AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab : સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું- દિલ્હી સરહદોથી પરત ફરવા પર ખેડૂતોનું સ્વાગત કરશે પંજાબ સરકાર

સીએમ ચન્નીએ કહ્યું કે સરકાર હંમેશા ખેડૂતો અને મજૂરોની સાથે ઉભી રહી છે અને તેમના ઐતિહાસિક અને સારા કામમાં તેમને શક્ય તમામ મદદ કરી છે.

Punjab : સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું- દિલ્હી સરહદોથી પરત ફરવા પર ખેડૂતોનું સ્વાગત કરશે પંજાબ સરકાર
Charanjit Singh Channi
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 11:11 PM
Share

પંજાબના (Punjab) મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ (Charanjit Singh Channi) શુક્રવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર દિલ્હીની સરહદોથી વિજયી પરત ફરવા પર તેઓનું સ્વાગત કરશે. ખેડૂતો, ખેતમજૂરો અને સંયુક્ત કિસાન મોરચાના આગેવાનોને અભિનંદન આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે આ લોકોની જીત છે અને સમાજના વિવિધ વર્ગોની એકતાએ મોદી સરકારને કઠોર કાળા કાયદાઓ (Farm Laws) પાછા ખેંચવાની ફરજ પાડી છે.

મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું કે લગભગ એક વર્ષ સુધી તેમણે ખેડૂતોની (Farmers Protest) માંગણીઓ પર ધ્યાન આપ્યું ન હતું, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના (BJP) નેતાઓ ખેડૂતોની જીતને પંજાબમાં ચૂંટણી કાર્ડ તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશના ખેડૂતો અને લોકો મોદી સરકાર અને તેના નેતાઓને એક વર્ષથી વધુ સમય સુધી તેમની ધીરજની કસોટી કરવા બદલ ક્યારેય માફ નહીં કરે.

ખેડૂત આંદોલન દરમિયાન 700 થી વધુ ખેડૂતોએ આપ્યું બલિદાન તેમણે કહ્યું કે આ જીત ખેડૂતો માટે આસાન ન હતી, કારણ કે આંદોલન દરમિયાન 700 થી વધુ ખેડૂતોએ બલિદાન આપ્યું હતું. સીએમ ચન્નીએ કહ્યું કે સરકાર હંમેશા ખેડૂતો અને મજૂરોની સાથે ઉભી રહી છે અને તેમના ઐતિહાસિક અને સારા કામમાં તેમને શક્ય તમામ મદદ કરી છે. તેમણે કહ્યું કે આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા લગભગ 350 ખેડૂતોના પરિવારના સભ્યોને સરકારે નોકરીઓ અને નાણાકીય સહાય પૂરી પાડી છે અને બાકીના પરિવારોને પણ ટૂંક સમયમાં વળતર આપવામાં આવશે.

ગુરુવારે, પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ કેન્દ્રના કૃષિ કાયદા સામે ખેડૂતોની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. સીએમ ચન્નીએ ટ્વીટ કર્યું કે ખેડૂતોના આંદોલનની ઐતિહાસિક જીત અને કેન્દ્ર સરકારને ખેડૂતોની તમામ માંગણીઓ સ્વીકારવા માટે મજબૂર કરવા બદલ તમામને અભિનંદન. વર્ષભર ચાલુ રહેલો વિરોધ એ આપણી લોકશાહીની ઐતિહાસિક જીતનું પ્રતિક છે. એ મહત્વનું છે કે આપણે એ શહીદોને યાદ કરીએ જેમણે આ સંઘર્ષમાં પોતાના જીવનનું બલિદાન આપ્યું.

આ પણ વાંચો : મુસાફરી દરમિયાન ટ્રેનમાં જ સામાન ભૂલી જવાય તો તે કેવી રીતે પરત મળશે ? આ રહ્યો તેનો જવાબ

આ પણ વાંચો : આરોગ્ય મંત્રાલય અને એજન્સીઓ રસીના બૂસ્ટર ડોઝની જરૂરિયાતનું મૂલ્યાંકન કરશે: સંસદીય સમિતિ

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">