MODI-BJP-RSSની ટીકા એ ભારત પર હુમલો નથી… લંડનમાં આપેલા નિવેદન પર રાહુલ ગાંધીનો જવાબ
રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી, ભાજપ અને આરએસએસને લાગે છે કે તેઓ 'ભારત' છે પરંતુ એવું નથી. તેમના પર હુમલો કરવાનો અર્થ ભારત પર હુમલો નથી. હા, પરંતુ ભારતની સ્વતંત્ર સંસ્થાઓ પર હુમલો કરીને તેઓ ચોક્કસપણે ભારત પર હુમલો કરી રહ્યા છે. તેમનું નિવેદન સંસદમાં માઈક બંધ કરવાના તેમના આરોપોને લઈને હતું.
ભાજપના નેતાઓ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વચ્ચે ફરી એકવાર જુબાની જંગ જામી છે. હાલમાં 2 મુદ્દાઓ પર બંને પાર્ટીઓના નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. આ બંને મુદ્દાઓ રાહુલ ગાંધી સાથે જોડાયેલા છે. પ્રથમ મુદ્દો સંસદમાં માઈક બંધ કરવાનો છે. આ મુદ્દાને રાહુલ ગાંધી લંડન પ્રવાસ દરમિયાન વિદેશની ધરતી પર ઉઠાવ્યો હતો. ત્યારથી લઈને હમણા સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘણીવાર આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે અને બીજો મુદ્દો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન શ્રીનગરમાં આપેલા નિવેદન પર છે. હાલમાં રાહુલ ગાંધીના વાયનાડ પ્રવાસ દરમિયાનની એક સભાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી, ભાજપ અને આરએસએસને લાગે છે કે તેઓ ‘ભારત’ છે પરંતુ એવું નથી. તેમના પર હુમલો કરવાનો અર્થ ભારત પર હુમલો નથી. હા, પરંતુ ભારતની સ્વતંત્ર સંસ્થાઓ પર હુમલો કરીને તેઓ ચોક્કસપણે ભારત પર હુમલો કરી રહ્યા છે. તેમનું નિવેદન સંસદમાં માઈક બંધ કરવાના તેમના આરોપોને લઈને હતું.
રાહુલ ગાંધીનું નિવેદન
The Prime Minister is not India!
In no way is the criticism of the PM or the Govt an ‘attack on India’!
I will speak the truth, and fight for it, come what may. pic.twitter.com/2Mkg0BgpZD
— Rahul Gandhi (@RahulGandhi) March 20, 2023
લંડનમાં આ વિશે વાત કરતી વખતે, તેમણે ઉદાહરણ તરીકે ખરાબ માઇકનો ઉપયોગ કર્યો. અને કહ્યું કે ભારતમાં માઇક બગડતા નથી પરંતુ બંધ થઈ જાય છે. આ નિવેદનને લઈને ભારતમાં હોબાળો થયો હતો. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીએ વિદેશમાં ભારતનું અપમાન કર્યું છે. આવી સ્થિતિમાં તેણે માફી માંગવી જોઈએ. જોકે રાહુલ ગાંધી હજુ પણ પોતાની વાત પર અડગ છે. તેમણે કહ્યું છે કે તેમને સંસદમાં બોલવાની તક આપવી જોઈએ.
આ મામલે કોંગ્રેસે કેટલાક વીડિયો શેર કરીને ઘણી ટ્વીટ પણ કરી હતી, જેમાં તેના પર ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં કોંગ્રેસના સભ્યો પહેલા રાહુલ ગાંધીને બોલવા દેવાના નારા લગાવે છે અને પછી અચાનક અવાજ બંધ થઈ જાય છે.
શ્રીનગરમાં આપેલા નિવેદન પર શું કહ્યું?
શ્રીનગરમાં રાહુલ ગાંધીએ મહિલાઓના યૌન શોષણને લઈને નિવેદન આપ્યું હતું. દિલ્હી પોલીસ આ કેસમાં નોટિસ આપવા માટે રાહુલ ગાંધીના ઘરે પણ ગઈ હતી. દિલ્હી પોલીસની કાર્યવાહીને લઈને પણ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે તે ન તો ભાજપથી ડરે છે કે ન તો આરએસએસ કે પોલીસથી. તે હંમેશા સત્ય માટે લડશે, પછી ભલે તેની સામે ગમે તેટલા કેસ દાખલ કરવામાં આવે અથવા પોલીસ તેના ઘરે કેટલીવાર આવે.