AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજથી ખાનગી કેન્દ્રો પર 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો બૂસ્ટર ડોઝ લઈ શકશે, જાણો રસીકરણ અભિયાન સાથે જોડાયેલી 10 મોટી બાબતો

અત્યાર સુધીમાં દેશની તમામ 15+ વસ્તીમાંથી લગભગ 96% લોકોએ ઓછામાં ઓછો એક કોરોના રસીનો ડોઝ મેળવ્યો છે. જ્યારે 15+ વય જૂથમાંથી લગભગ 83% લોકોએ બંને ડોઝ લીધા છે.

આજથી ખાનગી કેન્દ્રો પર 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો બૂસ્ટર ડોઝ લઈ શકશે, જાણો રસીકરણ અભિયાન સાથે જોડાયેલી 10 મોટી બાબતો
Corona Vaccination (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 1:02 PM
Share

કોરોના મહામારીની ચોથી લહેરના ભય વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Health Ministry) શુક્રવારે કહ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો 10 એપ્રિલ એટલે કે આજથી ખાનગી રસી કેન્દ્રો પર કોરોના રસીનો (Corona Vaccine) બૂસ્ટર ડોઝ મેળવી શકશે. 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે ત્રીજા ડોઝની મંજૂરી આપવાનું સરકારનું મોટું પગલું એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં કોરોનાના XE વેરિઅન્ટના (Corona Variant) ઓછામાં ઓછા બે કેસ નોંધાયા છે, એક કેસ ગુજરાતમાં અને બીજો કેસ મુંબઈમાં જોવા મળ્યો હતો.

અત્યાર સુધીમાં દેશની તમામ 15+ વસ્તીમાંથી લગભગ 96% લોકોએ ઓછામાં ઓછો એક કોરોના રસીનો ડોઝ મેળવ્યો છે. જ્યારે 15+ વય જૂથમાંથી લગભગ 83% લોકોએ બંને ડોઝ લીધા છે. હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60+ વય જૂથોને પણ 2.4 કરોડથી વધુ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. 12થી 14 વર્ષની વયજૂથના 45% લોકોએ પણ પ્રથમ ડોઝ લીધો છે.

ભારતના કોવિડ રસીકરણ અભિયાનના મહત્વના મુદ્દા

  1. ભારતે ગયા વર્ષે જાન્યુઆરીમાં વિશ્વનું સૌથી મોટુ રસીકરણ અભિયાન શરૂ કર્યુ હતુ અને તમામ પુખ્ત વયના લોકો માટે બૂસ્ટર ડોઝની મંજૂરી આપી હતી. જે અત્યાર સુધી ફ્રન્ટલાઈન કામદારો અને 60 વર્ષથી ઉપરના લોકો માટે ઉપલબ્ધ હતું.
  2. સરકારે કહ્યું છે કે 18-60 વર્ષની વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે અને બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે નવ મહિનાનું અંતર હોવું જોઈએ. જો કે ત્રીજો શોટ 60થી વધુ વયના લોકો અને ફ્રન્ટલાઈન વર્કર્સને મફતમાં આપવામાં આવે છે.
  3.  ખાનગી રસીકરણ કેન્દ્રો પર 10 એપ્રિલ, 2022થી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પ્રિકોશન ડોઝ ઉપલબ્ધ થશે. બીજા ડોઝના નવ મહિના પછીના 18 વર્ષથી વધુ વયના તમામ લોકો બૂસ્ટર ડોઝ લઈ શકે છે.
  4. લગભગ 86 ટકા ભારતીય પુખ્ત વયના લોકોએ કોવિડ રસીના બે ડોઝ લીધા છે. Covishield અને Covaxinએ બે મુખ્ય રસીઓ છે, જે દેશમાં આપવામાં આવી રહી છે.
  5. અધિકૃત આંકડાઓ અનુસાર દેશભરમાં અત્યાર સુધીમાં 185 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે રાજ્યો પાસે પૂરતી રસી ઉપલબ્ધ છે.
  6. ખાનગી રસીકરણ કેન્દ્રો કોવિડ-19 રસીના ત્રીજા શૉટની કિંમત ઉપરાંત ફી તરીકે વધુમાં વધુ 150 રૂપિયા વસૂલ કરી શકે છે.
  7. અદાર પૂનાવાલાએ શનિવારે ટ્વિટ કરીને કહ્યું કે અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા પછી SIIએ ખાનગી હોસ્પિટલો માટે કોવિશિલ્ડ રસીની કિંમત રૂ. 600થી વધારીને રૂ. 225 કરી દીધી છે.
  8. એક ટ્વીટમાં ભારત બાયોટેકની સુચિત્રા ઈલાએ પણ કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી “અમે તમામ પુખ્ત વયના લોકો માટે પ્રિકોશન ડોઝ ઉપલબ્ધ કરાવવાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.
  9. ગયા મહિને સરકારે 12થી 14 વયના લોકો માટે રસીકરણની શરૂઆત કરી. સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિવેદનમાં શનિવારે કહેવામાં આવ્યું છે કે ‘અત્યાર સુધીમાં 12-14 વર્ષની વય જૂથને રસીના 2.21 કરોડ (2,21,44,238)થી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
  10. દુનિયાભરમાં ચીન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી અને યુનાઈટેડ કિંગડમ સહિતના ઘણા દેશોમાં ઓમિક્રોનના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો:  Imran Khan: લાદેનને શહીદ, મોબાઈલ ફોન બળાત્કારનું કારણ, આ વિવાદિત નિવેદનોને કારણે ઈમરાનની ઉડી મજાક

આ પણ વાંચો: Australia Elections : ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ પીએમ સ્કોટ મોરિસન 15 વર્ષમાં કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ વડાપ્રધાન બન્યા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
g clip-path="url(#clip0_868_265)">