AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જગદીપ ધનખર બન્યા દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લેવડાવ્યા શપથ

જગદીપ ધનખરને 6 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ (Vice President) તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમણે ઉપરાષ્ટ્રપતિ પદ માટેના વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને હરાવીને ચૂંટણી જીતી હતી.

જગદીપ ધનખર બન્યા દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લેવડાવ્યા શપથ
Jagdeep Dhankhar, Vice PresidentImage Credit source: ANI
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 2:32 PM
Share

જગદીપ ધનખરે (Jagdeep Dhankha) આજે ભારતના ઉપરાષ્ટ્રપતિ (Vice President) તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ( President Droupadi Murmu) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયેલા જગદીપ ધનખરને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા હતા. પદના શપથ લેતા પહેલા જગદીપ ધનખરે આજે રાજઘાટ (Rajghat ) પર મહાત્મા ગાંધીને (Mahatma Gandhi) શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શપથ લેતાની સાથે જ ધનખર 14મા ઉપરાષ્ટ્રપતિ (14th Vice President of India) બન્યા.

માર્ગારેટ આલ્વાને હરાવીને ચૂંટણી જીતી

ધનખરને 6 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમણે ઉપરાષ્ટ્રપતિ પદ માટેના વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને હરાવીને ચૂંટણી જીતી હતી. ધનખરને 74.36 ટકા મત મળ્યા હતા. તમને જણાવી દઈએ કે જો આપણે 1997 થી અત્યાર સુધીની છેલ્લી છ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીઓ પર નજર કરીએ તો, તેમાં ધનખરને સૌથી વધુ જીતનુ માર્જીન છે.

ધનખરનો જન્મ રાજસ્થાનના ઝુનઝુનુમાં થયો હતો.

18 મે 1951ના રોજ રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લામાં એક ખેડૂત પરિવારમાં જન્મેલા ધનખરે પોતાનું શાળાકીય શિક્ષણ ચિત્તોડગઢની સૈનિક સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું. ભૌતિકશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી, તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું.

વકીલ પણ હતા

71 વર્ષીય ધનખરે રાજસ્થાન હાઈકોર્ટ અને ભારતની સુપ્રીમ કોર્ટ બંનેમાં પ્રેક્ટિસ કરી છે. 1989ની લોકસભા ચૂંટણીમાં જનતા દળની ટિકિટ પર ઝુનઝુનુથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમણે 1990માં સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેમની રાજનીતિ શરૂઆતમાં ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન દેવીલાલથી પ્રભાવિત હતી.

નોંધપાત્ર વાત એ છે કે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે ધનખરની ચૂંટણીની સાથે જ લોકસભા અને રાજ્યસભા બંનેના પ્રિસાઇડિંગ ઓફિસર રાજસ્થાનના હશે.

g clip-path="url(#clip0_868_265)">