૂ કરવામાં આવેલી 2000ની નોટ સામાન્ય રીતે વ્યવહારોમાં ઉપયોગમાં લેવાતી નથી. આરબીઆઈનું માનવું છે કે 2000 સિવાયની નોટો લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે ઉપલબ્ધ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
g clip-path="url(#clip0_868_265)">