AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITBP ના 260 જવાનોને કેન્દ્રીય ગૃહ પ્રધાનના સ્પેશિયલ ઓપરેશન મેડલથી સન્માનિત કરાયા, 20 જવાનોને મળ્યો વીરતા ચંદ્રક

ભારત-ચીન યુદ્ધ દરમિયાન 1962 માં સ્થપાયેલ ITBP દેશની 3,488 km લાંબી હિમાલયની સરહદોની રક્ષા કરે છે. આ દળ તેના પર્વતારોહણ પરાક્રમ અને મુશ્કેલ રેન્જમાં ઊંચાઈ પર તૈનાતી માટે જાણીતું છે.

ITBP ના 260 જવાનોને કેન્દ્રીય ગૃહ પ્રધાનના સ્પેશિયલ ઓપરેશન મેડલથી સન્માનિત કરાયા, 20 જવાનોને મળ્યો વીરતા ચંદ્રક
ITBP - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 2:42 PM
Share

ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ના 260 જવાનોને વિશેષ ઓપરેશન્સ માટે લદ્દાખમાં રાષ્ટ્રીય એકતા દિવસ, 2021 પર કેન્દ્રીય ગૃહ પ્રધાનના વિશેષ ઓપરેશન મેડલથી નવાજવામાં આવ્યા છે. આઈટીબીપીના જવાનોએ બર્ફીલા ઊંચાઈઓ પર તેમના ઓપરેશન ‘સ્નો લેપર્ડ’ દ્વારા લદ્દાખમાં વિપરીત પરિસ્થિતિમાં સરહદોનું રક્ષણ કર્યું. ફોર્સે તમામ ભાગીદાર સંસ્થાઓ વચ્ચે સંપૂર્ણ સંકલન અને સહકાર સાથે ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક આયોજન અને ગ્રાઉન્ડ ઓપરેશન્સનું કાર્યક્ષમ અમલીકરણ કર્યું.

પુરસ્કાર મેળવનારાઓમાં દીપમ સેઠ, તત્કાલીન ઇન્સ્પેક્ટર જનરલ (નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર) ITBPનો સમાવેશ થાય છે, જેઓ વરિષ્ઠ સુપ્રીમ મિલિટરી કમાન્ડર (SHMC) સ્તરની 10 રાઉન્ડની વાટાઘાટો માટે ભારતીય પ્રતિનિધિ મંડળના સભ્ય હતા. તેમની વ્યાપક મંત્રણાને પરિણામે ફેબ્રુઆરી 2021માં સફળતા મળી અને ફોરવર્ડ પોઝીશન પરથી સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.

ITBP ના 20 જવાનોને શૌર્ય માટે સન્માનિત કરાયા ITBP ની વિશેષ કામગીરી એક વર્ષ સુધી ચાલી હતી અને તેમાં વ્યૂહાત્મક આયોજન અને કાર્યક્ષમ ગ્રાઉન્ડ ઓપરેશન્સનું ઉચ્ચ સ્તરીય અમલ સામેલ હતું. આ ઉપરાંત તેમાં ફોરવર્ડ લોકેશન પર સૈનિકો માટે સમયસર અને પર્યાપ્ત લોજિસ્ટિક્સનો પણ સમાવેશ થાય છે. સ્વતંત્રતા દિવસ 2021 પર ITBP ના 20 જવાનોને પૂર્વી લદ્દાખમાં તેમના દ્વારા બતાવવામાં આવેલી અદમ્ય હિંમત માટે વીરતા માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

ભારત-ચીન યુદ્ધ દરમિયાન 1962 માં સ્થપાયેલ ITBP દેશની 3,488 km લાંબી હિમાલયની સરહદોની રક્ષા કરે છે. આ દળ તેના પર્વતારોહણ પરાક્રમ અને મુશ્કેલ રેન્જમાં ઊંચાઈ પર તૈનાતી માટે જાણીતું છે અને તેની પાસે 18,800 ફૂટ સુધીની સરહદ ચોકીઓ છે. ITBP અથવા અન્ય કોઈ સંસ્થાને એક જ પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાનના સ્પેશિયલ ઓપરેશન મેડલની આ સૌથી વધુ સંખ્યા છે.

2019 માં ઉત્તરાખંડમાં નંદા દેવી પૂર્વમાં પર્વતારોહકોની ટીમને શોધવા અને બચાવવા માટે તેના ક્લાઇમ્બર્સ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન ‘ડેરડેવિલ્સ’ માટે દળને 16 કેન્દ્રીય ગૃહ પ્રધાનના વિશેષ ઓપરેશન મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. 2018 માં MHA દ્વારા સૂચિત, કેન્દ્રીય ગૃહ પ્રધાનના સ્પેશિયલ ઓપરેશન મેડલને આતંકવાદ વિરોધી, સરહદી કાર્યવાહી, શસ્ત્ર નિયંત્રણ, ડ્રગ્સની હેરાફેરી નિવારણ અને બચાવ કામગીરી જેવા ક્ષેત્રોમાં વિશેષ કામગીરી માટે ગણવામાં આવે છે અને સમિતિ દ્વારા તેને MHA સ્તર તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો : National Unity Day : ‘રન ફોર યુનિટી’ શરૂ, દેશની પ્રથમ મહિલા સવિતા કોવિંદે રાષ્ટ્રપતિ ભવનથી લીલી ઝંડી બતાવી, જુઓ Photos

આ પણ વાંચો : NCB અધિકારીઓ નિર્દોષ લોકોને ફસાવી રહ્યા છે, SC ઉપાધ્યક્ષના નિવેદન બાદ પણ નવાબ મલિક તેના આરોપો પર અડગ

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">