AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pariksha Pe Charcha 2023: PM મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પે ચર્ચા, જાણો આ કાર્યક્રમ વિશે

Pariksha Pe Charcha: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર બાળકો સાથે વાત કરશે. આ વર્ષે 27 જાન્યુઆરી 2023ના રોજ 'પરીક્ષા પે ચર્ચા'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરશે.

Pariksha Pe Charcha 2023: PM મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પે ચર્ચા, જાણો આ કાર્યક્રમ વિશે
PM Narendra ModiImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 5:24 PM
Share

Pariksha Pe Charcha: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર બાળકો સાથે વાત કરશે. આ વર્ષે 27 જાન્યુઆરી 2023ના રોજ ‘પરીક્ષા પે ચર્ચા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરશે. શિક્ષણ મંત્રાલય આ કાર્યક્રમનું આયોજન કરશે. વડાપ્રધાન મોદી પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. આને ધ્યાનમાં રાખીને, ફારબીસગંજની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે સર્જનાત્મક કાર્યોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન મોદી દ્વારા અભ્યાસ અને પરીક્ષામાં ઓછા માર્કસના કારણે નિરાશ થયેલા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમને લઈને બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ રીતે પ્રોત્સાહિત થવા બદલ બાળકો પણ વડાપ્રધાનનો આભાર માની રહ્યા છે.

મોદીના કાર્યક્રમની ખૂબ પ્રશંસા

બાળકોને પરીક્ષાના તણાવમાંથી મુક્ત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની ખૂબ પ્રશંસા થઈ રહી છે અને બાળકોને પણ ઘણો ફાયદો થઈ રહ્યો છે. પરીક્ષાની ચિંતા ઓછી કરવાના વડાપ્રધાન મોદીના પ્રયાસને ઘણો ફાયદો થયો છે. આ કાર્યક્રમમાં ધોરણ 9થી 12 સુધીના બાળકો, શિક્ષકો અને વાલીઓ ભાગ લેશે. તેમને પણ પ્રશ્નો પુછવાની તક મળશે.

પરિક્ષા પે ચર્ચાની 6ઠી આવૃત્તિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બોર્ડની પરીક્ષા આપી રહેલા દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ વર્ષે વિદ્યાર્થીઓ PM મોદી સાથે રૂબરૂ વાત કરી શકશે. તમને જણાવી દઈએ કે, દેશની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘પરીક્ષા પે ચર્ચા’ને ટેલિવિઝન સ્ક્રીન દ્વારા નિહાળશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ છેલ્લા 4 વર્ષથી આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યું છે.

શાંત રહેવા અને ધ્યાન કેન્દ્રિત કરવા વિશે વાતચીત કરશે

પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમના ભાગ રૂપે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓ સાથે તેમની ટૂંક સમયમાં યોજાનારી પરીક્ષાઓ દરમિયાન શાંત રહેવા અને ધ્યાન કેન્દ્રિત કરવા વિશે વાતચીત કરશે. મહત્વનું છે કે, પરીક્ષા પર ચર્ચા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. લોકોની માગ પર આ વખતે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ વાલીઓ અને શિક્ષકો પણ વડાપ્રધાનના જાહેર સંવાદમાં ભાગ લેશે.

કાર્યક્રમમાં સીધા ભાગ લેવાની તક મળશે

વિદ્યાર્થીઓ વધુમાં વધુ 500 અક્ષરોમાં તેમનો પ્રશ્ન વડાપ્રધાનને સબમિટ કરી શકે છે, વિજેતાઓને વડાપ્રધાન સાથે પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સીધા ભાગ લેવાની તક મળશે, દરેક વિજેતાને ખાસ ડિઝાઇન કરેલ પ્રશસ્તિપત્ર આપવામાં આવશે. વિજેતાઓમાંથી વિદ્યાર્થીઓના નાના ભાગને વડાપ્રધાન સાથે સીધો વાર્તાલાપ કરવાની અને તેમને પ્રશ્નો પૂછવાની તક મળશે. આ દરેક વિજેતાઓને વડાપ્રધાન સાથેના તેમની સહિ કરેલા ફોટોનું ડિજિટલ યાદગાર પણ મળશે. દરેક વિજેતાને ખાસ પરિક્ષા પે ચર્ચા કીટ પણ મળશે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">