કંઈક આ અંદાજમાં સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી, ભારત જોડોના નારાથી થયું સ્વાગત

TV9 GUJARATI

|

Updated on: Feb 01, 2023 | 5:26 PM

જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જ્યારે ભારત જોડો યાત્રા શરૂ કરી હતી તો તેમની દાઢી અને વાળ લાંબા નહતા પણ યાત્રા પૂર્ણ થઈ ત્યાં સુધી તેમના દેખાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

કંઈક આ અંદાજમાં સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી, ભારત જોડોના નારાથી થયું સ્વાગત
Rahul Gandhi
Image Credit source: File Image

ભારત જોડો યાત્રા પૂરી કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બુધવારે બજેટ સત્રમાં ભાગ લેવા સંસદ પહોંચ્યા. આ દરમિયાન તેમના સ્વાગતમાં ભારત જોડોના નારા લગાવવામાં આવ્યા. બજેટ રજૂ થયા પહેલા તમામ પાર્ટીઓના નેતા બુધવારે સંસદ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી પણ એ નેતાઓમાં સામેલ હતા. જાન્યુઆરીના અંતમાં કાશ્મીરમાં ભારત જોડો યાત્રાને પૂરી કર્યા બાદ રાહુલ ગાંધી આજે સંસદ પહોંચ્યા, આ દરમિયાન તે ખુબ જ ખુશ અને ઉત્સાહિત નજર આવ્યા.

તેમનું સંસદમાં સ્વાગત કરતો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેમની દાઢી અને વાળ વધેલા નજર આવ્યા. સફેદ ટીશર્ટ અને બ્લેક પેન્ટ પહેરી સંસદ પહોંચેલા રાહુલ ગાંધીએ પોતાના સાથીઓને ગુડ મોર્નિગ કહ્યું. ત્યારબાદ તેમના સાથીઓને સંસદ ભવનના ગેટ પર જ નારાબાજી શરૂ કરી દીધી અને ભારત જોડોના નારા લગાવ્યા.

જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જ્યારે ભારત જોડો યાત્રા શરૂ કરી હતી તો તેમની દાઢી અને વાળ લાંબા નહતા પણ યાત્રા પૂર્ણ થઈ ત્યાં સુધી તેમના દેખાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

યાત્રા દરમિયાન તેમણે જે દાઢી ઉગાડી હતી તેના માટે તેમની સરખામણી ઈરાકના ભૂતપૂર્વ સરમુખત્યાર સદ્દામ હુસૈન, જર્મન ફિલોસોફર કાર્લ માર્ક્સ અને ફોરેસ્ટ ગમ્પના નાયક સાથે કરવામાં આવી છે. એક સવાલ એ પણ છે કે શું ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી પોતાની છબીથી બહાર નીકળી શક્યા છે?

આ પણ વાંચો: Budget 2023 : વિવાહિત અને અપરિણીત લોકો માટે અલગ-અલગ ટેક્સ સ્લેબ હતો, જાણો બજેટ સાથે જોડાયેલા 9 રસપ્રદ તથ્યો

145 દિવસ ચાલી યાત્રા

કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રાનું સમાપન સોમવારે કાશ્મીરમાં થયું અને આ યાત્રા 145 દિવસ સુધી ચાલી. યાત્રા દરમિયાન 4 હજાર કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું.

જાહેરાત ઉદ્યોગના દિગ્ગજ પ્રહલાદ કક્કરે કહ્યું દાઢીના કારણે તેમનામાં ઘણી હદ સુધી ગંભીરતા જોવા મળી છે. તે એક ગંભીર વ્યક્તિના રૂપમાં નજર આવ્યા છે. તે હવે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પ્રપૌત્ર અને રાજીવ ગાંધીના પુત્ર નથી, તે હવે રાહુલ ગાંધી છે. આ ખુબ મોટો ફેરફાર છે, જેને લોકો માની રહ્યા છે. નિષ્ણાંતો કહી રહ્યા છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષનો નવો દાઢીવાળો લુક કોઈ સંદેશ આપવાના પ્રયાસનો ભાગ હોઈ શકે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati