PM મોદીએ કોરોનાને લઈને બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક, દેશમાં મહામારીની સ્થિતી અને વેક્સિનેશન અંગે કરાઈ ચર્ચા
આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશમાં કોરોનાની સ્થિતિ અને રસીકરણ અભિયાન અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ શુક્રવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં કોવિડ -19ની (COVID-19) સ્થિતિ અને રસીકરણ અભિયાનની સમીક્ષા કરી હતી. સરકારી સૂત્રો દ્વારા આ માહિતી મળી હતી. આ બેઠક એવા સમયે થઈ છે, જ્યારે એક દિવસ પહેલા જ કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું હતું કે ભારતમાં કોરોનાની બીજી લહેર હજુ ચાલી રહી છે અને તે સમાપ્ત થઈ નથી.
તેમણે કહ્યું હતું કે દેશના 35 જિલ્લાઓમાં, સાપ્તાહિક કોવિડ સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે, જ્યારે 30 જિલ્લાઓમાં આ દર 5થી 10 ટકાની વચ્ચે છે. સરકારે ગુરુવારે કહ્યું કે દેશની 58 ટકા પુખ્ત વસ્તીને કોવિડ -19 રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 18 ટકા વસ્તીને બંને ડોઝ અપાઈ ચુક્યા છે. આ સાથે સરકારે કહ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 72 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
PM reviewed status of augmentation of bed capacity for pediatric care&augmentation of facilities under ‘COVID Emergency Response Package II’. Discussed that States have been advised to redesign&orient primary care&block level health infra to manage situation in rural areas: PMO pic.twitter.com/adeZXHLz88
— tv9gujarati (@tv9gujarati) September 10, 2021
દેશમાં કોરોના સંક્રમણના 34,973 નવા કેસ
ભારતમાં કોરોના સંક્રમણના 34,973 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને 3,31,74,954 થઈ ગઈ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 260 દર્દીઓના મૃત્યુ બાદ કોરોનાથી થનારા મૃત્યુનો આંકડો 4,42,009 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાઈરસના સક્રિય દર્દીઓ હવે ઘટીને 3.90 લાખ થઈ ગયા છે.
આરોગ્ય મંત્રાલયે માહિતી આપી કે છેલ્લા 24 કલાકમાં દેશમાં 37,681 લોકો કોરોનાથી સાજા થયા છે, ત્યારબાદ કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 3,23,42,299 થઈ ગઈ છે. તે જ સમયે સક્રિય કેસોની સંખ્યા હાલમાં 3,90,646 છે, જે કુલ કેસોના 1.18 ટકા છે. દૈનિક પોઝિટીવિટી રેટ 1.96 ટકા છે, જે છેલ્લા 11 દિવસથી 3 ટકાથી ઓછો છે. જ્યારે વિકલી પોઝિટીવિટી રેટ 2.31 ટકા છે, જે 77 દિવસથી 3 ટકાથી નીચે રહ્યો છે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં દેશભરમાં 72,37,84,586 કોરોના રસીના ડોઝ અપાઈ ગયા છે.
કેરળમાં 26,200 નવા કેસ અને 114 મૃત્યુ
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં રિકવરી રેટ હવે વધીને 97.49 ટકા થયો છે. તે જ સમયે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR) કહ્યું કે ભારતમાં ગુરુવારે કોરોના વાઈરસ માટે 17,87,611 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં સેમ્પલ ટેસ્ટીંગનો આંકડો વધીને 53,86,04,854 થયો છે. તે જ સમયે તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં મળેલા કોરોના વાઈરસના 34,973 નવા કેસ અને 260 મૃત્યુમાંથી 26,200 નવા કેસ અને 114 મૃત્યુ કેરળમાં થયા છે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હાલ 5.72 કરોડ કોરોના રસીના ડોઝ ઉપલબ્ધ
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાની રસીના 71.94 કરોડ (71,94,73,325)થી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. વધુમાં 7 લાખથી વધુ ડોઝ (7,00,000) પાઈપલાઈનમાં હાજર છે. મંત્રાલયે એ પણ જણાવ્યું કે 5.72 કરોડથી વધુ (5,72,74,025) કોવિડ રસીના ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે, જેનો હજુ ઉપયોગ થવાનો બાકી છે.
આ પણ વાંચો : West Bengal Bypolls: પેટાચૂંટણી માટે મમતાએ નોંધાવી ઉમેદવારી, ભાજપની પ્રિયંકા ટીબરેવાલ સામે ટક્કર