પંજાબના સીએમ ચન્નીએ ડાંગર ખરીદીના મુદ્દે પીએમ મોદીના હસ્તક્ષેપ બદલ આભાર માન્યો, કોંગ્રેસે કહ્યું ખેડૂતોની જીત
શુક્રવારે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લઘુતમ ટેકાના ભાવ (MSP) કામગીરી હેઠળ પંજાબ અને હરિયાણામાં ડાંગરની ખરીદી 11 ઓક્ટોબર, 2021થી શરૂ થશે.
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ (Charanjit Singh Channi) 3 ઓક્ટોબરથી રાજ્યને ડાંગરના પાકની ખરીદી શરૂ કરવાની મંજૂરી આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. પંજાબ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)એ ટ્વીટર પર લખ્યું કે CM ચરણજીત સિંહ ચન્નીની વિનંતી પર કેન્દ્ર સરકારે પંજાબને 3 ઓક્ટોબરથી ડાંગર ખરીદવાની મંજૂરી આપી.
સીએમઓના નિવેદન અનુસાર ચન્નીએ કહ્યું કે આ નિર્ણયથી ખેડૂતોના સંતોષ માટે ડાંગરની સરળ ખરીદી કરવામાં મદદ મળશે. ચન્નીએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી અને તેમને તાત્કાલિક પંજાબમાં ડાંગરની ખરીદી શરૂ કરવા વિનંતી કરી હતી, જે આ વખતે 10 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ બેઠક બાદ મીડિયાને કહ્યું, “મેં પ્રધાનમંત્રીને ત્રણ કૃષિ કાયદાઓ પર આ આંદોલન સમાપ્ત કરવા વિનંતી કરી છે. તેમણે મારી વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું કે તેઓ પણ આ સમસ્યાનો ઉકેલ ઈચ્છે છે અને આ દિશામાં કામ કરી રહ્યા છે.
આ પહેલા ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી અશ્વિની ચૌબે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને મળ્યા હતા અને ત્યારબાદ 3 ઓક્ટોબરથી પંજાબ અને હરિયાણામાં ડાંગરની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ટ્વીટ કર્યું, “આજે ડાંગરની ખરીદી માટે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરજીના નેતૃત્વમાં કૃષિ ભવન ખાતે એક પ્રતિનિધિમંડળ મળ્યું હતું. 3 ઓક્ટોબરથી હરિયાણા અને પંજાબમાં ડાંગરની ખરીદી શરૂ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ખેડૂતોના હિત માટે હંમેશા તત્પર છે.
On Chief Minister @CharanjitChanni's request, Centre allows Punjab to start paddy procurement from October 3. Chief Minister thanks Prime Minister @NarendraModi for his personal indulgence to resolve this issue expeditiously.
— CMO Punjab (@CMOPb) October 2, 2021
11 ઓક્ટોબરથી ખરીદી શરૂ કરવાની યોજના હતી
શુક્રવારે, ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) ઓપરેશન હેઠળ પંજાબ અને હરિયાણામાં ડાંગરની ખરીદી 11 ઓક્ટોબર, 2021થી શરૂ થશે અને તમામ એજન્સીઓને ખેડૂતોની મદદ માટે તૈયાર રહેવા સલાહ આપવામાં આવી હતી.
મંત્રાલયે કહ્યું હતું કે સપ્ટેમ્બરના બીજા પખવાડિયા દરમિયાન પંજાબ અને હરિયાણામાં ઘણો વરસાદ થયો છે. બિનમૌસમી પાણી પડવાના કારણે ડાંગરના સંપૂર્ણ પાકને તૈયાર થવામાં વિલંબ થઈ રહ્યો છે. તેથી, ખેડૂતોને અસુવિધાથી બચાવવા અને તેમના હિતોનું રક્ષણ કરવા માટે કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે ડાંગરની ખરીદી 11 ઓક્ટોબરથી શરૂ થશે.
જ્યારે બીજી તરફ 3 ઓક્ટોબરથી ડાંગરની ખરીદી શરૂ કરવાનો નિર્ણયને ખેડૂતોની જીત ગણાવતા કોંગ્રેસે શનિવારે કહ્યું કે મંડીઓમાં પડેલા એક એક દાણાની 24 કલાકની અંદર ખરીદી થવી જોઈએ અને તેની ચુકવણી સુનિશ્ચિત કરવી જોઈએ.
પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું, ખેડૂતોની ડાંગર ખરીદી 11 ઓક્ટોબર સુધી મુલતવી રાખવાનો મોદી સરકારનો ઘમંડી નિર્ણય, આખરે ખેડૂતોના દબાણ હેઠળ પાછો ખેંચવો પડ્યો. ગઈકાલે કોંગ્રેસે આ માંગ ઉઠાવી હતી. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્ની પોતે વડાપ્રધાનને મળ્યા હતા. ખેડૂતો માટે આ જબરદસ્ત જીત છે. 3 કાળા કાયદા પણ આ રીતે રદ કરવા પડશે.