AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ મંદિર કેસમાં હિન્દુ પક્ષના વકીલ રહ્યા હતા પિતા-પુત્ર હરિશંકર અને વિષ્ણું શંકર જૈન, કેસમાં માટે એક પણ રુપિયો ફી ન લીધી

રામ અયોધ્યા મંદિર કેસમાં અનેક દિગ્ગજોએ પોતાનો ફાળો આપેલો છે. ખાસ કરીને હિન્દુ પક્ષના વકીલ તરીકે પિતા-પુત્રનો મોટો ફાળો રહેલો છે. પિતા હરિ શંકર જૈન અને પુત્ર વિષ્ણુ શંકર જૈને આ કેસ લડવા માટે એક પણ રુપિયો ફી લીધી ન હતી.

રામ મંદિર કેસમાં હિન્દુ પક્ષના વકીલ રહ્યા હતા પિતા-પુત્ર હરિશંકર અને વિષ્ણું શંકર જૈન, કેસમાં માટે એક પણ રુપિયો ફી ન લીધી
| Updated on: Jan 17, 2024 | 7:22 AM
Share

22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. અયોધ્યાની જમીનનો વિવાદ લગભગ 400 વર્ષ સુધી ચાલતો રહ્યો છે. જો કે 400 વર્ષ જૂના અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે 40 દિવસ સુધી સતત સુનાવણી કર્યા બાદ અંતિમ દિવસે રામ મંદિરના તરફેણમાં નિર્ણય સંભળાવ્યો હતો. જેમાં હિન્દુ પક્ષના વકીલ પિતા-પુત્રનો મોટો ફાળો રહેલો છે.

જમીનના હક રામ જન્મભૂમિ ટ્રસ્ટને સોંપાયા

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે વર્ષ 2019માં પોતાનો ચુકાદો આપ્યો હતો. તેમણે વિવાદિત જમીનના માલિકી હક્ક રામ જન્મભૂમિ ટ્રસ્ટને સોંપ્યા હતા. જ્યારે અયોધ્યામાં અન્ય સ્થળે મસ્જિદ બનાવવા માટે મુસ્લિમ પક્ષને જમીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો.

કોણ છે હરિ શંકર જૈન ?

પ્રયાગરાજના વતની હરિ શંકર જૈને 1978-79માં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાંથી કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. બાદમાં તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા, અત્યાર સુધીમાં તેઓ 100 થી વધુ કેસ લડી ચૂક્યા છે. 1989માં અયોધ્યા વિવાદમાં હિંદુ મહાસભાના વકીલ તરીકે નિયુક્ત થયા ત્યારે હરિ શંકરને રાષ્ટ્રીય માન્યતા મળી.

પિતા હરિ શંકર જૈન અને પુત્ર વિષ્ણુ શંકર જૈન રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ, કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મસ્જિદ અને કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહમાં હિંદુ પક્ષના વકીલ રહ્યા હતા. ખાસ વાત એ રહી કે આ બંને પિતા અને પુત્રએ હિન્દુ પક્ષ વતી કેસ લડવા માટે કોઈ ફી લીધી નહોતી.

‘જો આપણે પૈસા લેવાનું શરૂ કરીશું તો આપણો હેતુ નિષ્ફળ જશે’

પુત્ર વિષ્ણુ શંકર જૈને 2016માં અયોધ્યા વિવાદની વકીલાત કરીને કારકિર્દીની શરૂઆત કરી હતી. પિતા હરિ શંકરે એક મીડિયાને ઇન્ટરવ્યુમાં જણાવ્યા અનુસાર, તેમના પુત્રએ પિતા (હરિ શંકર)ના જીવનકાળ પછી પણ હિંદુ સમુદાયના અધિકારોને લગતા ચાલી રહેલા કેસોને નિષ્કર્ષ પર લાવવાનો સંકલ્પ કર્યો હતો. પિતા-પુત્ર કાયદાકીય લડાઈ માટે કોઈ પૈસા લેતા નથી. હરિ શંકરે કહ્યું કે જે દિવસે આપણે આપણી સેવાઓ માટે પૈસા લેવાનું શરુ કરીએ છીએ તે દિવસે હિન્દુ કલ્યાણનો હેતુ નિષ્ફળ જશે.

હિંદુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટમાં તથ્યો રજૂ કરનાર દિગ્ગજો

રામ અયોધ્યા મંદિર કેસમાં અનેક દિગ્ગજોએ પોતાનો ફાળો આપેલો છે. પૂર્વ એટર્ની જનરલ કે પરાસરને સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની ચર્ચા કરતી વખતે પૌરાણિક તથ્યોના આધારે મંદિર બનાવવાની દલીલો રજૂ કરી હતી.તો CS વૈદ્યનાથને સુપ્રીમ કોર્ટમાં ASI રિપોર્ટની સુસંગતતા અને માન્યતાના આધારે કેસને મજબૂત બનાવ્યો હતો. ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ પીએસ નરસિમ્હાએ સુપ્રીમ કોર્ટમાં પુરાણના મુદ્દાને મજબૂત રીતે રજૂ કર્યા હતા.

ભૂતપૂર્વ સોલિસિટર જનરલ રંજીત કુમારે હિન્દુ પક્ષો વતી સુપ્રીમ કોર્ટમાં પૂજાના અધિકારની માગ કરનારા ગોપાલ સિંહ વિશારદ વતી દલીલ કરી હતી. અખિલ ભારતીય શ્રી રામ જન્મભૂમિ પુનરુત્થાન સમિતિ વતી પીએન મિશ્રાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી અને પોતાના વિચારો રજૂ કર્યા હતા. અખિલ ભારતીય હિંદુ મહાસભા વતી હરિશંકર જૈન સુપ્રીમ કોર્ટમાં મંદિરની તરફેણમાં દલીલો રજૂ કરી હતી.

સુશીલ કુમાર જૈને નિર્મોહી અખાડા વતી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી અને મંદિર પર દાવો રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તાએ નિર્વાણી અખાડાના ધરમદાસ વતી કોર્ટમાં દલીલોમાં ભાગ લીધો હતો.

સુપ્રીમ કોર્ટમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો વચ્ચે સૌથી મોટી ચર્ચા

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો વચ્ચે સૌથી મોટી ચર્ચા અયોધ્યાની વિવાદિત જમીનના માલિકી હક્કને લઈને થઈ હતી. હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો તરફથી હાજર રહેલા વકીલોએ અસંખ્ય દસ્તાવેજો, ASI રિપોર્ટ્સ અને ધાર્મિક ગ્રંથોની મદદ લીધી હતી. સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષે પહેલા 16 દિવસમાં 67 કલાક અને 35 મિનિટ સુધી પોતાની મુખ્ય દલીલો રજૂ કરી હતી. જે પછી મુસ્લિમ પક્ષે 18 દિવસમાં 71 કલાક 35 મિનિટ સુધી પોતાનો કેસ રજૂ કર્યો હતો. પાંચ દિવસમાં બંને પક્ષોએ 25 કલાક અને 50 મિનિટ સુધી એકબીજાની દલીલોની ઊલટતપાસ કરી. આ પછી સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો.

જમીન સારી કિંમતે વેચાઈ શકે છે, તમે પરિવાર સાથે બહાર ફરવા જશો
જમીન સારી કિંમતે વેચાઈ શકે છે, તમે પરિવાર સાથે બહાર ફરવા જશો
પોરબંદર પાસે સમુદ્રમાં યોજાઈ અનોખી સ્વીમીંગ સ્પર્ધા
પોરબંદર પાસે સમુદ્રમાં યોજાઈ અનોખી સ્વીમીંગ સ્પર્ધા
તૂટી રહેલા રસ્તાથી વાહનચાલકો પરેશાન, સરકાર તરફથી થયો ખુલાસો
તૂટી રહેલા રસ્તાથી વાહનચાલકો પરેશાન, સરકાર તરફથી થયો ખુલાસો
વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રીએ
વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રીએ
તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો, એક નવો નાણાકીય કરાર થશે
તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો, એક નવો નાણાકીય કરાર થશે
ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો, સતત ત્રીજીવાર લોચો માર્યો
ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો, સતત ત્રીજીવાર લોચો માર્યો
સરકારની સહાય મળવા છતા બાળકોને ખરાબ ગુણવત્તા વાળું ખોરખ આપાવતું હતું
સરકારની સહાય મળવા છતા બાળકોને ખરાબ ગુણવત્તા વાળું ખોરખ આપાવતું હતું
સાયલા તાલુકામાં ગાંજાના ખેતરો ઝડપાયા, ત્રણ ટ્રેક્ટર જેટલો થયો મુદ્દામા
સાયલા તાલુકામાં ગાંજાના ખેતરો ઝડપાયા, ત્રણ ટ્રેક્ટર જેટલો થયો મુદ્દામા
અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર
અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં થશે FSL તપાસ, જુઓ Video
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં થશે FSL તપાસ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">