AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય, સુરજેવાલાએ ટ્વીટ કરીને આપી માહિતી

Prashant Kishor: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) એક એમ્પાવર્ડ એક્શન ગ્રૂપ 2024ની રચના કરી અને પ્રશાંત કિશોરને જવાબદારી આપીને જૂથમાં જોડાવા આમંત્રણ આપ્યું.

પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય, સુરજેવાલાએ ટ્વીટ કરીને આપી માહિતી
Prashant Kishor (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 4:47 PM
Share

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor) કોંગ્રેસમાં જોડાવાનો ઈન્કાર કરી દીધો છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ (Randeep surjewala) ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સુરજેવાલાએ ટ્વીટ કર્યું કે પ્રશાંત કિશોર સાથે લાંબી ચર્ચા અને વિશેષ સમિતિના અહેવાલ બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ કોંગ્રેસમાં જોડાશે નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) એક એમ્પાવર્ડ એક્શન ગ્રૂપ 2024ની રચના કરી અને પ્રશાંત કિશોરને જવાબદારી આપીને જૂથમાં જોડાવા આમંત્રણ આપ્યું. પણ તેમણે ના પાડી. અમે તેમના પ્રયાસો અને પાર્ટીને આપેલા સૂચનોની પ્રશંસા કરીએ છીએ.

આ પહેલા જે પ્રકારની ચર્ચાઓ હતી, તેનાથી એવું લાગી રહ્યું હતું કે પ્રશાંત કિશોરનો કોંગ્રેસમાં પ્રવેશ નિશ્ચિત છે. તાજેતરમાં પીકે દ્વારા આપવામાં આવેલી બ્લૂ પ્રિન્ટના આધારે કોંગ્રેસે પણ આગળ વધવાનું શરૂ કર્યું હતું. કોંગ્રેસ નેતાગીરી સમક્ષ પીકેએ આપેલી રજૂઆતમાં કેન્દ્રમાં ગરીબ-મધ્યમ વર્ગ, મોંઘવારી, બેરોજગાર-યુવાન, સામાજિક રીતે પછાતને કેન્દ્રમાં રાખીને રાજકારણ કરતી વખતે મોદી સરકારને ઘેરવાની સાથે સંગઠનને ઠીક કરવાની પણ યોજના હતી. પીકેની આ રજૂઆત પર સોનિયા દ્વારા રચાયેલી 8 સભ્યોની સમિતિએ પણ સહમતિ દર્શાવી હતી.

પ્રશાંત કિશોરે પણ ટ્વીટ કરીને માહિતી આપી હતી

હવે પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં ન જોડાવા પર પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ કર્યું, ‘મેં કોંગ્રેસ નેતૃત્વની પાર્ટીમાં જોડાવા અને EAGમાં ચૂંટણીની જવાબદારી લેવાની ઓફર ફગાવી દીધી છે. મારા મતે મારી સંડોવણી કરતાં કોંગ્રેસને પરિવર્તનશીલ સુધારા દ્વારા કેટલીક ઊંડી માળખાકીય સમસ્યાઓને ઉકેલવા માટે નેતૃત્વની સામૂહિક ઈચ્છાશક્તિની જરૂર છે.

‘કાર્યકર અને નેતૃત્વ જ સંગઠનને મજબૂત બનાવી શકે છે’

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાવાનો ઈનકાર કરતા પહેલા રાજસ્થાન સરકારના મંત્રીએ મંગળવારે જણાવ્યું હતું કે સંગઠનને કોઈ સલાહકાર દ્વારા મજબૂત કરી શકાતું નથી, પરંતુ કાર્યકરો અને નેતૃત્વ જ તેને મજબૂત કરી શકે છે. ટેકનિકલ શિક્ષણ મંત્રી ડૉ. સુભાષ ગર્ગે મંગળવારે કહ્યું કે માત્ર નેતૃત્વ અને કાર્યકર્તા જ સંગઠનને મજબૂત અને શક્તિશાળી બનાવી શકે છે, કોઈ સલાહકાર અને સેવા પ્રદાતાઓ નહીં. કોઈપણ પક્ષ અથવા વ્યક્તિનું નામ લીધા વિના, તેમણે કહ્યું, “નેતૃત્વને ચાણક્યની જરૂર છે, ઉદ્યોગપતિની નહીં.” ભરતપુરના રાષ્ટ્રીય લોકદળના ધારાસભ્ય ગર્ગ રાજ્યમાં કોંગ્રેસ સરકારને ટેકો આપી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતનાં આ ત્રણ ગામમાં વરરાજાની બહેન સાથે થાય છે કન્યાના લગ્ન, જાણો શું છે કારણ

આ પણ વાંચો: Khelo India University Games: ગુજરાત યુનિવર્સિટીનો ડંકો વાગ્યો, રાઈફલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">