AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2023: બજેટ પહેલા અર્થશાસ્ત્રીઓ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો સાથે વડાપ્રધાન મોદી કરશે બેઠક, આર્થિક વૃદ્ધિ દર વધારવાના ઉપાયો પર થશે ચર્ચા

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023એ સંસદમાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. માંગમાં ઘટાડાની સાથે દેશનો આર્થિક વૃદ્ધ દર ચાલુ નાણાકીય વર્ષમાં વાર્ષિક આધાર પર ઘટીને 7 ટકા રહી શકે છે.

Budget 2023: બજેટ પહેલા અર્થશાસ્ત્રીઓ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો સાથે વડાપ્રધાન મોદી કરશે બેઠક, આર્થિક વૃદ્ધિ દર વધારવાના ઉપાયો પર થશે ચર્ચા
PM Modi ( file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2023 | 7:37 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય બજેટ 2023 પહેલા શુક્રવારે (13 જાન્યુઆરી) નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ અને અલગ અલગ ક્ષેત્રોના નિષ્ણાંત લોકોની સાથે બેઠક કરશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી આ દરમિયાન ઈકોનોમીની સ્થિતિ અને આર્થિક વૃદ્ધિ દરને ઝડપી વધારવાના ઉપાયો પર ચર્ચા કરશે. ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધી દર ઘટીને 7 ટકા પર આવવાનું અનુમાન છે. તેમને વધુમાં કહ્યું કે આ બેઠકમાં ઘણા કેન્દ્રીય મંત્રી પણ સામેલ હશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023એ સંસદમાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. માંગમાં ઘટાડાની સાથે દેશનો આર્થિક વૃદ્ધ દર ચાલુ નાણાકીય વર્ષમાં વાર્ષિક આધાર પર ઘટીને 7 ટકા રહી શકે છે. ત્યારે ભારત સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાનો દરજ્જો ગુમાવી શકે છે. આંકડા મંત્રાલયના પ્રથમ સત્તાવાર અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી વૃદ્ધિ દર સાત ટકા રહેશે, જે ગયા નાણાકીય વર્ષ 2021-22માં 8.7 ટકા હતો.

સાઉદી અરબ કરતા આર્થિક વૃદ્ધિ દર ઓછો રહેવાની સંભાવના

આ અનુમાન સરકારની પ્રથમ 8થી 8.5 ટકાની વૃદ્ધિના અનુમાનથી ખુબ જ ઓછુ છે. જો કે આ ભારતીય રિઝર્વ બેન્કના 6.8 ટકાના અનુમાનથી વધારે છે. જો આ અનુમાન રહેશે તો ભારતનો આર્થિક વૃદ્ધિ દર સાઉદી અરબથી ઓછો રહેશે. સાઉદી અરબનો વૃદ્ધિ દર 7.6 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ભારતનો GDP વૃદ્ધિ દર જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 6.3 ટકા રહ્યો હતો. જ્યારે આ સમયમાં સાઉદી અરબની અર્થવ્યસ્થા 8.7 ટકાના દરે વધી હતી.

વડાપ્રધાન મોદી તેલંગાણામાં 7000 કરોડના વિકાસકાર્યોનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 19મી જાન્યુઆરીએ તેલંગાણાની મુલાકાત લેશે અને રૂ. 7,000 કરોડના વિકાસકાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. PM સિકંદરાબાદ સ્ટેશનથી 8મી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે અને 699 કરોડ રૂપિયાના સિકંદરાબાદ રેલવે સ્ટેશનના વિકાસ માટે શિલારોપણ કરશે.

g clip-path="url(#clip0_868_265)">