PM મોદી 16 જાન્યુઆરીએ કોરોના વેક્સિનના મહાઅભિયાનનો કરાવશે પ્રારંભ

|

Jan 13, 2021 | 7:35 PM

દેશભરમાં 16 જાન્યુઆરીના રોજથી કોરોના વેક્સિનના મહાઅભિયાનની શરૂઆત વડાપ્રધાન મોદી(PM Modi)ના હસ્તે થવાની છે.  આ અવસરે પીએમ મોદી કો-વિંન એપને પણ લોન્ચ કરશે.

PM મોદી 16 જાન્યુઆરીએ કોરોના વેક્સિનના મહાઅભિયાનનો કરાવશે પ્રારંભ

Follow us on

દેશભરમાં 16 જાન્યુઆરીના રોજથી કોરોના વેક્સિનના મહાઅભિયાનની શરૂઆત વડાપ્રધાન મોદી(PM Modi)ના હસ્તે થવાની છે.  આ અવસરે પીએમ મોદી કો-વિંન એપને પણ લોન્ચ કરશે. આ પૂર્વે કોરોના વેક્સિન યુદ્ધના ધોરણે દરેક રાજ્યમાં પહોંચાડવાની શરૂઆત થઈ છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટની વેકસિન ‘કોવિશિલ્ડ’ અને ભારત બાયોટેકની ‘કો વેકસીન’ દેશના અનેક રાજયોમાં પહોંચી ચૂકી છે. જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો તેની શરૂઆત લોકનારાયણ જય પ્રકાશ હોસ્પિટલમાં શરૂ કરાશે. આ ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યોમાં  16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનથી શરૂઆત કરવામાં આવશે.

 

કોરોના વેક્સિનનો પ્રથમ તબકકો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

કોરોના વેકસિનના પ્રથમ તબકકામાં કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર ફ્રન્ટલાઈન વર્કસને પ્રાથમિકતા આપવામાં આવશે. જેમાં હેલ્થ વર્કસ, સફાઈ કામદારો અને સૈન્ય બળ સાથે જોડાયેલા લોકોનું રસીકરણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં અંદાજે ત્રણ કરોડ લોકોને રસી આપવામાં આવશે.

 

કોરોના વેક્સિનનો બીજો તબક્કો

કોરોના વેકસીનના બીજા તબકકામાં 50 વર્ષની વધુ ઉંમરવાળા સિનીયર સીટીજનને અને બીજી બીમારીઓથી પીડિત લોકોને રસી આપવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં રસી લેનારા 27 કરોડ લોકોની નોંધણી કરવામાં આવી છે. આ લોકોનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે.

 

 વેક્સિન ઉત્પાદનથી લોકો સુધી પહોંચવાની પ્રક્રિયા 

– સૌથી પહેલા વેક્સિનનું  મેન્યુફેકચરીંગ ઉત્પાદન કરે  છે.
– આ વેક્સિનને મેન્યુફેક્ચરર પ્રાઈમરી વેક્સિન સ્ટોર GMSD ડેપો પહોંચે છે.
– ભારતના કરનાલ, મુંબઈ, ચેન્નાઈ અને કોલકત્તામાં 4 મોટા GMSD ડેપો છે.
– દેશમાં હાલ 41 સ્ટોરેજ પોઈન્ટ છે.

 

આ સ્થળોએ વેક્સિનને આગળ લઈ જવાની જવાબદારી રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની છે. તેમજ કોરોના રસીકરણને લઈને દરેક વ્યક્તિની માહિતી કોવિન-એપમાં સ્ટોર કરવામાં આવશે.

 

આ પણ વાંચો: તમને કોઈ એવી વ્યક્તિની ઓળખ છે જેની પાસે કાળું નાણું છે તો અહીં કરો ફરિયાદ અને 5 કરોડ રૂપિયાનું ઈનામ મેળવો

Next Article