AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

POLIO CAMPAIGN: રાષ્ટ્રપતિ આજે ‘દો બુંદ જિંદગી કે’ના રાષ્ટ્રીય રસીકરણનો કરાવશે શુભારંભ

કોવીડ(COVID) જેવી મહામારી સામે લડત લડવા સૌથી મોટા રસીકરણનો પ્રારંભ કર્યા હતો. આ વચ્ચે ભારતમાં 31 જાન્યુઆરીથી રાષ્ટ્રીય પોલિયો પ્રતિરક્ષણ કાર્યક્રમ શરૂ થશે.

POLIO CAMPAIGN: રાષ્ટ્રપતિ આજે 'દો બુંદ જિંદગી કે'ના રાષ્ટ્રીય રસીકરણનો કરાવશે શુભારંભ
Charmi Katira
| Edited By: | Updated on: Jan 30, 2021 | 11:35 AM
Share

POLIO CAMPAIGN: કોવીડ(COVID) જેવી મહામારી સામે લડત લડવા સૌથી મોટા રસીકરણનો પ્રારંભ કર્યા હતો. આ વચ્ચે ભારતમાં 31 જાન્યુઆરીથી રાષ્ટ્રીય પોલિયો પ્રતિરક્ષણ કાર્યક્રમ શરૂ થશે. આ વર્ષે પોલિયો અભિયાન 17 જાન્યુઆરીથી શરૂ થવાનું હતું પરંતુ હવે 31 જાન્યુઆરીથી શરૂ થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 30 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવનથી 11:45 વાગ્યે બાળકોને પોલીયાના ટીપા પીવડાવી રાષ્ટ્રીય રસીકરણનો પ્રારંભ(NATIONAL POLIO CAMPAIGN) કરશે.

રાષ્ટ્રીય રસીકરણને લઈને વાત કરવામાં આવે તો પોલિયાના ટીપા 0થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. આ કાર્યક્રમ 2 ફેબ્રુઆરી સુધી ચાલશે. પોલિયો રવિવાર અથવા તો આ રસીકરણ અભિયાન જયારથી શરૂ થશે તે દીવસથી રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

1995 માં વિશ્વ આરોગ્ય સંસ્થાના વૈશ્વિક પોલિયો નાબૂદી પહેલ પછી ભારતે પલ્સ પોલિયો પ્રતિરક્ષણ પ્રોગ્રામ શરૂ કર્યો. પોલિયો રસીકરણ અભિયાન વર્ષમાં બે વાર હાથ ધરવામાં આવે છે. સામાન્ય રીતે શરૂઆતનાં મહિનાઓમાં જ રસકરણ કરવામાં આવે છે.

હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે આ વચ્ચે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તેથી વરિષ્ઠ નાગરિકોએ બાળકોને પોલીયાના ટીપા પીવડાવવા ના લઇ જવા અનુરોધ કરવામાં આવ્યો છે.

કોવિડ -19 રસીકરણ અભિયાન શરૂ કરતા પહેલા આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે, ચાલુ ઇનોક્યુલેશન કાર્યક્રમ સાથે કોઈ ફેરફાર કરવામાં ન આવે. જો કે, કોરોના રસીકરણની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ જ પોલિયો રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: TV ACTRESSએ વિલનનો રોલ નિભાવીને મેળવી હતી પ્રસિદ્ધિ, આજે પણ કરવામાં આવે છે યાદ

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">