Rain Alert : ભારે પવન સાથે દેશના 8 રાજ્યમાં વરસાદનું એલર્ટ, ગુજરાત,દિલ્હી સહિત આ રાજ્યમાં જુઓ કેવું છે વાતાવરણ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસમાં દિલ્હીમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આકાશ વાદળછાયું રહેશે. શુક્રવારે પણ વરસાદની આગાહી છે. આજે દેશની રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ સાથે ગુજરાત રાજ્યમાં પણ આગામી 5 દિવસ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે

Rain Alert : ભારે પવન સાથે દેશના 8 રાજ્યમાં વરસાદનું એલર્ટ, ગુજરાત,દિલ્હી સહિત આ રાજ્યમાં જુઓ કેવું છે વાતાવરણ
Rain alert in 8 states of the country
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 9:07 AM

દેશના અનેક રાજ્યોમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. રાજધાની દિલ્હીમાં પણ હવામાન બદલાયું છે. ક્યારેક ભારે વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની જાય છે તો ક્યારેક ભેજવાળી ગરમીના કારણે લોકોની હાલત કફોડી બની જાય છે. આજે સવારે દિલ્હીમાં ભારે પવન સાથે ફરી વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. આ સાથે જ હવામાન વિભાગે આગામી 4 દિવસમાં બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસમાં દિલ્હીમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આકાશ વાદળછાયું રહેશે. શુક્રવારે પણ વરસાદની આગાહી છે. આજે દેશની રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

દક્ષિણ પૂર્વ યુપીમાં વરસાદની મોસમ

આજે અને આવતીકાલે દક્ષિણ પૂર્વ યુપી અને દક્ષિણ પશ્ચિમ યુપીમાં વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. પરંતુ, શનિવાર અને રવિવારે ફરીથી હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. આગામી બે દિવસ સુધી આકાશ વાદળછાયું રહેશે અને વરસાદી વાતાવરણ યથાવત રહેશે. વારાણસીમાં આજે વરસાદની સંભાવના છે. ગોરખપુરમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી છે.

ઓડિશામાં 15 અને 18 સપ્ટેમ્બરે વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓડિશામાં 15 અને 18 સપ્ટેમ્બરના રોજ હળવા/મધ્યમ વરસાદની શક્યતા છે. ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આજે અને આવતીકાલે છત્તીસગઢમાં અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓ બની શકે છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં વરસાદનું એલર્ટ

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને જમ્મુના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવા કે મધ્યમ વરસાદની શક્યતા છે. 15-18 સપ્ટેમ્બર દરમિયાન, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાતના ઘણા જિલ્લાઓમાં આકાશ વાદળછાયું રહેશે. તેજ પવન સાથે હળવા કે મધ્યમ વરસાદની શક્યતા છે. ગત સપ્તાહે બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. બિહારની રાજધાની પટનામાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. આગામી બે દિવસ ભોજપુર, બક્સર અને ગયામાં આકાશ વાદળછાયું રહેશે. અહીં હળવા કે મધ્યમ વરસાદની શક્યતા છે.

ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આજે શુક્રવાર સાંજથી હળવા મધ્યમ વરસાદ સાથે આવતી કાલથી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates