Parliament Winter Session: કેન્દ્ર સરકાર ડેમની સુરક્ષા અને જાળવણી કરશે, રાજ્યસભામાં લાંબી ચર્ચા બાદ ડેમ સેફ્ટી બિલ પાસ

રાજ્યસભામાં ડેમ સેફ્ટી બિલ પાસ થયા પહેલા આ બિલ ઓગસ્ટ 2019માં લોકસભા (Lok Sabha) દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.

Parliament Winter Session: કેન્દ્ર સરકાર ડેમની સુરક્ષા અને જાળવણી કરશે, રાજ્યસભામાં લાંબી ચર્ચા બાદ ડેમ સેફ્ટી બિલ પાસ
Parliament Winter Session
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 8:08 PM

સંસદના શિયાળુ સત્રના ચોથા દિવસે ગુરુવારે ડેમ સેફ્ટી બિલ, 2019 (The Dam Safety Bill, 2019) રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. રાજ્યસભામાં (Rajya Sabha) આ બિલ પર 4 કલાક ચર્ચા થઈ હતી. આ બિલ લોકસભામાં પહેલા જ પાસ થઈ ચૂક્યું છે. બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદોએ માગ કરી હતી કે સરકાર ડેમ સેફ્ટી બિલને પસંદગી સમિતિ પાસે મોકલે.

રાજ્યસભામાં ડેમ સેફ્ટી બિલ પાસ થયા પહેલા આ બિલ ઓગસ્ટ 2019માં લોકસભા (Lok Sabha) દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. ડેમ સેફ્ટી બિલ એક નિયમનકારી સંસ્થા દ્વારા ભારતમાં નિર્દિષ્ટ ડેમનું નિરીક્ષણ, સુરક્ષા, સંચાલન અને જાળવણી માટે પ્રદાન કરે છે. તેમાં 15 મીટરથી વધુની ઊંચાઈ અથવા 10-15 મીટરની ઊંચાઈ ધરાવતા ડેમ, ચોક્કસ ડિઝાઇન અને માળખું ધરાવતા ડેમનો સમાવેશ થાય છે.

ચર્ચા બાદ રાજ્યસભામાં પાસ બિલ પર લાંબી ચર્ચા બાદ આજે રાજ્યસભામાં વોટિંગ કરવામાં આવ્યું હતું, જે બાદ બિલને પાસ કરવામાં આવ્યું હતું. આ પહેલા ડેમ સેફ્ટી બિલ પર રાજ્યસભામાં ચાલી રહેલી ચર્ચામાં જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં 42 ડેમ તૂટી ગયા છે. 2010માં આ બિલ લાવવાની વાત થઈ હતી અને તે ઓગસ્ટ 2019માં લોકસભામાં પસાર થયું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ કાયદો તાત્કાલિક બનાવવો જોઈએ. આ બિલ સ્ટેન્ડિંગ કમિટીના રિપોર્ટના આધારે બનાવવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી શેખાવતે વિપક્ષી સાંસદોને આશ્વાસન પણ આપ્યું હતું કે, જો બિલ પસાર થશે તો રાજ્યોમાં રાજ્ય સમિતિઓમાં પૂરતું પ્રતિનિધિત્વ હશે.

ડેમ પર નિયમો બનાવવાનો અધિકાર કેન્દ્રને નથીઃ વિપક્ષ બિલ પર ચર્ચા દરમિયાન, વિપક્ષી સાંસદોએ ગુરુવારે માગ કરી હતી કે સરકાર ડેમ સેફ્ટી બિલને પસંદગી સમિતિને મોકલે. સાંસદોએ કહ્યું કે બંધ એ રાજ્યનો વિષય છે અને કેન્દ્ર રાજ્ય માટે નિયમો બનાવી શકે નહીં. તૃણમૂલ કોંગ્રેસ (TMC), DMK અને કોંગ્રેસ જેવા પક્ષોના કેટલાક સાંસદોએ કહ્યું કે રાજ્ય સરકાર ડેમની સુરક્ષાનું ધ્યાન રાખે છે અને તેની જાળવણી કરે છે.

YSRCPના વી વિજયસાઈ રેડ્ડીનું કહેવું હતું કે, ડેમ સેફ્ટી બિલ પાસ કરવું જરૂરી છે. તેમણે કહ્યું કે ડેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે બિલ પસાર કરવાની જરૂર છે અને ડેમની યોગ્ય કામગીરી સુનિશ્ચિત કરવા માટે સલામતી તપાસ કરી શકાય છે.

આ પણ વાંચો : India-China Border: ચીનની પહેલ પર 15 ડિસેમ્બર બાદ કમાન્ડર સ્તરની મંત્રણાનો 14 માં રાઉન્ડ યોજાશે, હોટ સ્પ્રિંગ્સ પર અવરોધ દૂર થશે !

આ પણ વાંચો : Ayodhya Terror Alert: અયોધ્યામાં હાઈ એલર્ટ, બોમ્બ બ્લાસ્ટની ધમકી બાદ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર સુરક્ષામાં વધારો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">