Ram Rahim Parole: રામ રહીમને ચાર મહિનામાં બીજી વખત 40 દિવસની મળી પેરોલ, આજે આવી શકે છે બહાર

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમની ફરી એકવાર 40 દિવસની પેરોલ મંજૂર કરવામાં આવી છે. ગુરમીત રામ રહીમને બળાત્કાર અને હત્યાના કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

Ram Rahim Parole: રામ રહીમને ચાર મહિનામાં બીજી વખત 40 દિવસની મળી પેરોલ, આજે આવી શકે છે બહાર
Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2023 | 10:08 AM

પોલીસના સૂત્રોને જણાવ્યું કે, ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ પેરોલ માટેનું પેપર વર્ક હજુ બાકી છે અને રામ રહીમને 21 જાન્યુઆરી એટલે કે આજે મુક્ત કરવામાં આવશે. છેલ્લા ચાર મહિનામાં આ બીજી વખત છે જ્યારે રામ રહીમને પેરોલ આપવામાં આવી છે. અગાઉ ઓક્ટોબરમાં પણ રામ રહીમને 40 દિવસ માટે પેરોલ આપવામાં આવી હતી.

હરિયાણાના જેલ મંત્રી રણજીત સિંહ ચૌટાલાએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, ડેરા ચીફના પરિવારે જેલ સત્તાવાળાઓને રામ રહીમને એક મહિનાની પેરોલ આપવા વિનંતી કરી હતી, પરંતુ રામ રહીમને કેટલા દિવસ માટે પેરોલ આપવામાં આવશે તે કોર્ટ અને કમિશનર નક્કી કરશે કે પેરોલ મળશે અને આ સમય દરમિયાન તે ક્યાં રહેશે.

પહેલા પણ પેરોલ પર બહાર આવ્યો હતો

આ અગાઉ, ડેરા સચ્ચા સાઉદાના પ્રમુખને હરિયાણાની પંચાયત ચૂંટણીઓ અને આદમપુર વિધાનસભાની બેઠક થયેલી ચૂંટણી દરમિયાન પણ પેરોલ મળ્યો હતો. રામ રહીમ 17મી જૂને એક મહિના માટે પેરોલ પર બહાર આવ્યો હતો. રામ રહીમ પર 2017થી તેની બે શિષ્યો પર બળાત્કાર કરવાના આરોપમાં જેલની સજા કાપી રહ્યો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

શું છે સમગ્ર કેસ ?

ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસમાં (Ranjeet Singh Murder Case) ગુરમીત રામ રહીમ (Ram Rahim) અને અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 19 વર્ષ બાદ રણજીત સિંહ હત્યા કેસમાં ચુકાદો આવ્યો છે. પંચકુલાની સ્પેશીયલ CBI કોર્ટે (Panchkula CBI Court) રામ રહીમ અને અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

ગુરમીત રામ રહીમને આ કેસમાં કોર્ટ દ્વારા પહેલાથી જ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે કોર્ટે તેની સજાની જાહેરાત કરી ન હતી. રામ રહીમ પહેલાથી જ સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકારની હત્યાના કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યો છે. ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીતસિંહ હત્યાકેસમાં પંચકુલાની CBI સ્પેશીયલ કોર્ટમાં ત્રણેય દોષિતોની દલીલો પૂરી થઈ ગઈ હતી.

12 ઓક્ટોબર 2021ના રોજ સુનાવણી દરમિયાન ગુરમીત રામ રહીમ અને કૃષ્ણલાલની દલીલો પૂરી થઈ હતી. સાથે જ કાર્યવાહી દરમિયાન જસબીર, સબદિલ અને અવતારની દલીલો પણ પૂર્ણ થઈ છે. જે બાદ CBIની વિશેષ કોર્ટે રણજિત હત્યા કેસમાં સજાની જાહેરાત કરી છે. આ સાથે જ ડેરા સચ્ચા સૌદાના ગુરમિત રામ રહીમ પર 31 લાખ રૂપિયા અને અન્ય આરોપીઓને 50-50 હજારનો દંડ ફટકાર્યો છે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">