વીર બાલ દિવસ: ઈતિહાસના નામે આપણને ખોટા તથ્યો રજુ કરાયા, નવુ ભારત દશકો પહેલા થયેલી ભૂલને સુધારી રહ્યુ છે – PM મોદી
વડાપ્રધાને કહ્યું કે, દેશ પ્રથમ 'વીર બાલ દિવસ' મનાવી રહ્યો છે, શોર્ય માટે ઉંમર મહત્વની નથી, હું બહાદુર સાહિબજાદોના ચરણોમાં નમન કરું છું, જેમણે ઔરંગઝેબની આતંકવાદી યોજનાઓને દફન કરી દીધી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બર, 2022ના રોજ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘વીર બાલ દિવસ‘ના અવસર પર એક ઐતિહાસિક કાર્યક્રમને સંબોધિત કર્યુ હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, કેન્દ્ર સરકાર દેશના નાગરિકોને, ખાસ કરીને નાના બાળકોને 10મા શીખ ગુરુ ગોવિંદ સિંહના પુત્રોની અનુકરણીય હિંમતની વાર્તા વિશે જણાવવા માટે સમગ્ર દેશમાં ઇન્ટરેક્ટિવ અને સહભાગી કાર્યક્રમોનું આયોજન કરી રહી છે, જેમણે તેમની આસ્થાની સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું.
વડાપ્રધાને કહ્યું કે, દેશ પ્રથમ ‘વીર બાલ દિવસ’ મનાવી રહ્યો છે, શોર્ય માટે ઉંમર મહત્વની નથી, હું બહાદુર સાહિબજાદોના ચરણોમાં નમન કરું છું, જેમણે ઔરંગઝેબની આતંકવાદી યોજનાઓને દફન કરી દીધી હતી, ઈતિહાસના નામે આપણને ખોટા તથ્યો રજુ કરાયા છે. વીર બાળ દિવસથી પ્રેરણાઓ જોડાયેલી છે. નવુ ભારત દશકો પહેલા થયેલી ભૂલને સુધારી રહ્યુ છે. આપણા ગુરૂઓ ધાર્મિક કટ્ટરતા વિરૂદ્ધ ઉભા રહ્યા હતા.
Tributes to the Sahibzades on Veer Baal Diwas. They epitomised courage, valour and sacrifice. https://t.co/PPBvJJnXzS
— Narendra Modi (@narendramodi) December 26, 2022
ગુરુ ગોવિંદ સિંહ જીના પરિવારની શહાદતને આજે પણ ઈતિહાસની સૌથી મોટી શહાદત માનવામાં આવે છે. છોટે સાહિબજાદો બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહની યાદ આવતા જ લોકોની છાતી ગર્વથી ફૂલી જાય છે અને તેમનું માથું આદરથી ઝુકી જાય છે. ગુરુદ્વારા ફતેહગઢ સાહિબ તે સ્થાન પર છે જ્યાં સાહિબજાદાઓએ અંતિમ શ્વાસ લીધા હતા.
નાગરિકોને, ખાસ કરીને નાના બાળકોને સાહિબજાદાઓની અનુકરણીય હિંમતની વાર્તા વિશે માહિતગાર કરવા અને શિક્ષિત કરવા, સરકાર દેશભરમાં ઇન્ટરેક્ટિવ અને સહભાગી કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. આ પ્રયાસમાં દેશભરની શાળાઓ અને કોલેજોમાં નિબંધ લેખન, પ્રશ્નોત્તરી સ્પર્ધાઓ અને અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. રેલ્વે સ્ટેશન, પેટ્રોલ પંપ, એરપોર્ટ જેવા સાર્વજનિક સ્થળો પર ડિજિટલ પ્રદર્શનો મૂકવામાં આવશે. દેશભરમાં આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જ્યાં મહાનુભાવો સાહિબજાદાઓની જીવનગાથા અને બલિદાનોનું વર્ણન કરશે.
On Veer Baal Diwas, we recall the courage of the Sahibzades and Mata Gujri Ji. We also remember the courage of Sri Guru Gobind Singh Ji.
At 12:30 PM today, will be joining a programme to mark this inspiring day. https://t.co/Bgi5QRaW7N
— Narendra Modi (@narendramodi) December 26, 2022
9 જાન્યુઆરી, 2022 ના રોજ, શ્રી ગુરુ ગોવિંદ સિંહ જીના પ્રકાશ પર્વના દિવસે, વડાપ્રધાને જાહેરાત કરી કે 26 ડિસેમ્બરે, શ્રી ગુરુ ગોવિંદ સિંહના પુત્રો સાહિબજાદે બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજીની શહીદીને ‘વીર બાલ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે.
(ઈનપુટ: પીઆઈબી)