AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગઈકાલે ઉદ્દઘાટન અને આજે અકસ્માત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચે ટક્કર, 2 લોકોની હાલત ગંભીર

આ એક્સપ્રેસ વે પર તમે તમારી કારને 120ની સ્પીડથી ચલાવી શકો છો, જ્યાં પહેલા દિલ્હીથી મુંબઈની મુસાફરીમાં 24 કલાકનો સમય લાગતો હતો, પરંતુ આ એક્સપ્રેસ વે ખુલ્યા બાદ તમે આ અંતર માત્ર 12માં જ કાપી શકશો. દિલ્હી-મુંબઈ મેગા એક્સપ્રેસ વે દ્વારા દિલ્હીથી જયપુરની મુસાફરી હવે માત્ર બે કલાકમાં પૂર્ણ થશે.

ગઈકાલે ઉદ્દઘાટન અને આજે અકસ્માત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચે ટક્કર, 2 લોકોની હાલત ગંભીર
Car Accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 1:23 PM
Share

રાજસ્થાનના દૌસામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક મોટો માર્ગ અકસ્માત સામે આવ્યો છે, જ્યાં જુગાડ વાહન અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જણાવી દઈએ કે એક્સપ્રેસ વે ખોલવાના પહેલા જ દિવસે આ અકસ્માત થયો છે. રવિવારે જ પીએમ મોદીએ દૌસાના ધનવડમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું રિબન કાપ્યું હતું, જેને દુનિયાનો સૌથી આધુનિક ટેક્નોલોજી હાઈવે ગણાવવામાં આવી રહ્યો હતો.

સાથે જ આ હાઈવે પર 150 કિમીની ઝડપે વાહનો દોડાવી શકાશે. જોકે હાઇવે પર સ્પીડ લિમિટ 120 કિમી નક્કી કરવામાં આવી છે. ત્યારે આ અકસ્માત બાદ સવાલ ઉઠી રહ્યો છે કે જુગાડ કાર એક્સપ્રેસ વે પર કેવી રીતે પહોંચી? જો કે, માહિતી સામે આવી છે કે હાઇવે પર ટોલ બૂથ ઉપલબ્ધ ન હોવાને કારણે જુગાડ વાહન ત્યાં પહોંચ્યું હતું જે પછી તે એક કાર સાથે અથડાયું હતું.

ગઈકાલે પીએમ મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના દૌસા પહોંચ્યા બાદ રવિવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના સોહના-દૌસા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે મને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાને રાષ્ટ્રને સમર્પિત કરતાં ખૂબ જ ગર્વ છે. તે દેશના સૌથી મોટા અને સૌથી આધુનિક એક્સપ્રેસવેમાંથી એક છે.

આ પણ વાંચો : VIDEO : જાણો મુંબઈ-દિલ્લી એક્સપ્રેસ વેના ગુજરાત રૂટ વિશે, જે દિલ્હીથી મુંબઈ વચ્ચેનું અંતર ઘટાડશે

જણાવી દઈએ કે 246 કિલોમીટર લાંબો દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શન 12,150 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને આ હાઈવેના ખુલવાથી દિલ્હીથી જયપુર સુધીનો મુસાફરીનો સમય 5 કલાકથી ઘટીને 3 કલાક થઈ જશે. PMO અનુસાર, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે 1,386 કિલોમીટરની લંબાઈ સાથે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે. દિલ્હી અને મુંબઈ વચ્ચેની મુસાફરીનું અંતર 1,424 કિલોમીટરથી ઘટીને 1,242 કિલોમીટર થઈ જશે અને મુસાફરીનો સમય 24 કલાકથી 50 ટકા ઘટીને 12 કલાક થઈ જશે.

દિલ્હીથી જયપુરની મુસાફરી માત્ર બે કલાકમાં પૂર્ણ થશે

આ એક્સપ્રેસ વે પર તમે તમારી કારને 120ની સ્પીડથી ચલાવી શકો છો, જ્યાં પહેલા દિલ્હીથી મુંબઈની મુસાફરીમાં 24 કલાકનો સમય લાગતો હતો, પરંતુ આ એક્સપ્રેસ વે ખુલ્યા બાદ તમે આ અંતર માત્ર 12માં જ કાપી શકશો. આ સાથે, દિલ્હી-મુંબઈ મેગા એક્સપ્રેસ વે દ્વારા દિલ્હીથી જયપુરની મુસાફરી હવે માત્ર બે કલાકમાં પૂર્ણ થશે.

તમને જણાવી દઈએ કે, આ મેગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ વર્ષ 2018માં કરવામાં આવ્યો હતો, ત્યારબાદ રાજસ્થાનના સોહનાથી દૌસા સુધીના 225 કિલોમીટરનું કામ પ્રથમ તબક્કામાં પૂર્ણ કરવામાં આવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">