PM નરેન્દ્ર મોદીએ નવી સંસદનો વીડિયો ટ્વીટ કર્યો, લોકોને કરી ખાસ અપીલ, કહ્યું- દરેક ભારતીયને થશે ગર્વ
ટ્વિટર પર એક વીડિયો શેર કરતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને #MyParliamentMyPride હેશટેગ સાથે નવી સંસદ ભવનનો વીડિયો શેર કરવાની અપીલ કરી છે.
Delhi : નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે નવું સંસદ ભવન દરેક ભારતીયને ગર્વ કરાવશે. વડાપ્રધાન મોદી રવિવારે (28 મે)ના રોજ સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે (18 મે) PMને મળ્યા અને તેમને નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
રાષ્ટ્રપતિ પાસે ઉદ્ઘાટનની માંગણી સાથે વિપક્ષે ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યો છે. દરમિયાન, ટ્વિટર પર એક વીડિયો શેર કરતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને #MyParliamentMyPride હેશટેગ સાથે નવી સંસદ ભવનનો વીડિયો શેર કરવાની અપીલ કરી છે.
પીએમ મોદીની ખાસ અપીલ
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું, “નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવ અપાવશે, આ વીડિયો આ પ્રતિષ્ઠિત ઈમારતની ઝલક આપે છે”. પીએમે આગળ લખ્યું- “મારી એક ખાસ વિનંતી છે, આ વીડિયોને તમારા પોતાના અવાજ સાથે શેર કરો, તમારા વિચારો વ્યક્ત કરો. હું તેમાંથી કેટલાકને રીટ્વીટ કરીશ. #MyParliamentMyPride” નો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં.
The new Parliament building will make every Indian proud. This video offers a glimpse of this iconic building. I have a special request- share this video with your own voice-over, which conveys your thoughts. I will re-Tweet some of them. Don’t forget to use #MyParliamentMyPride. pic.twitter.com/yEt4F38e8E
— Narendra Modi (@narendramodi) May 26, 2023
વિપક્ષે બહિષ્કાર કર્યો
નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસે નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિની ગેરહાજરીને બંધારણનું અપમાન ગણાવ્યું છે. 19 વિપક્ષી પાર્ટીઓએ પણ ઉદ્ઘાટનથી દૂરી લીધી છે. કોંગ્રેસ પાર્ટી સહિત 19 વિરોધ પક્ષોએ નવી સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
19 પક્ષો દ્વારા બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે લોકશાહીની આત્મા સંસદમાંથી ચૂસી લેવામાં આવી છે, ત્યારે અમને નવી ઇમારતની કોઈ કિંમત દેખાતી નથી. આ મામલાને લગતી એક જાહેર હિતની અરજી પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે શુક્રવારે (26 મે) ના રોજ ફગાવી દીધી હતી.