AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું દેશની બહેનોને 15 ઓગસ્ટે મળશે 1 વર્ષનું ‘Free Recharge’? PM મોદીના વાયરલ વીડિયો પાછળનું સાચું સત્ય શું છે?

સોશિયલ મીડિયા પર અવારનવાર નવી નવી યોજનાઓ અને ફ્રી ઓફર્સના નામે અનેક મેસેજ વાયરલ થતા હોય છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે 15 ઓગસ્ટે ફ્રી મોબાઈલ રિચાર્જ આપવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એવામાં સવાલ એ છે કે, શું આ ફ્રી મોબાઈલ રિચાર્જ આપવાની વાત ખરેખર સાચી છે?

શું દેશની બહેનોને 15 ઓગસ્ટે મળશે 1 વર્ષનું 'Free Recharge'? PM મોદીના વાયરલ વીડિયો પાછળનું સાચું સત્ય શું છે?
Image Credit source: AI Generated
| Updated on: Aug 11, 2026 | 3:27 PM
Share

સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 15 ઓગસ્ટના રોજ દેશની તમામ બહેનોને એક વર્ષનું ફ્રી મોબાઈલ રિચાર્જ આપવામાં આવશે. ખાસ વાત એ છે કે, વિડીયોમાં પ્રધાનમંત્રી મોદીને આ જાહેરાત કરતા દર્શાવવામાં આવ્યા છે.

હવે જણાવી દઈએ કે, આ દાવો સંપૂર્ણપણે ફેક (નકલી) છે. PIB Fact Check એ આ વિડીયોને નકલી ગણાવતા લોકોને આનાથી સાવધાન રહેવાની સલાહ આપી છે.

AI થી બનાવવામાં આવ્યો છે ‘Video’

PIB Fact Check એ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોની તપાસ કરી છે. તપાસમાં સામે આવ્યું કે, આ વિડીયો AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવ્યો છે.

PIB Fact Check એ સ્પષ્ટ કર્યું છે કે, કેન્દ્ર સરકાર કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, એટલે કે 15 ઓગસ્ટના રોજ તમામ બહેનોને એક વર્ષનું ફ્રી મોબાઈલ રિચાર્જ આપવાની કોઈ સરકારી યોજના જાહેર થઈ નથી. PIB Fact Check એ લોકોને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર આ પ્રકારના આકર્ષક દાવાઓને જોઈને તરત જ વિશ્વાસ ન કરો અને ન તો તેને આગળ શેર કરો.

Free Recharge ના નામે રહો ‘સાવધાન’

સોશિયલ મીડિયા પર અવારનવાર સરકારી યોજના, ફ્રી રિચાર્જ, પૈસા મળવા કે કોઈ ખાસ લાભ સાથે જોડાયેલા દાવા વાયરલ થતા રહે છે. આવા દાવાઓમાં લોકોને આકર્ષિત કરવા માટે પ્રધાનમંત્રી કે કોઈ સરકારી સંસ્થાના નામ અને તસવીરનો ઉપયોગ કરવામાં આવી શકે છે. PIB Fact Check એ લોકોને ખાસ કરીને આવા વિડીયો અને મેસેજથી સાવધાન રહેવા માટે કહ્યું છે. જો કોઈ દાવો ખૂબ જ આકર્ષક લાગી રહ્યો હોય, તો તેની સત્યતા ચોક્કસ તપાસો.

સરકારી યોજનાઓની માહિતી ક્યાં મળશે?

PIB Fact Check એ કહ્યું છે કે, કેન્દ્ર સરકારની જનકલ્યાણ યોજનાઓ સાથે જોડાયેલી સાચી અને સત્તાવાર માહિતી માટે લોકો myscheme.gov.in વેબસાઈટ પર જઈ શકે છે. અહીં સરકારની અલગ-અલગ યોજનાઓ અને તેના ફાયદાઓ સાથે જોડાયેલી માહિતી મેળવી શકાય છે.

Fake Video કે Message ની આ રીતે કરો ‘ફરિયાદ’

જો કોઈ વ્યક્તિને કેન્દ્ર સરકાર સાથે જોડાયેલો કોઈ શંકાસ્પદ ફોટો, વિડીયો કે મેસેજ મળે છે, તો તે PIB Fact Check ને મોકલીને તેની સત્યતા જાણી શકે છે. આ માટે PIB Fact Check નો મોબાઈલ નંબર 8799711259 આપવામાં આવ્યો છે.

PIB Fact Check એ લોકોને અપીલ કરી છે કે, તેઓ આવા ફેક અને ગેરમાર્ગે દોરતા વિડીયોને આગળ શેર ન કરે. ખાસ કરીને સરકારી યોજનાઓ અને પ્રધાનમંત્રીના નામ સાથે જોડાયેલા કોઈ પણ દાવા પર વિશ્વાસ કરતા પહેલા તેની સત્તાવાર પુષ્ટિ ચોક્કસ કરો.

કાનુની સવાલ : હોટલના રૂમમાં ટીવી પર સંગીત વગાડવું મોંઘુ પડશે ? હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો

Follow Us
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
g clip-path="url(#clip0_868_265)">