‘આર્મી કમાન્ડર્સ સંમેલન’ને સંબોધિત કરશે રાજનાથ સિંહ, 3 સેનાઓના ચીફ થશે સામેલ

|

Oct 24, 2021 | 5:24 PM

આ સંમલેનમાં અન્ય મુદ્દાઓની સાથે સાથે સરહદોની સ્થિતિ અને ત્યાંના વર્તમાન પડકારને લગતી વ્યૂહરચના પર મંથન થશે.

આર્મી કમાન્ડર્સ સંમેલનને સંબોધિત કરશે રાજનાથ સિંહ, 3 સેનાઓના ચીફ થશે સામેલ
Defence Minister Rajnath Singh

Follow us on

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh) 25થી 28 ઓક્ટોબર સુધી દિલ્હી (Delhi)માં યોજાનારી ટોચના કમાન્ડરોની કોન્ફરન્સને સંબોધશે. આ સંમલેનમાં અન્ય મુદ્દાઓની સાથે સાથે સરહદોની સ્થિતિ અને ત્યાંના વર્તમાન પડકારને લગતી વ્યૂહરચના પર મંથન થશે.

 

સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે સોમવારથી શરૂ થતાં આ આર્મી કમાન્ડર્સનું સંમેલન 28 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat), સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણે (manoj mukund), નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ (admiral karambir singh) અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી (Vivek Ram Chaudhari) આમાં ભાગ લેશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વર્ષમાં 2 વખત થાય છે સંમેલનનું આયોજન

તે સિવાય ટોચના કમાન્ડર પણ આ સંમેલનમાં ભાગ લેશે. સંરક્ષણ પ્રધાન આ સંમેલનમાં ભવિષ્યના પડકારો પર વિચાર વિમર્શ કરશે. સૈન્ય કમાન્ડર સંમેલનનું આયોજન વર્ષમાં 2 વખત એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં કરે છે. આ પરિષદ એક સંસ્થાકીય મંચ છે જેના પર વૈચારિક સ્તરે સંબંધિત તમામ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચાઓ કરવામાં આવે છે, જેના આધારે ભવિષ્યના નિર્ણયો લેવામાં આવે છે તેમજ નીતિ બનાવવામાં આવે છે. આ મંચ આર્મીના ટોચના નેતૃત્વને સૈન્ય બાબતોના વિભાગ અને સંરક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાર્તાલાપ કરવાની તક પૂરી પાડે છે.

 

સરહદોની સ્થિતિ પર થશે ચર્ચા

3 દિવસના સંમેલન દરમિયાન સેનાનું ટોચનું નેતૃત્વ સરહદો પર હાલની સ્થિતિ તથા કોવિડ મહામારીથી ઉભા થયેલા પડકારોની વચ્ચે સુરક્ષા પડકારો તથા વહીવટી પાસાઓ પર ઉંડાણપૂર્વક વિચાર કરશે. સંમેલનમાં 3 સેનાઓની વચ્ચે સારા સંકલન તથા એકીકરણને મજબૂત બનાવવાના ઉપાયો પર પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.

 

આ પણ વાંચો: India-China Border Dispute: ભારત સાથે તણાવ વચ્ચે ચીનની નવી ચાલ, પ્રાદેશિક અખંડતાનો હવાલો આપી પસાર કર્યો ‘જમીન સરહદ કાયદો’

 

આ પણ વાંચો: IND vs PAK: પાકિસ્તાનના આ ખેલાડીને બોલ જ નથી દેખાતો ! ન્યુઝિલેન્ડના પૂર્વ ઝડપી બોલરે તો એ હદે કહી દીધુ કે, તે તો ટીમને લાયક જ નથી

 

આ પણ વાંચો: Aroosa Alam: કોણ છે પાકિસ્તાની પત્રકાર અરુસા આલમ, જેમણે પંજાબમાં રાજકીય હંગામો મચાવ્યો અને કેપ્ટનની મુશ્કેલીઓ વધારી?

Next Article