ગુજરાતના રહેવાસીઓ ભાન ભૂલ્યા, વેશ્યાવૃત્તિ કરતાં 40 પુરુષો અને 11 મહિલાઓની ધરપકડ – જુઓ Video
પોલીસે હાલમાં જ રેવ અને મુજરા પાર્ટી પર દરોડો પાડ્યો હતો. આ પાર્ટીમાં પોલીસે વેશ્યાવૃત્તિના આરોપમાં 40 પુરૂષો અને 11 મહિલાઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, મોટાભાગના આરોપીઓ ગુજરાતના છે.

ઉદયપુર પોલીસે કોડિયાતમાં હોટલ ગણેશમાં ચાલી રહેલી રેવ અને મુજરા પાર્ટી પર દરોડો પાડ્યો. જણાવી દઈએ કે, પોલીસે ત્યાંથી 40 છોકરાઓ અને 11 છોકરીઓની ધરપકડ કરી. પોલીસે હોટલ માલિક અને દલાલની પણ ધરપકડ કરી છે. હોટલમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે.
દરેક વ્યક્તિ પાસેથી 5 હજાર રૂપિયા વસૂલવામાં આવ્યા
મોટાભાગના આરોપીઓ ગુજરાતી છે અને તેઓ ફક્ત આ પાર્ટી માટે જ આવ્યા હતા. આ પાર્ટી પર દરોડો પાડવા માટે પોલીસને બસનો સહારો લેવો પડ્યો હતો. એસપી યોગેશ ગોયલે જણાવ્યું હતું કે, અમને માહિતી મળી હતી કે વિશ્વજીત સોલંકી નામનો એક આયોજક નાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોડિયાત રોડ પર આવેલી ગણેશ હોટલમાં છોકરીઓને બોલાવીને તેમને વેશ્યાવૃત્તિમાં ધકેલી રહ્યો છે. આ પાર્ટીમાં જોડાવા માટે દરેક વ્યક્તિ પાસેથી 5 હજાર રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.
ગુજરાતના લોકો બસ ભરીને આવી પહોંચ્યા
આ માહિતીની પુષ્ટિ કરવા માટે હેડ કોન્સ્ટેબલ અર્જુન સિંહ, પ્રકાશ, કોન્સ્ટેબલ અજયરાજને પૂછવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું કે આ પાર્ટીમાં જોડાવા માટે દરેક વ્યક્તિ પાસેથી 5 હજાર રૂપિયા વસૂલવામાં આવ્યા છે. આ પાર્ટીમાં હાજરી આપવા માટે લોકો ગુજરાતથી બસ ભરીને આવી પહોંચ્યા અને સ્થાનિક ગ્રાહકો પણ તેમની સાથે આ પાર્ટીમાં જોડાયા.
પોલીસે કેવી રીતે કરી ધરપકડ?
આ પાર્ટીમાં એક હેડ કોન્સ્ટેબલને ગ્રાહક તરીકે મોકલવામાં આવ્યો હતો. તેણે જોયું કે, ત્યાં મુજરો ચાલી રહ્યો હતો અને છોકરીઓ નાચી રહી હતી. માહિતીની પુષ્ટિ થતાં, ડેપ્યુટી સૂર્યવીર સિંહની આગેવાની હેઠળની પોલીસ ટીમે ગણેશ હોટલ પર દરોડો પાડ્યો અને 40 પુરુષો તેમજ 11 છોકરીઓની ધરપકડ કરી.