મહિલા આર્મી અધિકારીઓ સાથે બઢતીને લઈને ભેદભાવ, સુપ્રીમે કહ્યું ‘અમે અપાવીશું ન્યાય’

|

Dec 06, 2022 | 6:47 PM

સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો કે 34 મહિલા અધિકારો માટે તેમને આગળ શું પગલા લેવાનું વિચાર્યુ છે. જે લોકોએ 2020માં બઢતીમાં ભેદભાવની અરજી કરી હતી. ચીફ જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ અને પી.એસ.નરસિંહાની બેંચ અને વરિષ્ઠ વકીલ આર.બાલસુબ્રમણ્યમએ જણાવ્યુ કે 22 નવેમ્બર પછી અદાલતમાં બઢતીને લગતી કોઈ પણ સુનાવણી થઈ નથી.

મહિલા આર્મી અધિકારીઓ સાથે બઢતીને લઈને ભેદભાવ, સુપ્રીમે કહ્યું અમે અપાવીશું ન્યાય
Promotion Discrimination against Indian Army Women Officers

Follow us on

ભારતની મહિલા આર્મી અધિકારીઓએ બઢતીને લઈને ભેદભાવ કરવાની અરજી દાખલ કરેલી છે, જેમાં કર્નલ પ્રિયંવદા એ. માર્ડીકર, કર્નલ આશા કાલે સહિત અન્ય મહિલા અધિકારોએ અરજી દાખલ કરાવી હતી. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો કે 34 મહિલા અધિકારો માટે તે આગળ શું પગલા લેવાનું વિચાર્યુ છે. જે લોકોએ 2020માં બઢતીમાં ભેદભાવની અરજી કરી હતી. ચીફ જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ અને પી.એસ.નરસિંહાની બેંચ અને વરિષ્ઠ વકીલ આર.બાલસુબ્રમણ્યમએ જણાવ્યુ કે 22 નવેમ્બર પછી અદાલતમાં બઢતીને લગતી કોઈ પણ સુનાવણી થઈ નથી. આ સમ્રગ કેસ બાબતે વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે પાછલી સુનાવણી પછી અત્યાર સુધી કોઈ અન્ય સુનાવણી થઈ નથી. સૈન્ય મહિલા અધિકારીઓની બઢતી માટે અગાઉની સુનાવણી તારીખ 9 ડિસેમ્બરે કરવામાં આવશે.

મહિલા અધિકારીઓ લગાવ્યા બઢતીમાં ભેદભાવના આરોપ

મહિલા અધિકારીઓના આરોપને લઈને સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે, જે મહિલા અધિકારીઓને કાયમી કમીશન આપવા છતાં તેમને પ્રમોશન આપવામાં વિલંબ કરે છે તેને લઈને અધિકારીઓએ અરજી દાખલ કરાવી હતી. વરિષ્ઠ અધિકારીઓના મત અનુસાર કર્નલ પ્રિયંવદા એ. માર્ડીકર, કર્નલ આશા કાલે સહિત અન્ય મહિલા અધિકારીઓ કાયમી કમિશનના અધિકારીઓ છે. મહિલા અધિકારીઓ સાથે ભેદભાવની ઘટના સામે આવતા લોકો વચ્ચે અનેક વિવાદીત ચર્ચા થઈ રહી છે. જેની સુનાવણી તારીખ 9 ડિસેમ્બરે કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ભારતીય મહિલા સૈન્ય સાથે ભેદભાવ

મહિલા અધિકારીઓએ જણાવ્યુ કે બે મહિના પહેલા બોલાવવામાં આવેલ એક સ્પેશિયલ સિલેકશન બોર્ડમાં તેમનાથી જૂનિયર પુરુષ અધિકારીઓની બઢતી માટે વિચાર કરવામાં આવ્યો હતો. સાથે એવા પણ પ્રશ્ના ઉઠાવ્યા હતા કે તે કેમ મહિલાઓ માટે સ્પેશિયલ સિલેકશન બોર્ડની વ્યવસ્થા કરવામાં આવી નથી. કેન્દ્ર સરકારના વરિષ્ઠ વકીલે જણાવ્યુ કે 150થી વધુ હોદ્દાની પસંદગી માટે સ્પેશિયલ સિલેકશન બોર્ડની વ્યવસ્થા કરવામાં આવશે અને મહિલા અધિકારીઓની બઢતી અંગેની સુનાવણી કરવામાં આવશે.

Next Article