AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: રામ મંદિરમાં શ્રધ્ધાળુઓ ડિસેમ્બર 2023માં રામલલ્લાના દર્શન કરી શકશે

ડિસેમ્બર 2023 સુધીમાં ભવ્ય રામ મંદિરનું કામ લગભગ પૂર્ણ થઈ જશે અને લોકો ભગવાન રામની પૂજા અર્ચના કરી શકશે.

Ayodhya: રામ મંદિરમાં શ્રધ્ધાળુઓ ડિસેમ્બર 2023માં રામલલ્લાના દર્શન કરી શકશે
ayodhya ram temple
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 6:45 PM
Share

અયોધ્યામાં (ayodhya) બની રહેલુ ભવ્ય રામ મંદિર (Ram Mandir) આગામી ડિસેમ્બર 2023 સુધીમાં શ્રધ્ધાળુઓ માટે ખુલ્લુ મૂકાઈ શકે છે. ભારત સહિત વિશ્વભરના શ્રધ્ધાળુઓ, અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરી શકશે તેમ સૂત્રોએ રામ મંદિર ટ્રસ્ટને ટાંકીને આ માહિતી આપી છે. અગાઉ પણ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, જે રામ મંદિરના નિર્માણની દેખરેખ રાખે છે, તેણે કહ્યું હતું કે મંદિરનું મુખ્ય સંકુલ 2023 ના અંત સુધીમાં તૈયાર થઈ જશે અને તે પછી તેને શ્રધ્ધાળુઓ રામ લલ્લાના દર્શન કરી શકે તે માટે ખોલી શકાય છે.

મંદિરના નિર્માણ સાથે સંકળાયેલા લોકોએ આ વર્ષની શરૂઆતથી ઘણી વખત કહ્યુ છે કે બે વર્ષની અંદર મંદિરમાં પૂજા પાઠ શરૂ થશે અને સામાન્ય ભક્તજનોને ભગવાનના દર્શન કરવાની છૂટ આપવામાં આવશે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે ડિસેમ્બર 2023 સુધીમાં ભવ્ય રામ મંદિરનું કામ લગભગ પૂર્ણ થઈ જશે અને લોકો ભગવાન રામની પૂજા અર્ચના કરી શકશે.

યોગી આદિત્યનાથ અયોધ્યાની મુલાકાત લેશે, પીએમ મોદી સંબોધન કરી શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી પાંચમી ઓગસ્ટને ગૂરૂવારના રોજ રામ મંદિર ભૂમિપૂજનને એક વર્ષ પૂર્ણ થશે. આ અવસરે, ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Yogi Adityanath) અયોધ્યાની મુલાકાત લેશે. સંભવ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પણ આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરે. જો કે સત્તાવાર રીતે આ બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

5 ઓગસ્ટ, 2020 ના રોજ પીએમ મોદીએ ભૂમિ પૂજન કર્યું હતુ ગયા વર્ષે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું. અયોધ્યામાં આયોજિત સરકારી કાર્યક્રમ અંતર્ગત 100 થી વધુ લોકોને પીએમ ગરીબ કલ્યાણ અન્ના યોજનાનો લાભ આપવામાં આવશે. આ પહેલા મંગળવારે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો સંભવિત કાર્યક્રમ  ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આવતીકાલ 5 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે અયોધ્યા પહોંચશે. ત્યાં તેઓ લગભગ 3 કલાક સુધી રોકાશે. યોગી આદિત્યનાથ પહેલા 12 વાગ્યે રામકથા પાર્ક પહોંચશે. તે પછી પીએમ અન્ના યોજના કાર્યક્રમમાં જોડાશે. બપોરના સવા બે કલાકે રામલલાના દર્શન પણ કરશે અને 3 વાગ્યે લખનૌ જવા રવાના થશે.

આ પણ વાંચોઃ Central cabinet: ધોરણ 6 થી 8માં વ્યવસાયિક શિક્ષણ ઉપર મૂકાશે ભાર, સરકારી શાળામાં પણ હવેથી હશે પ્લે સ્કૂલ

આ પણ વાંચોઃ Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમનો આર્જેન્ટીના સામે સેમીફાઇનલમાં મળી હાર, હવે બ્રોન્ઝ માટે પ્રયાસ

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">