AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું રાવણ દુનિયાનો પહેલો કાંવડિયા હતો ? જાણો કાંવડ યાત્રા સાથે જોડાયેલું રહસ્ય

એવું માનવામાં આવે છે કે જે લોકો કાવડ યાત્રા પૂર્ણ કરે છે તેમને ભગવાન શિવ તરફથી વિશેષ આશીર્વાદ મળે છે. હજારો અને લાખો લોકો કાવડ યાત્રા પર પગપાળા નીકળે છે, ભગવાન શિવને પાણી ચઢાવવા માટે કાવડ લઈને જાય છે. કાવડ યાત્રાને એક યાત્રા માનવામાં આવે છે, જેની લોકો આખું વર્ષ રાહ જુએ છે.

શું રાવણ દુનિયાનો પહેલો કાંવડિયા હતો ? જાણો કાંવડ યાત્રા સાથે જોડાયેલું રહસ્ય
| Updated on: Aug 11, 2026 | 2:53 PM
Share

પૌરાણિક માન્યતાઓ અનુસાર રાવણ પહેલો કાંવડિયા માનવામાં આવ્યો છે. કથા અનુસાર સમુદ્ર મંથનના વિષપાન પછી શિવજીના શરીરની બળતરા શાંત કરવા માટે રાવણ વાંસના કાંવડમાં ગંગાજળ ભરીને લાવ્યો હતો અને શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો.

શ્રાવણનો પવિત્ર મહિનો શરુ થતાં જ રસ્તાઓ પર બમ બમ ભોલે અને હર હર મહાદેવના જયકારાનો અવાજ સંભળાય છે. કેસરિયા વસ્ત્ર ધારણ કરી લાખો કાંવડિયા ગંગાજળ ભરી શિવલિંગ પર અર્પિત કરવા માટે અનેક કિલોમીટરની યાત્રા કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે, કાંવડ યાત્રાની શરુઆત ક્યારે થઈ હતી. તેમજ સૌથી પહેલા કાંવડ યાત્રા કોણે કરી હતી.

એવું માનવામાં આવી રહ્યું છે કે, વિશ્વનો પહેલો કાંવડયાત્રિ રાવણ હતો. તો હવે એક પ્રશ્ન થાય છે કે, પહેલો કાવડ યાત્રિ રાવણ કેવી રીતે હોય શકે. તો એવું થયું કે, બધા સસ્ત્રોને રાવણ બેસી વાંચી રહ્યો હતો. વિદ્રાન બનવાની પ્રકિયામાં હતો. આ દરમિયાન રાવણે વાંચ્યું કે, કેવી રીતે સમુદ્ર મંથન થયું હતુ. સમુદ્ર મંથન દરમિયાન ઝેર નીકળ્યું હતુ. જે શિવજીએ ગ્રહણ કર્યું હતુ. ત્યારબાદ તમામ અસુરો અને દેવ સતત મહાદેવજી પર જળ ચઢાવી રહ્યા હતા. કારણ કે, તેનું તાપમાન ઓછું કરી શકે. આ દરમિયાન રાવણની અંદર પહેલી વખત સાચી ભક્તિ જાગી હતી.ત્યારે તેમણે કહ્યું મારું પણ આ કરવું છે.

રાવણે કાંવડયાત્રા શરુ કરી

રાવણ જ્યાં હતો તેની આસપાસ જળ ન હતુ. રાવણે એક મોટી યાત્રા ગંગાજળ લાવવા માટે કરી હતી.ગંગાજીને મોટા પાત્રમાં લઈ આવી. તેમણે જે શિવજી સ્થાપિત કર્યા હતા. તેના પર નાંખ્યું હતુ. આ પરંપરા ત્યારથી શરુ થઈ હતી. જ્યારે રાવણે કહ્યું હું ગમે ત્યાં હોઈ ગંગાજળ લઈ આવી મે જે શિવલિંગની સ્થાપના કરી છે. તેના પર ચઢાવીશ. જળાભિષેક કરીશ.માન્યતા છે કે, રાવણના આ સંકલ્પથી કાંવડ યાત્રાની પરંપરા શરુ થઈ છે.

હિન્દુ ધર્મમાં, કાવડ યાત્રા પણ શ્રાવણ મહિનાની શરૂઆત સાથે શરૂ થાય છે. શિવભક્તો શ્રાવણની શરૂઆત સાથે કાવડ યાત્રાને લઈને ઉત્સાહિત હોય છે. દર વર્ષે, લાખો કાવડીઓ હરિદ્વારથી ગંગાજળને તેમના વિસ્તારોના શિવ મંદિરોમાં શિવલિંગનો જલાભિષેક કરવા માટે લઈ જાય છે. શાસ્ત્રોમાં કાવડ યાત્રા અંગે ઘણા મહત્વપૂર્ણ નિયમો છે, જેનું પાલન યાત્રા દરમિયાન કરવું જરૂરી છે.

Ravan Family Tree : શું તમે જાણો છો લંકાપતિ રાવણના પરિવારમાં કોણ કોણ હતુ, 3 પત્નીઓ અને 7 પુત્રો સાવકો ભાઈ હતો ધનનો રાજા અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
g clip-path="url(#clip0_868_265)">