Breaking News : રાહુલ ગાંધીએ પુણે કોર્ટને કહ્યું પોતાના જીવને જોખમ છે, બે નેતાઓએ ધમકી આપી છે
રાહુલ ગાંધી વતી વકીલ મિલિંદ દત્તાત્રય પવારે, કોર્ટમાં લેખિત અરજી આપી હતી કે, ફરિયાદીઓ નાથુરામ ગોડસે અને ગોપાલ ગોડસેના વંશજો છે, જેમનો ઇતિહાસ હિંસક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો રહ્યો છે. પવારે આરોપ લગાવ્યો હતો કે, વર્તમાન રાજકીય વાતાવરણ અને કેટલાક નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો રાહુલ ગાંધીના જીવન માટે ગંભીર ખતરા સમાન છે. કોર્ટે આ અરજી રેકોર્ડ પર લીધી છે.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ, પુણેની ખાસ કોર્ટમાં હાજરી દરમિયાન તેમના જીવને જોખમ હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે વીર સાવરકર પરના નિવેદનને કારણે મારા જીવને જોખમ છે. રાહુલે કહ્યું કે બે નેતાઓએ મને ધમકી આપી હતી. કોર્ટમાં હાજરી દરમિયાન રાહુલે વધારાની સુરક્ષાની માંગ કરી હતી. વાસ્તવમાં, આ કેસ વીર સાવરકર વિરુદ્ધ કથિત બદનક્ષીભરી ટિપ્પણી સાથે સંબંધિત છે, જેમાં ફરિયાદી સાત્યકી સાવરકરે રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
રાહુલ ગાંધી વતી વકીલ મિલિંદ દત્તાત્રય પવારે, કોર્ટમાં લેખિત અરજી આપી હતી કે, ફરિયાદીઓ નાથુરામ ગોડસે અને ગોપાલ ગોડસેના વંશજો છે, જેમનો ઇતિહાસ હિંસક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો રહ્યો છે. પવારે આરોપ લગાવ્યો હતો કે, વર્તમાન રાજકીય વાતાવરણ અને કેટલાક નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો રાહુલ ગાંધીના જીવન માટે ગંભીર ખતરા સમાન છે. કોર્ટે આ અરજી રેકોર્ડ પર લીધી છે.
ફરિયાદી નથુરામ ગોડસેના વંશજ છે
રાહુલ ગાંધીએ કહ્યું કે, ફરિયાદી નથુરામ ગોડસે અને ગોપાલ ગોડસેના વંશજ છે, જેમનો ઇતિહાસ હિંસક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. આ દરમિયાન રાહુલે રવનીત સિંહ બિટ્ટુ અને તરવિંદર સિંહ મારવાહનો પણ ઉલ્લેખ કર્યો હતો.
રવનીત સિંહે રાહુલને આતંકવાદી કહ્યા હતા
રાહુલ ગાંધીની અરજીમાં રવનીત સિંહ બિટ્ટુનો ઉલ્લેખ છે. રવનીત સિંહે રાહુલને દેશનો નંબર વન આતંકવાદી કહ્યા હતા. આ ઉપરાંત, અરજીમાં ભાજપના નેતા તરવિંદર સિંહ મારવાહનો પણ ઉલ્લેખ છે. મારવાહે રાહુલ ગાંધીને ધમકી પણ આપી હતી. તરવિંદર સિંહે કહ્યું હતું કે, રાહુલ ગાંધીની હાલત તેમની દાદી જેવી થશે. રાહુલના વકીલે સુનાવણી દરમિયાન કોર્ટને રાહુલને વધારાની સુરક્ષા પૂરી પાડવા વિનંતી કરી હતી.
કોંગ્રેસના નેતા અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી અંગે મહત્વના તમામ નાના મોટા સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.