AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi US Visit: યુએસ સંસદને સંબોધિત કરશે PM નરેન્દ્ર મોદી, આમંત્રણ આપવા બદલ કહ્યું Thank You

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તેઓ ફરી એકવાર કોંગ્રેસને સંબોધવા માટે ખૂબ ઉત્સુક છે. વાસ્તવમાં પીએમ મોદી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે જ્યાં તેઓ 22મી જૂને અમેરિકી સંસદ એટલે કે કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.

PM Modi US Visit: યુએસ સંસદને સંબોધિત કરશે PM નરેન્દ્ર મોદી, આમંત્રણ આપવા બદલ કહ્યું Thank You
PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2023 | 7:31 AM
Share

Delhi: અમેરિકન પ્રવાસ દરમિયાન ત્યાં કોંગ્રેસને સંબોધિત કરવાના આમંત્રણ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ટ્વિટર પર આભાર માન્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં સ્પીકર કેવિન મેકકાર્થીને ટેગ કરીને આભાર સંદેશ લખ્યો છે. મેકકાર્થી સિવાય પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં મેક કોનેલ, સેન શૂમર અને જેફ્રીઝને ટેગ કર્યા છે. આ પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું છે કે તેઓ આ આમંત્રણ સ્વીકારીને સન્માનિત અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો: Rajiv Dixit Health Tips : આ દેશી જુગાડ સામે એક પણ મચ્છર ટકી શકશે નહીં ! રાજીવ દીક્ષિતે જણાવ્યા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાથી બચવાના ઉપાય, જુઓ Video

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તેઓ ફરી એકવાર કોંગ્રેસને સંબોધવા માટે ખૂબ ઉત્સુક છે. વાસ્તવમાં પીએમ મોદી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે જ્યાં તેઓ 22મી જૂને અમેરિકી સંસદ એટલે કે કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. પીએમ મોદીએ કહ્યું કે ભારતને અમેરિકા સાથેની તેની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી પર ગર્વ છે. આ ભાગીદારી વહેંચાયેલ લોકતાંત્રિક મૂલ્યો, લોકો વચ્ચેના સંબંધો અને વૈશ્વિક શાંતિ માટે અતૂટ પ્રતિબદ્ધતાના પાયા પર બનેલી છે.

બીજી તરફ, અમેરિકી સંસદ વતી કહેવામાં આવ્યું છે કે 22 જૂને અમેરિકી સંસદની સંયુક્ત બેઠકને સંબોધિત કરવા માટે PM નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવું એ અમેરિકી પ્રતિનિધિ સભા અને અમેરિકી સેનેટના નેતૃત્વ માટે સન્માનની વાત છે. તેમણે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને આ વાત કહી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સાત વર્ષ પહેલા યુએસ સંસદની સંયુક્ત બેઠકમાં પીએમ મોદીના ઐતિહાસિક સંબોધનની કાયમી અસર રહી હતી, જેનાથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો વધુ ગાઢ બન્યા હતા.

આપને જણાવી દઈએ કે આવું બીજી વખત થવા જઈ રહ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસ સંસદમાં સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ પહેલા તેમણે 2016માં અહીં ભાષણ આપ્યું હતું. સાત વર્ષ પહેલા નરેન્દ્ર મોદી યુએસ કોંગ્રેસમાં બોલનાર પાંચમા વડાપ્રધાન બન્યા હતા. આ પહેલા 2005માં ડો.મનમોહન સિંહ, 2000માં અટલ બિહારી વાજપેયી, 1994માં પીવી નરસિમ્હા રાવ અને તે પહેલા 1985માં રાજીવ ગાંધીએ યુએસ કોંગ્રેસને સંબોધન કર્યું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
g clip-path="url(#clip0_868_265)">