TV ACTRESSએ વિલનનો રોલ નિભાવીને મેળવી હતી પ્રસિદ્ધિ, આજે પણ કરવામાં આવે છે યાદ
કોઈ પણ ફિલ્મ અથવા તો સિરિયલમાં કહાની એક્ટ્રેસ અને એક્ટરની આજુબાજુ ફરતી નજરે આવે છે. પરંતુ ટીવી સિરિયલમાં લીડ એક્ટ્રેસથી વધુ સિરિયલની વિલન સૌથી વધુ ચર્ચામાં રહેતી હોય છે.
કોઈ પણ ફિલ્મ અથવા તો સિરિયલમાં કહાની એક્ટ્રેસ અને એક્ટરની આજુબાજુ ફરતી નજરે આવે છે. પરંતુ ટીવી સિરિયલમાં લીડ એક્ટ્રેસની સાથે સિરિયલની વિલન સૌથી વધુ ચર્ચામાં રહેતી હોય છે. એક્ટ્રેસ તરીકે તેને ફક્ત દર્શકોને ડરાવ્યા જ નથી પરંતુ તેઈ ખુબસુરતીના દીવાના બનાવ્યા છે. ટીવી એક્ટ્રેસમાં (TV ACTRESS) ઘણી વાર સિરિયલની એક્ટ્રેસ વિલનના રોલમાં જોવા મળે છે.
કોમિલિકા: (URVASHI DHOLAKIA) આ લિસ્ટમાં સૌથી પહેલા નામ આવે છે કોમોલિકા એટલે કે ઉર્વશી ધોળકિયાનું. ઉર્વશીએ નાના પડદા પર વિલનનો રોલ નિભાવ્યો હતો. એક સમય એવો હતો કે કોમોલિકાનો રોલ નિભાવનારી ઉર્વશીને પસંદ કરવામાં આવી ના હતી.
જીજ્ઞાશા: (ASHWINI KALSEKAR)
ટીવી શો ‘કસમ સે’ માં ત્રણ બહેનોની વાર્તા બતાવવામાં આવી હતી. જેમાં બાની, પિયા અને રાણો ત્રણેય બહેનો શોમાં જીજ્ઞાશા એટલે કે અશ્વિની કાલેસકરની વિલનની એક્ટિંગ આગળ ફીકી પડી ગઈ હતી. તેણે આ શોમાં જબરદસ્ત અભિનય કર્યો. લોકો આજે પણ તેના રોલને યાદ કરે છે.
રમોલા સિકંદ: (Sudha Chandran)
રામોલા સિકંદની ભૂમિકા નિભાવનાર સુધા ચંદ્રને ટીવી ઉદ્યોગમાં પ્રવેશતા પહેલા ફિલ્મોમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું. પરંતુ થોડા સમય પછી તેણે ટીવી સિરિયલોમાં પોતાની ઓળખ બનાવી લીધી. રમોલા ટેલિવિઝન ઉદ્યોગના સૌથી ખતરનાક વિલન માનવામાં આવતી હતી.
મંદિરા: (MANDIRA) ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ મંદિરા ઘણા સમયથી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીથી દૂર છે. મંદિરાનો સૌથી લાંબો ચાલેલો શો ‘ક્યોંકિ સાસ ભી બહુ થી’ વિલનના રોલમાં જોવા મળી હતી. શોમાં મંદિરાના આ પાત્રથી લોકો ખૂબ ડરતા હતા.
આ પણ વાંચો: KAPIL SHARMA જલ્દી જ બીજી વાર બનશે પિતા, ફેન્સને આપી જાણકારી