PM મોદીની આ 20 વર્ષની યાત્રા લોકોની સેવા કરવાના ઝુનુનને દર્શાવે છે: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

TV9 GUJARATI

|

Updated on: Oct 07, 2021 | 10:13 PM

20 વર્ષ પહેલા આ દિવસે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારથી તેઓ સતત મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદ પર બની રહ્યા છે.

PM મોદીની આ 20 વર્ષની યાત્રા લોકોની સેવા કરવાના ઝુનુનને દર્શાવે છે: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ
PM Modi (File Image)

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) સત્તામાં આવ્યાને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. 20 વર્ષ પહેલા આ દિવસે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારથી તેઓ સતત મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદ પર બની રહ્યા છે. છેલ્લા 7 વર્ષથી વડાપ્રધાન પદ સંભાળી રહેલા નરેન્દ્ર મોદી અગાઉ સતત 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા.

આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તેમની યાત્રા દર્શાવે છે કે તેમની પાસે લોકોની સેવા કરવાનો જુસ્સો છે. તેમણે કહ્યું “આ ખુબ જ ખુશીની વાત છે કે પીએમ મોદીએ જાહેર જીવનમાં 20 વર્ષ પૂર્ણ કર્યા છે. તે દર્શાવે છે કે તેમની પાસે લોકોની સેવા કરવાની દીર્ઘદ્રષ્ટિ, જુસ્સો અને મિશન છે. તેમના નિર્ણયોની પણ સમગ્ર વિશ્વમાં પ્રશંસા કરવામાં આવી છે. ”

ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?

અગાઉ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (HM Amit Shah) દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું હતું કે આજથી 20 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને ત્યાંથી શરૂ થયેલી વિકાસ અને સુશાસનની યાત્રા આજ સુધી ચાલુ છે. આ 20 વર્ષમાં મોદીજીએ લોકો અને દેશની પ્રગતિ માટે રાત -દિવસ મહેનતની પરાકાષ્ઠાને સાર્થક કર્યો.

તેમણે કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારોના વડા તરીકે હું પ્રધાનમંત્રીને 20 વર્ષની જાહેર સેવા પૂર્ણ કરવા બદલ અભિનંદન આપું છું. ગરીબ કલ્યાણ અને અંત્યોદયને સમર્પિત આ 20 વર્ષમાં મોદીજીએ તેમની પ્રબળ ઈચ્છાશક્તિ અને સમયથી આગળની વિચારી ધારાને કારણે અશક્યને શક્ય બનાવ્યું.

અમિત શાહે વધુમાં કહ્યું કે હું નસીબદાર છું કે મને પહેલા ગુજરાતમાં અને પછી કેન્દ્રમાં નરેન્દ્ર મોદી જીના નેતૃત્વમાં સરકાર અને સંગઠનમાં કામ કરવાની તક મળી. ચાલો આપણે બધા મોદીજીના નેતૃત્વમાં મજબૂત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરીએ.

બીજી બાજુ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય અને કેન્દ્ર સરકારના વડા તરીકે 20 વર્ષ પૂર્ણ કર્યા છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2014માં દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ગરીબોની પીડા અને ગરીબોના આંસુ લુછવાના કાર્યને તેમના શાસનના આદર્શ સૂત્ર બનાવ્યા.

આ પણ વાંચો :  દેશમાં દરરોજ 20 હજાર કોરોના કેસ આવે છે, તહેવારોમાં ફરી વધી શકે છે કેસ, આગામી 3 મહિના મહત્વપૂર્ણ : આરોગ્ય મંત્રાલય

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati