CBSE Board Exams: ધોરણ 12 ની પરીક્ષામાં ગુજરાતમાં રમખાણ વિશે પૂછાયેલા સવાલને લઈ વિવાદ, બોર્ડે આગ ઠારવા માફી માગી લીધી
CBSE ધોરણ 12 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક સવાલ પૂછવામાં આવ્યો જેનાથી આ બાબત ચર્ચામાં આવી છે. સીબીએસઈની પરીક્ષામાં ગુજરાતમાં થયેલા રમખાણો સાથે જોડાયેલ એક સવાલ પુછવામાં આવ્યો હતો.
સીબીએસઈની ધોરણ 12માંના સમાજશાસ્ર (Sociology) બોર્ડ પરીક્ષા (Class 12 Sociology Board Exam Paper)માં પુછવામાં આવેલ એક સવાલને અયોગ્ય ગણાવતા એક નિવેદન પણ આપ્યું છે. હાલ ધોરણ 10 ની અને 12 ની સીબીએસઈની ટર્મ-1 ની પરીક્ષા ચાલી રહી છે.
બુધવારે CBSE ધોરણ 12 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક સવાલ પૂછવામાં આવ્યો જેનાથી આ બાબત ચર્ચામાં આવી છે. સીબીએસઈની પરીક્ષામાં ગુજરાતમાં થયેલા રમખાણો સાથે જોડાયેલ એક સવાલ પુછવામાં આવ્યો હતો.
એમસીક્યુ બેઈઝ પેપરમાં સવાલ પૂછવામાં આવ્યો, ‘2002 માં ગુજરાતમાં મોટા પાયે મુસ્લિમ વિરોધી હિંસા કઈ સરકારમાં થઈ ?’ તેના માટે વિદ્યાર્થીઓને ચાર વિકલ્પ આપવામાં આવ્યા હતા જેમાં કોંગ્રેસ, ભાજપ, ડેમોક્રેટિક અને રિપબ્લિકન હતા.
CBSE એ કહ્યું જવાબદાર સામે થશે કાર્યવાહી
સોશિયલ મીડિયા પર અનેક લોકોના સીબીએસઈની પરિક્ષામાં પૂછવામાં આવેલા સવાલના પેપરની તસ્વીર શેર કરી હતી. જેને લઈ અમુક લોકોએ નારાજગી વ્યક્ત કરી. હંગામો વધતો જોઈ સીબીએસઈએ ટ્વીટ કરી નિવેદન જાહેર કર્યું જેમાં જે પણ વ્યક્તિ તેની પાછળ જવાબદાર હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. તેવું આશ્વાસન આપ્યું છે.
A question has been asked in today’s class 12 sociology Term 1 exam which is inappropriate and in violation of the CBSE guidelines for external subject experts for setting question papers.CBSE acknowledges the error made and will take strict action against the responsible persons
— CBSE HQ (@cbseindia29) December 1, 2021
બોર્ડએ ટ્વીટ કર્યું કે ધોરણ 12 ના સમાજશાસ્ર ટર્મ-1 પરીક્ષામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો જે અયોગ્ય છે. આ પ્રશ્ન પત્ર સેટ કરવા માટે બાહરના વિષય નિષ્ણાંતો માટે સીબીએસઈ દિશા-નિર્દેશનું ઉલ્લંઘન છે. સીબીએસઈ આ ભૂલને સ્વીકારે છે અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.
એક અન્ય ટ્વીટમાં કહ્યું, પેપર્સ માટે સીબીએસઈના દિશા-નિર્દેશ સ્પષ્ટ રૂપથી કહે છે કે આ સુનિશ્ચિત કરવામાં આવે કે સવાલ માત્ર અભ્યાસલક્ષી હોવો જોઈએ. એવા ડોમેનને ન અડવું જોઈએ જે સામાજિક અને રાજનીતિક વિકલ્પોના આધાર પર લોકોની ભાવનાઓને નુકસાન પહોંચાડી શકે છે.
જણાવી દઈએ કે, વર્ષ 2002 માં ગોધરા રેલવે સ્ટેશન નજીક સાબરમતી એકસ્પ્રેસ ટ્રેનના ડબ્બામાં આગજની થઈ હતી. જે બાદ રાજ્યમાં રમખાણો થયા હતા. બંન્ને જ ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગૂમાવ્યો હતો.
આ પણ વાંચો: National Pollution Control Day : ભારતમાં સર્જાઈ હતી, દુનિયાની સૌથી ભયાનક દુર્ઘટના, જાણો એ દિવસ અને ઘટના વિશે