Rajasthan News : કોવિડ દર્દીના મૃતદેહને દફનાવ્યા બાદ 21 લોકોના મોત

Rajasthan News : રાજસ્થાનના સીકર જિલ્લાના એક ગામમાં એક કોવિડ પીડિતના મૃતદેહને કથિત રીતે દફનાવ્યા બાદ લગભગ 21 લોકોએ પોતોનો જીવ ગુમાવ્યો છે. તેમનો મૃતદેહ કોઇપણ પ્રકારના પ્રોટોકોલનુ પાલન કર્યા વગર ગુજરાતથી લાવવામાં આવ્યો હતો.

Rajasthan News : કોવિડ દર્દીના મૃતદેહને દફનાવ્યા બાદ 21 લોકોના મોત
coronavirus
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 09, 2021 | 2:26 PM

Rajasthan News : રાજસ્થાનના સીકર જિલ્લાના એક ગામમાં એક કોવિડ દર્દીના મૃતદેહને કથિત રીતે દફનાવ્યા બાદ લગભગ 21 લોકોએ પોતોનો જીવ ગુમાવ્યો છે. તેમનો મૃતદેહ કોઇપણ પ્રકારના પ્રોટોકોલનુ પાલન કર્યા વગર ગુજરાતથી લાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યના શિક્ષા મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાના વિધાનસભા ક્ષેત્ર સીકર ખેવરા ગામમાં તાજેતરમાં આ ઘટનાની સૂચના મળી હતી. અધિકારીઓએ કહ્યુ કે મૃતદેહ ગુજરાતથી લાવવામાં આવ્યો છે અને ગામમાં અંતિમ વિધી કર્યા બાદ મૃતદેહના સંપર્કમા આવેલા 21 લોકોનો જીવ ચાલ્યો ગયો.

અધિકારીઓ અનુસાર કોવિડ દર્દીના સંક્રમિત શરીરને 21 એપ્રિલે ગામમાં લાવવા આવ્યુ હતુ અને 100થી વધારે લોકોએ અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. જે કોવિડ દિશાનિર્દેશોનુ પાલન કર્યા વગર આયોજિત કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યુ કે મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને અનેક લોકો દફનાવવા દરમિયાન તેને અડ્યા હતા.

જો કે લક્ષ્મણગઢના ઉપ-વિભાગીય અધિકારી કુલરાજ મીણાએ કહ્યુ કે 21 મૃત્યુમાંથી  કોવિડ-19ના કારણે  માત્ર 3-4 મૃત્યુ થાય છે મીણાએ મીડિયાને કહ્યુ કે અન્ય મૃત્યુ વૃધ્ધ લોકોના થયા છ. અમે 147 પરિવારોના નમૂના એકત્ર કર્યા છે. જ્યાં મૃત્યુ થયા છે તેની તપાસ કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે આ સામુદાયિક પ્રસારણનો મામલો છે કે નહીં.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">