VARANASI : PM MODI અમૂલના મિલ્ક પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે, પ્લાન્ટથી 1 લાખ લોકોને મળશે રોજગારી

Varanasi Amul Plant : પ્લાન્ટનો શિલાન્યાસ કરવાની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વાંચલના યુવાનો માટે રોજગારના નવા દરવાજા ખોલશે.પૂર્વાંચલના ખેડૂતો, ગોપાલકો સહિત લગભગ 1 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે.

VARANASI : PM MODI અમૂલના મિલ્ક પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે, પ્લાન્ટથી 1 લાખ લોકોને મળશે રોજગારી
PM Narendra Modi will lay foundation stone of Amul plant in Varanasi on 23 December
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 11:00 PM

UTTAR PRADESH :પૂર્વાંચલમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે અને રોજગારીના સર્જન માટે અમૂલ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી રહી છે. આ પ્લાન્ટ લગભગ દોઢથી બે વર્ષમાં તૈયાર થઈ જશે. તે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લગભગ 1 લાખ લોકોને રોજગાર આપશે. તેનાથી ખેડૂતોના સ્વાસ્થ્ય અને સંપત્તિ બંનેમાં સુધારો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) 23 ડિસેમ્બરે પિન્દ્રા બ્લોકના કારખિયાંવમાં બનાવવામાં આવનાર 5 લાખ લિટર દૂધ ઉત્પાદન ક્ષમતાના ડેરી અમૂલ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. તે બનાસ કાશી સંકુલ પ્રોજેક્ટ હેઠળ 475 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.

વડાપ્રધાન મોદી 23 ડિસેમ્બરે વારાણસીની તેમની મુલાકાત વખતે જાહેર સભા કરશે અને યુપીના 1.74 લાખ દૂધ ઉત્પાદકોને રૂ. 3519 કરોડનું બોનસ પણ જાહેર કરશે. પૂર્વાંચલમાં દૂધની ધારા વહેવા જઈ રહી છે. યોગી સરકાર વારાણસીના પિન્દ્રા બ્લોકના ઔદ્યોગિક વિસ્તાર કારખિયાંવમાં અમૂલ ફેક્ટરી સ્થાપવા જઈ રહી છે. અમૂલના કાશી સંકુલ પ્રોજેક્ટના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ જણાવ્યું હતું કે પૂર્વાંચલના લગભગ દસ જિલ્લાના લોકોને આ પ્લાન્ટનો લાભ મળશે. 30 એકરમાં બનવામાં આવનારા આ પ્લાન્ટમાં દરરોજ લગભગ પાંચ લાખ લિટર દૂધનું ઉત્પાદન થશે.

પ્લાન્ટમાં 750 લોકોને નોકરી મળશે લગભગ 750 લોકોને પ્લાન્ટમાં પ્રત્યક્ષ રોજગાર મળશે અને લગભગ 2,350 લોકો આડકતરી રીતે ક્ષેત્ર સાથે સંકળાયેલા હશે. પૂર્વાંચલના ખેડૂતો, ગોપાલકો સહિત લગભગ 1 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે. ચિલિંગ સેન્ટર 120 કિમીની ત્રિજ્યામાં ખુલશે. કંપની દરેક ગામમાં દૂધ સંગ્રહ કેન્દ્રો ખોલશે. આ માટે દરેક ગામમાં દૂધ ખરીદ સમિતિની રચના કરવામાં આવશે. જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હેઠળ દૂધ ખરીદશે. નિર્ધારિત સમયે કંપનીના વાહનમાંથી દૂધ એકત્ર કરવામાં આવશે. આ પ્લાન્ટ શરૂ થવાથી માથાદીઠ આવકમાં વધારો થશે. તેનાથી ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ મળશે. આ પ્લાન્ટમાં દૂધ ઉપરાંત આઈસ્ક્રીમ, પનીર, ઘી, માખણ પણ બનાવવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

1.74 લાખ દૂધ ઉત્પાદકોને બોનસ મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ડિસેમ્બરે કારખિયાંવમાં જાહેર સભા યોજવાની સાથે ઉત્તર પ્રદેશના 1.74 લાખ દૂધ ઉત્પાદકોને રૂ. 35.19 કરોડનું બોનસ ઓનલાઈન ટ્રાન્સફર પણ કરશે. કંપની તેના નફામાંથી ખેડૂતો અને પશુપાલકોને બોનસ આપવાનું ચાલુ રાખશે. પ્લાન્ટમાં અદ્યતન અત્યાધુનિક મશીનો વડે દૂધનું ઉત્પાદન કરવામાં આવશે. ભવિષ્યમાં, કંપની સારી જાતિના પ્રાણીઓ માટે કૃત્રિમ બીજદાનની વ્યવસ્થા કરશે, જેનાથી વધુ દૂધ ઉત્પાદન થઇ શકશે.

કંપની દૂધ ઉત્પાદકોને ઉચ્ચ ગુણવત્તાની પશુ આહાર પણ આપશે. પ્લાન્ટના ઉદઘાટન સાથે, પૂર્વાંચલમાં ખાસ કરીને વારાણસીમાં કેટલાક ખાસ પ્રસંગોએ દૂધની અછત રહેશે નહીં. ભેળસેળ કરનારા ચોરો પર પણ અંકુશ આવશે. પૂર્વાંચલના લોકોનું સ્વાસ્થ્ય અને સંપત્તિ બંને સ્વસ્થ રહેશે. પ્લાન્ટનો શિલાન્યાસ કરવાની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વાંચલના યુવાનો માટે રોજગારના નવા દરવાજા ખોલશે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">