ચેન્નઈથી નિઝામુદ્દીન જઈ રહેલી રાજધાની એક્સપ્રેસના ડબ્બાઓમાં લાગી આગ, મુસાફરોને અધવચ્ચે ઉતાર્યા
મધ્યપ્રદેશના બૈતુલમાં ગુરુવારના રોજ રાજધાની એક્સપ્રેસમાં આગ લાગી ગયી હતી અને આ રાજધાની એક્સપ્રેસ બર્નિગ ટ્રેનમાં ફેરવાઈ ગયી હતી. આગની ઘટનાથી મુસાફરોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો અને તાત્કાલિક ટ્રેન રોકીને મુસાફરોને ઉતારવામાં આવ્યા હતા. ચેન્નઈ સેન્ટ્રલથી રાજધાની એક્સપ્રેસ હજરત નિઝામુદ્દીન દિલ્હી જઈ રહી હતી. ટ્રેન જ્યારે સવારે ત્રણ વાગ્યે બેતૂલ પાસે પહોંચી ત્યારે […]

મધ્યપ્રદેશના બૈતુલમાં ગુરુવારના રોજ રાજધાની એક્સપ્રેસમાં આગ લાગી ગયી હતી અને આ રાજધાની એક્સપ્રેસ બર્નિગ ટ્રેનમાં ફેરવાઈ ગયી હતી. આગની ઘટનાથી મુસાફરોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો અને તાત્કાલિક ટ્રેન રોકીને મુસાફરોને ઉતારવામાં આવ્યા હતા.

રાજધાની એક્સપ્રેસ
ચેન્નઈ સેન્ટ્રલથી રાજધાની એક્સપ્રેસ હજરત નિઝામુદ્દીન દિલ્હી જઈ રહી હતી. ટ્રેન જ્યારે સવારે ત્રણ વાગ્યે બેતૂલ પાસે પહોંચી ત્યારે ટ્રેનની સાથે જોડાયેલાં જનરેટરમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાથી સૂચના ટ્રેનને ત્યારે મળી જ્યારે ટ્રેન નરખેડ અને દારીમેટા સ્ટેશનથી પસાર થઈ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આગ લાગવાની સુચનાથી ટ્રેનની અંદર બેઠેલા મુસાફરોમાં હડકંપ મચી જવા પામ્યો હતો. તરત જ ફાયર વિભાગની ગાડીઓ મગાવવામાં આવી હતી અને મુસાફરોને નીચે ઉતારી દેવાયા હતા. જેમ તેમ કરીને યાત્રીઓને સમજાવીને બીજા કોચમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જે ડબ્બાઓમાં આગ લાગી હતી તેને અલગ કરીને ટ્રેનને આગળ ચલાવવામાં આવી હતી.
ઉપરાંત જે ડબ્બાઓ સળગ્યા હતા અને ટ્રેનના પાટા પર હતા તેની સાથે કેરલા એક્સપ્રેસ અથડાઈ હતી અને તેમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. જો કે આ દૂર્ઘટનામાં કોઈપણ જાનહાનીનો ખબર મળી રહી નથી. કેરલા એક્સપ્રેસના પાછી પાછળના સ્ટેશન પર મોકલવામાં આવી હતી. આ દરમિયાન ટ્રેન વ્યવહાર 6 કલાક સુધી ખોરવાઈ ગયો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]